Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Medicines Price Hike: આજથી 900થી વધુ જરૂરી દવાઓની કિંમતમાં વધારો-કેન્દ્રીય રાજ્ય મંત્રી અનુપ્રિયા

લોકસભામાં કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે 900 થી વધુ આવશ્યક દવાઓના ભાવમાં વધારા અંગે લેખિતમાં ખુલાસો કર્યો છે. વાંચો વિગતવાર.
medicines price hike  આજથી 900થી વધુ જરૂરી દવાઓની કિંમતમાં વધારો કેન્દ્રીય રાજ્ય મંત્રી અનુપ્રિયા
Advertisement
  • 1 એપ્રિલથી 900થી વધુ જરૂરી દવાઓના ભાવ વધ્યા
  • કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે લેખિતમાં ખુલાસો કર્યો છે.
  • NPPAએ 900 થી વધુ જરૂરી દવાઓના ભાવમાં 1.74 ટકા સુધીનો ભાવ વધારો જાહેર કર્યો છે

New Delhi: આજથી નાણાકીય વર્ષ 2025-26 શરૂ થઈ ગયું છે. જો કે નાણાકીય વર્ષના પહેલા દિવસે જ 900થી વધુ રોજિંદી વપરાશની જરૂરી દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. લોકસભામાં કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે 900 થી વધુ આવશ્યક દવાઓના ભાવમાં વધારા અંગે લેખિતમાં ખુલાસો કર્યો છે.

NPPAએ 1.74 ટકાનો વધારો કર્યો

નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA)એ 900 થી વધુ જરૂરી દવાઓના ભાવમાં 1.74 ટકા સુધીનો ભાવ વધારો જાહેર કર્યો છે. વધેલી કિંમતોવાળી આ દવાઓની યાદીમાં હેવી ઈન્ફેક્શન, હાર્ટ ડીસીઝ, ડાયાબિટીસ વગેરે રોગોની દવાઓનો સમાવેશ થાય છે.

Advertisement

લોકસભામાં કેન્દ્રીય મંત્રીનો લેખિત ખુલાસો

900 થી વધુ જરૂરી દવાઓના ભાવમાં 1.74 ટકા સુધીનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ માહિતી લોકસભામાં કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે લેખિતમાં રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, ડ્રગ્સ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડર, 2013 (DPCO, 2013)ની જોગવાઈઓ અનુસાર, તમામ શિડ્યુલ્ડ દવાઓના ભાવ દર વર્ષે જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)ના આધારે વધારવામાં આવે છે. WPIમાં વાર્ષિક ફેરફારના આધારે 1 એપ્રિલ, 2024 ના રોજ નાણાકીય વર્ષ 2024-25 માટે શિડ્યુલ્ડ દવાઓના ભાવમાં 0.00551 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, NPPA એ DPCOના પેરા 2(1)(u)ની જોગવાઈ અનુસાર દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા છે.

Advertisement

આ પણ વાંચોઃ  IMD Alert : આ વર્ષે ઉનાળાની ગરમી ભુક્કા કાઢશે! તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના

કઈ દવાઓના વધ્યા ભાવ?

એન્ટિબાયોટિક એઝિથ્રોમાસીનના 250 મિલિગ્રામ અને 500 મિલિગ્રામની કિંમત અનુક્રમે 11.87 રૂપિયા અને 23.98 રૂપિયા પ્રતિ ટેબ્લેટ નક્કી કરવામાં આવી છે. એમોક્સિસિલિન અને ક્લેવ્યુલેનિક એસિડ ધરાવતા ડ્રાય સીરપની કિંમત 2.09 રૂપિયા પ્રતિ મિલી નક્કી કરવામાં આવી છે. ડાયક્લોફેનાક (પેઈન કિલર)ની મહત્તમ કિંમત પ્રતિ ટેબ્લેટ રૂ. 2.09 નક્કી કરવામાં આવી છે. અન્ય પેઈન કિલર ઈબ્રુપ્રોફેન 200 મિલિગ્રામ 0.72 રૂપિયા પ્રતિ ટેબ્લેટ અને 400 મિલિગ્રામ 1.22 રૂપિયા પ્રતિ ટેબ્લેટ જેટલો વધારો કરવામાં આવ્યો છે.

ડાયાબિટીસ સહિત અન્ય દવાઓની કિંમતમાં પણ વધારો

ડાયાબિટીસની દવાઓ (ડેપાગ્લિફ્લોઝિન + મેટફોર્મિન + હાઈડ્રોક્લોરાઇડ + ગ્લિમેપીરાઈડ)ની કિંમત પ્રતિ ટેબ્લેટ લગભગ 12.74 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એસાયક્લોવીર (એન્ટિવાયરલ) 200 મિલિગ્રામ પ્રતિ ટેબ્લેટ 7.74 રૂપિયા, 400 મિલિગ્રામ પ્રતિ ટેબ્લેટ 13.90 રૂપિયા અને હાઈડ્રોક્સીક્લોરોક્વિન જે મલેરિયા વિરોધી અગ્રણી દવા છે તેની કિંમતમાં 200 મિલિગ્રામમાં 6.47 રૂપિયા પ્રતિ ટેબ્લેટ, 400 મિલિગ્રામમાં 14.04 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Punjab : દુષ્કર્મના આરોપી પાદરી બજિંદર સિંહને આજીવન કેદની સજા, મોહાલી કોર્ટનો મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×