Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bajrang Dal Worker Attack : ઉજ્જૈનમાં બજરંગ દળના કાર્યકર પર હુમલા બાદ થયો પથ્થરમારો

Bajrang Dal worker attack : મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં એક હિન્દુ નેતાને માર મારવામાં આવ્યા બાદ સ્થિતિ વધારે વણસી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતુ અને દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી. ઉજ્જૈન જિલ્લાના તરાના વિસ્તારમાં આ ઘટના બની હતી. જો કે ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
bajrang dal worker attack   ઉજ્જૈનમાં બજરંગ દળના કાર્યકર પર હુમલા બાદ થયો પથ્થરમારો
Advertisement
  • Bajrang Dal Worker Attack : ઉજ્જૈનમાં બજરંગદળના કાર્યકર પર હુમલો
  • RSSના કાર્યલય બહાર બેઠેલો હતો ત્યારે ટોળાએ કર્યો હતો હુમલો
  • તમામ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા

Bajrang Dal Worker Attack : મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં એક હિન્દુ નેતાને માર મારવામાં આવ્યા બાદ સ્થિતિ વધારે વણસી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતુ અને દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી. ઉજ્જૈન જિલ્લાના તરાના વિસ્તારમાં આ ઘટના બની હતી. જો કે ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર ઉજ્જૈનના તરાના વિસ્તારમાં બજરંગ દળના સભ્ય સોહેલ ઠાકુર પર ગુરુવારે સાંજે 10 થી 15 યુવાનોના જૂથે હુમલો કર્યો હતો. હુમલાખોરો અન્ય સમુદાયના હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતા હિન્દુ સંગઠનોના સભ્યો પણ મોટી સંખ્યા ઉમટી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.

Advertisement

Bajrang Dal Worker Attack : ટોળાએ અચાનક યુવક પર કર્યો હુમલો

ઉલ્લેખનીય છે કે ગુસ્સે ભરાયેલા ટોળાએ બસો અને અન્ય વાહનોને તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી દુકાનોમાં તોડફોડ કરી હતી. ત્યાં સુધી બીજી જૂથના લોકો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જેથી બંન્ને પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો શરુ થઈ ગયો હતો.

Advertisement

પ્રાપ્તથી માહિતી અનુસાર ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. જો કે હાલમાં ઉજ્જૈનના એસપી પ્રદીપ શર્માએ દાવો કર્યો હતો કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કહ્યું હતું કે વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. ભારે પોલીસ તૈનાત બાદ તરાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ હતી, પરંતુ તણાવ યથાવત હતો

તમામ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા

આ ઘટનામાં એક હિન્દુ કાર્યકર્તાને માર મારવામાં આવ્યો હોવાથી પોલીસ વહીવટીતંત્ર હાઇ એલર્ટ પર હતું. દરમિયાન, ઈજાગ્રસ્ત બજરંગ દળના કાર્યકર્તા સોહેલ ઠાકુરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ, ડોકટરોએ તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા હતા. સોહેલ હાલમાં ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હુમલામાં ઈજાગ્રસ્ત બજરંગ દળના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે તે આરએસએસ કાર્યાલયની બહાર બેઠો હતો ત્યારે 10-15 માણસો આવ્યા અને લોખંડના સળિયાથી તેના માથા પર હુમલો કર્યો. પીડિતોનો દાવો છે કે મારામારીથી તેને ચક્કર આવ્યા અને બેભાન થઈ ગયા. સોહેલ ઠાકુરે વધુમાં જણાવ્યું કે હુમલો જોઈને તેનો ભાઈ ઘટનાસ્થળે દોડી ગયો, ત્યારબાદ તે માણસો ભાગી ગયા.

આ પણ વાંચો:  Hindu Holocaust : 150 વર્ષના સૌથી મોટા Hindu Genocide ની વિશ્વને દરકાર નથી !

Tags :
Advertisement

.

×