Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Shocking Theft: 25થી 30 ટન લોખંડના પુલની થઈ ચોરી! રાત્રે 11 વાગ્યા સુધી હતો ઉપયોગમાં !

છત્તીસગઢના કોરબા જિલ્લામાં ચોરોએ અનોખી કરામત કરતા 25થી 30 ટન વજનનો આખેઆખો લોખંડનો પુલ ચોરી લીધો છે. 40 વર્ષ જૂનો અને 60 ફૂટ લાંબો આ પુલ રાત્રિના અંધકારમાં ગેસ કટરથી કાપીને ચોરી કરવામાં આવ્યો હતો. ચોરોએ માત્ર પુલ જ નહીં, પરંતુ જળ પુરવઠાની પાઈપલાઈનના સપોર્ટ એન્ગલ પણ ચોરી લીધા છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ અને પોલીસમાં ચકચાર મચી ગઈ છે
shocking theft  25થી 30 ટન લોખંડના પુલની થઈ ચોરી  રાત્રે 11 વાગ્યા સુધી હતો ઉપયોગમાં
Advertisement

. ચોરોની કરામતથી પોલીસ અધિકારીઓ ચકિત
. યોજનાબદ્ધ રીતે 40 વર્ષ જૂનો આખો પુલ ચોરાયો
. 60 ફૂટ લાંબા પુલના ગાયબ થયા પછી આવાગમનમાં મુશ્કેલી

Shocking Theft: આપણને ચોરી થવી એટલે એવું થાય કે રોકડ, દાગીના , મોબાઈલ,વાહન કે કોઈ કિંમતી વસ્તુની ચોરી થાય. પણ આ ચોરીનો મામલો બિલકુલ અલગ છે. છત્તીસગઢના કોરબા જિલ્લામાં ચોરોએ રાતોરાત લોખંડનો વજનદાર બ્રિજ ચોરી કરી લીધો.

Advertisement

આ ઘટનાને કારણે સ્થાનિકો અને પોલીસ અધિકારો આશ્ચર્યચકિત છે. જાણકારી મુજબ, લગભગ 60 ફૂટ લાંબા આ લોખંડના બ્રિજનું વજન 25થી 30 ટન હતું. રાત્રે જ તે ગાયબ થઈ ગયો.

Advertisement

રાત્રે 11 વાગ્યા સુધી હતો પુલ

સ્થાનિકો મુજબ, તેમણે રાત્રે લગભગ 11 વાગ્યે છેલ્લે આ પુલનો ઉપયોગ કર્યો હતો, પરંતુ આગલી સવારે જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો નહેર પર બનેલું આખું માળખું જ ગાયબ હતું. લગભગ 40 વર્ષ પહેલા લોકોના આવાગમનને આસાન બનાવવા માટે બનાવવામાં આવેલો પુલ લોખંડના ગર્ડરોથી તૈયાર કરાયો હતો, જે રેલવે ટ્રેક જેવી મજબૂતી ધરાવતો હતો. તેની સપાટી લોખંડની જાડી પ્લેટોથી બનેલી હતી. સ્થાનિકો મુજબ, ચોરી થયેલું આ આખું માળખું લગભગ 15 લાખ રૂપિયાનું હતું.

ચોરોની કરામત

પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે પુલને સંપૂર્ણ યોજનાબદ્ધ રીતે કાપીને હટાવાયો હતો. નહેરના બંને છેડા પર ગેસ કટિંગના સ્પષ્ટ નિશાન મળે છે, જેનાથી અંદાજ લગાવી શકાય છે કે અજાણ્યા લોકોએ રાત્રે અંધારામાં ગેસ કટરની મદદથી આખા પુલને ટુકડામાં કાપીને ચોરી કરી લીધો.

ચોરોએ માત્ર પુલ જ નહીં, પણ શહેરની જળઆપૂર્તિ સાથે જોડાયેલા માળખાને પણ નિશાન બનાવ્યું. તેમણે 40 ફૂટ લાંબા એન્ગલ આયર્ન સપોર્ટને પણ હટાવ્યો, જે નગરનિગમની પાણીની પાઈપલાઈને સહારો આપતો હતો.

રાહતની વાત એ રહી કે પાઈપાઈનને કોઈ નુકશાન પહોંચ્યું નથી, જેનાથી લગભઘ અઢી લાખ લોકો માટે પાણીની સપ્લાઈ પર અસર પડી નથી. અધિકારીઓનું અનુમાન છે કે ચોરી કરવામાં આવેલો પુલ 25થી 30 ટન લોખંડના સામાનથી બન્યો હતો.

40 વર્ષ જૂનો હતો પુલ

વોર્ડ પાર્ષદ લક્ષ્મણ શ્રીવાસે જણાવ્યુ કે આ પુલ 40થી 50 વર્ષ જૂનો હતો અને લોકોને આવાગમન માટેનું માધ્યમ પણ હતો. તેમણે કહ્યુ કે શનિવારે રાત્રે ચોરોએ ગેસ કટરથી તેને કાપીને સંપૂર્ણપણે હટાવી દીધો. આ પુલ લગભગ 60થી 70 ફૂટ લાંબો અને ચારથી પાંચ ફૂટ પહોળો હતો.

હવે પુલ ગાયબ થવાથી એક તરફથી બીજી તરફ જવામાં લોકોને મુશ્કેલી થઈ રહી છે. તેમણે આગળ જણાવ્યું કે શહેરની જળ આપૂર્તિ યોજના હેઠળ નગર નિગમે એક પાઈપલાઈન બિછાવી હતી, તેની સુરક્ષા માટે લગાવાયેલી 40 ફૂટ લાંબી એન્ગલ સપોર્ટને ચોર કાપીને લઈ ગયા છે. કુલ મળીને લગભગ 25થી 30 ટન લોખંડનો સામાન ચોરાયો છે.

ફરિયાદ મળ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે બે સ્થાનિક કબાડ ડીલરોને ઠેકાણા પર પણ દરોડા પાડયા છે, પરંતુ હાલ કોઈ નક્કર જાણકારી સામે આવી નથી.

આ પણ વાંચો: ચોરી કરવા ગયો ને વેન્ટિલેશનમાં ભરાયો! ‘ગજબ બેઈજ્જતી’નો આ વીડિયો જોઈ તમે હસવું નહીં રોકી શકો

Tags :
Advertisement

.

×