Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Noida Fire : વીજ મીટર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, 25થી વધારે કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Noida Fire : ઉત્તર પ્રદેશના નોઈડા (Noida) ના સેક્ટર 4 વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી હોનારત સર્જાઈ હતી. અહીં આવેલી વીજ મીટર બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ (Massive Fire) ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં સમગ્ર ત્રણ માળની ઇમારત (Three-story Building) ધુમાડાના ગોટેગોટામાં લપેટાઈ ગઈ હતી.
noida fire   વીજ મીટર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ  25થી વધારે કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Advertisement
  • Noida Fire : નોઈડાના સેક્ટર 4 માં આવેલી વીજ મીટર બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ .
  • આગ લાગી ત્યારે ફેક્ટરીની અંદર 240 કર્મચારીઓ હતા હાજર.
  • આ ભયાનક દુર્ઘટનામાં 26 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયા.

Noida Fire : ઉત્તર પ્રદેશના નોઈડા (Noida) ના સેક્ટર 4 વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી હોનારત સર્જાઈ હતી. અહીં આવેલી વીજ મીટર બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ (Massive Fire) ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં સમગ્ર ત્રણ માળની ઇમારત (Three-story Building) ધુમાડાના ગોટેગોટામાં લપેટાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરી રહેલા 26 જેટલા કર્મચારીઓ દાઝી (Employees Burnt) ગયા હોવાના અહેવાલ છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વહેલી સવારે સર્જાઈ હોનારત

મળતી માહિતી અનુસાર, આગ સેક્ટર 4 સ્થિત 'B-40 કેપિટલ પાવર સિસ્ટમ લિમિટેડ' નામની કંપનીમાં લાગી હતી. આ ફેક્ટરીમાં વીજળી મીટર (Electricity Meters) બનાવવાનું કામકાજ ચાલે છે. સવારે અંદાજે 5:30 વાગ્યાની આસપાસ, જ્યારે નાઈટ શિફ્ટ (Night Shift) ના કર્મચારીઓ અંદર કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના સમયે ફેક્ટરીની અંદર આશરે 240 કર્મચારીઓ હાજર હતા. આગ ઝડપથી ફેલાવાને કારણે અંદર ફસાયેલા લોકોમાં ભારે અફરાતફરી અને ગભરાટ ફેલાયો હતો.

Advertisement

Advertisement

રેસ્ક્યુ ઓપરેશન અને ભારે ધુમાડો

આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. જેના પગલે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અત્યારે આગ ઓલવવા માટે 25 થી વધુ ફાયર એન્જિન (Fire Engines) અને ફાયર ફાઈટરોની ટીમ કાર્યરત છે. ફાયરની ટીમોએ ફેક્ટરીની બારીઓ તોડીને (Breaking Windows) અંદર ફસાયેલા અનેક કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, જીવ બચાવવા માટેના આ સંઘર્ષમાં 26 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં (Rushed to Hospital) આવ્યા છે.

પોલીસ અને ફાયર વિભાગની તપાસ

માહિતી મળતા જ નોઈડાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માત અંગે સંયુક્ત કમિશનર (કાયદો અને વ્યવસ્થા) રાજીવ નારાયણ મિશ્રાએ જણાવ્યું કે, "હાલમાં અમારી પ્રાથમિકતા આગને સંપૂર્ણપણે કાબુમાં લેવાની અને ઈજાગ્રસ્તને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ અને ફાયર વિભાગ (Fire Department) સંયુક્ત રીતે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરશે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટ (Short Circuit)ને કારણે લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે."

આ પણ વાંચો : Iran Israel Warઅમેરિકા Iran માં સેના મોકલવા કરી રહ્યું છે વિચારણા, પરમાણુ ભંડારની સુરક્ષાની છે ચિંતા

Tags :
Advertisement

.

×