ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UP: કાનપુરના ચમનગંજમાં પાંચ માળની ઈમારતમાં ભીષણ આગ, 5 લોકોના મોત

કાનપુરના ચીફ ફાયર ઓફિસર દીપક શર્માએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં ગેરકાયદેસર જૂતાની ફેક્ટરી ચાલી રહી હતી. જોકે, આગ લાગવા પાછળનું સાચુ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
07:50 AM May 05, 2025 IST | MIHIR PARMAR
કાનપુરના ચીફ ફાયર ઓફિસર દીપક શર્માએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં ગેરકાયદેસર જૂતાની ફેક્ટરી ચાલી રહી હતી. જોકે, આગ લાગવા પાછળનું સાચુ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Massive fire breaks out in five-storey building gujarat first

Kanpur Fire: ઉત્તર પ્રદેશના કાનપુરના ચમન ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીનગર સ્થિત પાંચ માળની ઈમારતમાં રવિવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ લાગી તે સમયે ઈમારતમાં એક જ પરિવારના પાંચ લોકો ફસાયા હતા. જે બાદ માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન તમામ પાંચ લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોએ પાંચેયને મૃત જાહેર કર્યા.

ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

તમને જણાવી દઈએ કે રાત્રે એક ડઝનથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બિલ્ડિંગમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ 8 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. ઘટના સમયે બિલ્ડિંગમાં ફસાયેલા પાંચ લોકોને બચાવી શકાયા નથી. મૃત્યુ પામેલાઓમાં પતિ, પત્ની અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. એડીસીપી સેન્ટ્રલ કાનપુર રાજેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે 5 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જોકે તેમણે મૃત્યુ વિશે કોઈ માહિતી આપી ન હતી.

આ પણ વાંચો :  Blackout Mock Drill: 25 વર્ષ બાદ ભારતીય સરહદી વિસ્તારમાં બ્લેકઆઉટના રિહર્સલની શરૂઆત

રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના

મળતી માહિતી મુજબ આ ઈમારતમાં ગેરકાયદેસર રીતે જૂતાની ફેક્ટરી ચાલી રહી હતી. કાનપુરના ચીફ ફાયર ઓફિસર દીપક શર્માએ જણાવ્યું કે જે ઇમારતમાં આગ લાગી છે તે ચામડાની ફેક્ટરી છે. દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કાનપુરમાં લાગેલી આગની ઘટનાની નોંધ લીધી. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી.

નજીકની ઇમારતો ખાલી કરાવવામાં આવી

ભીષણ આગને ધ્યાનમાં રાખીને, આસપાસની ઇમારતોને ખાલી કરાવવામાં આવી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે. સમગ્ર વહીવટી સ્ટાફ ઘટનાસ્થળે હાજર છે.

આ પણ વાંચો :  Pahalgam Attack : "તમે PM Modi ની કાર્યપદ્ધતિને સારી રીતે જાણો છો..."

Tags :
Chamanganj TragedyFire Accidentfire safetyGujarat FirstIllegal FactoryKanpur FireKanpur newsKanpur Shoe Factory FireMihir ParmarShort Circuit FireUp News
Next Article