MEA: પાકિસ્તાન આતંકનું કેન્દ્રબિંદુ, સિંધુ જળસંધિ હાલ સ્થિગિત જ
- ભારતનું પાકિસ્તાનને ફરી સ્પષ્ટ અલ્ટિમેટમ
- આતંકવાદીઓને ભારતને સોંપે પાકિસ્તાનઃ MEA
- વાતચીત માત્ર POK મુદ્દે જ થઈ શકશેઃ MEA
- દ્વીપક્ષીય વાતચીતના આ જ બે મુદ્દા પ્રમુખઃ MEA
- ટેરર અને ટ્રેડ બંને સાથે ન ચાલી શકેઃ MEA
- સિંધૂ જળસંધિ પણ આતંકી સોંપાય નહીં ત્યાં સુધી સ્થગિત
MEA : ભારત સરકારે ફરી એકવાર પાકિસ્તાનને (Pakistan)કડક સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal)સ્પષ્ટપણે કહ્યું છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સાથે કોઈપણ વાતચીત ત્યારે જ થશે જ્યારે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (JAMMU KASHMIR) ખાલી કરશે અને તેને ભારતને સોંપશે.
આતંકવાદ અને વાતચીત એક સાથે નહી- પ્રવક્તા
મહત્વનું છે કે પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી સરહદી સંઘર્ષ દરમિયાન ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. ત્યારે આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સાથેના અમારા સંબંધોનો સવાલ છે, અમારું વલણ સ્પષ્ટ છે. વાતચીત ફક્ત બંને પક્ષો વચ્ચે જ થશે. અમે પુનરાવર્તન કરવા માંગીએ છીએ કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. પાકિસ્કતાને કુખ્યાત આતંકવાદીઓને ભારતને સોંપવા પડશે જેમના રેકોર્ડ અને યાદી અમે થોડા વર્ષો પહેલા જ સોંપી હતી.
#WATCH | Delhi: MEA Spokesperson Randhir Jaiswal says, "... As far as our engagement with Pakistan is concerned, our stand has been clear. Any engagement has to be bilateral. We would like to reiterate that terrorism and talks cannot go together. They need to hand over to India,… pic.twitter.com/ew2AKiTHZ9
— ANI (@ANI) May 29, 2025
આ પણ વાંચો -Mamata Banerjee: મમતા બેનર્જીનો PM મોદીને પડકાર
સિંધુ જળસંધિ સ્થગિત
'જમ્મુ અને કાશ્મીર પર વાતચીત ત્યારે જ થશે જ્યારે PoK ખાલી થશે અને પાકિસ્તાન તે વિસ્તાર અમને સોંપશે. જ્યાં સુધી સિંધુ જળ સંધિનો સવાલ છે, તો સિંધુ જળસંધિ તો સ્થગિત જ રહેશે. જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અપરિવર્તનીય રીતે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે.
આ પણ વાંચો -COVID-19:કોરોનાના નવા વેરિએન્ટને લઈ BHU ના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેનો મોટો દાવો
વેપાર અને ટેરિફ પર કોઈ ચર્ચા થઈ નથી - જયસ્વાલ
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "પાકિસ્તાન સાથેની કોઈપણ ચર્ચામાં વેપાર કે ટેરિફનો મુદ્દો આવ્યો નથી." વિદેશ મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી છે કે 'બંને બાજુથી ગોળીબાર બંધ કરવાનો નિર્ણય ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચે સીધા સંપર્ક દ્વારા લેવામાં આવ્યો હતો.'