ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જબલપુર ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, ઘણા કર્મચારીઓ કાટમાળ નીચે દટાયાની આશંકા

જબલપુર: ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 9 કર્મચારીઓ ઘાયલ જબલપુરમાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ: બે લોકોના મોત, ઘણા ઘાયલ ખમરિયા ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ: કાટમાળ નીચે ઘણા કર્મચારીઓ દટાયા Jabalpur Blast news : જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયામાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો,...
12:49 PM Oct 22, 2024 IST | Hardik Shah
જબલપુર: ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 9 કર્મચારીઓ ઘાયલ જબલપુરમાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ: બે લોકોના મોત, ઘણા ઘાયલ ખમરિયા ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ: કાટમાળ નીચે ઘણા કર્મચારીઓ દટાયા Jabalpur Blast news : જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયામાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો,...
Jabalpur Blast news

Jabalpur Blast news : જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયામાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 9 કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના ફેક્ટરીના F-6 સેક્શનમાં ત્યારે થઈ જ્યારે એરિયલ બોમ્બ અચાનક ફાટ્યો. બ્લાસ્ટની તીવ્રતા એટલી જબરદસ્ત હતી કે આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી.

કાટમાળ નીચે ઘણા કર્મચારીઓ દટાયા હોવાની આશંકા

સૂત્રોના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે ઘણા કર્મચારીઓ દટાયા હોવાની આશંકા છે. ઘટના બાદ ફેક્ટરી મેનેજમેન્ટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવામાં વ્યસ્ત છે. વહીવટીતંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં સામે આવેલા આંકડાઓ અનુસાર, આ દુર્ઘટનામાં એક ડઝન જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. 2 લોકોના મોતની માહિતી પણ આવી રહી છે. સ્થળ પર અરાજકતાનો માહોલ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનની સાથે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને ખમરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેક્ટરી મેનેજમેન્ટે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ બ્લાસ્ટ ફેક્ટરીના F-6 સેક્શનના બિલ્ડિંગ નંબર 200માં થયો હતો.

3 લોકોની હાલત નાજુક

જણાવી દઇએ કે, ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયાના જીએમ અને અન્ય અધિકારીઓ સ્થળ પર હાજર છે. જો કે, અધિકારીઓ હાલમાં મીડિયા સાથે કોઈ માહિતી શેર કરી રહ્યા નથી. માહિતી મળતાં કેન્ટ વિધાનસભાના ધારાસભ્ય અશોક રોહાની ઘાયલોને જોવા માટે ઓર્ડિનન્સ ફેક્ટરી, ખમરિયા સ્થિત હોસ્પિટલમાં પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે જબલપુરની સુરક્ષા સંસ્થા ઓર્ડિનન્સ મેન્યુફેક્ચરિંગ ખમરિયામાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં બે લોકોના મોતની માહિતી છે. એક ડઝન જેટલા કર્મચારીઓ દાઝી ગયા છે. ત્રણની હાલત નાજુક છે, જેમને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બોમ્બ ભરવા દરમિયાન આ વિસ્ફોટ થયો હતો.

વિસ્ફોટનો અવાજ 5 કિમી સુધી સંભળાયો

મળતી માહિતી મુજબ ફેક્ટરીના F-6 સેક્શનમાં બોમ્બ ભરવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન હાઇડ્રોલિક સિસ્ટમમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ પાંચ કિલોમીટર સુધી સંભળાયો હતો. ઘટના બાદ ઘાયલ કર્મચારીઓને OFK હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી ગંભીર હાલતમાં કર્મચારીઓ રણધીર, શ્યામલાલ અને ચંદનને ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. બ્લાસ્ટ કેવી રીતે થયો અને કોની બેદરકારીના કારણે થયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:  Lebanon Pager Blast: પેજર હુમલાને થયો સૌથી મોટો ખુલાસો, જાણો શું છે સમગ્ર મામલો

Tags :
Blast in JabalpurGujarat FirstHardik ShahJabalpur BlastJabalpur Blast newsJabalpur ordnance factoryMadhya Pradesh
Next Article