Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મુંબઈમાં બોયફ્રેન્ડના ત્રાસથી Medical Studentનું Suicide, 6 પાનાની સુસાઇડ નોટ થયા ખુલાસા

Medical Student Suicide : મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 24 વર્ષીય ડેન્ટલ મેડિકલ વિદ્યાર્થિની (Medical Student) સ્તુતિ સોનાવણેએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ મામલે પોલીસે 6 પાનાની સુસાઇડ નોટ કબજે કરી છે, જેમાં તેના બોયફ્રેન્ડ મોહમ્મદ ફૈજુલ ખાન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
મુંબઈમાં બોયફ્રેન્ડના ત્રાસથી medical studentનું suicide  6 પાનાની સુસાઇડ નોટ થયા ખુલાસા
Advertisement
  • મુંબઈમાં Medical Student Suicide, સુસાઇડ નોટમાં બોયફ્રેન્ડ પર ગંભીર આરોપ.
  • સુસાઇડ નોટમાં શ્રદ્ધા વાલ્કર કેસનો સંદર્ભ.
  • મેડિકલ વિદ્યાર્થિની સ્તુતિ સોનાવણે આપઘાત કેસમાં આરોપી પ્રેમી સામે ગુનો દાખલ.
  • ચારિત્ર્ય પર શંકા અને માનસિક ત્રાસથી કંટાળી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું.

Medical Student Suicide : મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 24 વર્ષીય ડેન્ટલ મેડિકલ વિદ્યાર્થિની (Medical Student) સ્તુતિ સોનાવણેએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ મામલે પોલીસે 6 પાનાની સુસાઇડ નોટ (Suicide Note) કબજે કરી છે, જેમાં તેના બોયફ્રેન્ડ મોહમ્મદ ફૈજુલ ખાન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

Medical Student Suicide : સુસાઇડ નોટમાં અનેક ખુલાસા

મૃતક સ્તુતિ નવી મુંબઈની ડેન્ટલ કોલેજમાં એમડીએસ (MDS)નો અભ્યાસ કરતી હતી. સુસાઇડ નોટમાં તેણે જણાવ્યું છે કે તેનો બોયફ્રેન્ડ ફૈજુલ તેના ચારિત્ર્ય પર શંકા (Character Assassination) કરતો હતો અને સતત માનસિક ત્રાસ (Mental Harassment) આપતો હતો. સ્તુતિએ લખ્યું છે કે ફૈજુલ ડેટિંગ સાઇટ્સ પર સક્રિય હોવા છતાં તે તેના પ્રેમમાં પાગલ હતી, પરંતુ સમય જતાં વિવાદો વધતા ગયા હતા.

Advertisement

Advertisement

શ્રદ્ધા વાલ્કર હત્યા કેસનો સંદર્ભ

આ સુસાઇડ નોટમાં સૌથી ચોંકાવનારી બાબત શ્રદ્ધા વાલ્કર હત્યા કેસ (Shraddha Walkar Murder Case)નો ઉલ્લેખ છે. સ્તુતિએ લખ્યું છે કે તેના મિત્રો તેને વારંવાર ચેતવણી આપતા હતા કે, "જો તારો મૃતદેહ ફ્રીજમાં જોવા મળશે તો અમને ગમશે નહીં." સ્તુતિએ નિરાશા સાથે લખ્યું કે, "મને લાગતું હતું કે બધા આવા નથી હોતા, પણ મારા મિત્રો સાચા હતા."

પોલીસ કાર્યવાહી અને તપાસ

એન્ટોપ હિલ પોલીસે (Antop Hill Police) આ મામલે તપાસ તેજ કરી છે. આરોપી બોયફ્રેન્ડ મોહમ્મદ ફૈજુલ ખાન વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી (Abetment of Suicide) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલમાં પરિવાર અને મિત્રોના નિવેદનો નોંધી રહી છે અને આત્મહત્યા પાછળના અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Mumbai News : મહિલા કર્મચારીઓને મોટી ભેટ,DYCM સુનેત્રા પવારે 'વહેલા આવો-વહેલા જાઓ' સુવિધાની કરી જાહેરાત

Tags :
Advertisement

.

×