India-China : ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને વિદેશ મંત્રી એસ.જયશંકર વચ્ચે મુલાકાત
- ચીનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે (India-China)
- દિલ્હી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાયું
- બંને નેતાઓએ સરહદ વિવાદને લઈ ચર્ચા કરી
India-China : ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારત (India-China)પહોંચ્યા. દિલ્હી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેવો NSA અજિત ડોભાલના આમંત્રણ પર બે દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. ચીનના વિદેશ મંત્રીએ તેમના સમકક્ષ ડૉ.એસ.જયશંકરને મળ્યા.આ દરમિયાન બંને નેતાઓએ સરહદ વિવાદને લઈને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી.
બન્ને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વીપક્ષીય સંબંધો પર ચર્ચા થઇ (India-China)
ચીનના વિદેશ મંત્રી વાંગ યી બે દિવસની ભારત યાત્રાએ દિલ્હી પહોંચ્યા છે. બન્ને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વીપક્ષીય સંબંધો પર ચર્ચા થઇ હતી. વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યુ હતુ કે, તેમની પ્રાથમિકતા આંતકવાદને મૂળમાંથી ખત્મ કરવાનો છે. બન્ને દેશ સાથે મળીને કામ કરશે તો ચિંતાનો માહોલ થોડો ઓછો થશે.
મતભેદ વિવાદનું સ્વરૂપ ધારણ ન કરે: જયશંકર
એસ. જયશંકરે કહ્યું કે, 'ચીન અને ભારત વચ્ચેના સંબંધો મુશ્કેલ સમયમાંથી પસાર થયા અને હવે બંને દેશોની સમજણથી તેને યોગ્ય બનાવવાનો પ્રયાસ શરૂ છે. બંને દેશ વચ્ચે એક સ્પષ્ટ અને રચનાત્મક દ્રષ્ટિકોણની આવશ્યકતા છે. આ પ્રયાસમાં એકબીજાનું સમ્માન, સંવેદનશીલતા અને પારસ્પરિક હિતને ધ્યાનમાં રાખવું જોઈએ. તેમજ એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે, મતભેદ વિવાદનું સ્વરૂપ ધારણ ન કરે અને પ્રતિસ્પર્ધા સંઘર્ષમાં પરિવર્તિત ન થાય.'
અજીત ડોભાલ સાથે બોર્ડર સંબંધિત મુદ્દા પર ચર્ચા કરશો
ચીન અને ભારતના સંબંધોને લઈને જયશંકરે કહ્યું કે, 'બંને દેશ વચ્ચેના સંબંધોમાં સકારાત્મક ગતિ ત્યારે જ આવી શકે છે, જ્યારે બોર્ડર પર શાંતિ રહે. તમે અમારા વિશેષ પ્રતિનિધિ એનએસએ અજીત ડોભાલ સાથે બોર્ડર સંબંધિત મુદ્દા પર ચર્ચા કરશો. તેમજ એ પણ જરૂરી છે કે, બંને દેશ વચ્ચેનો તણાવ ઓછો કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવે.'
આ પણ વાંચો -odisha : ભૂતપૂર્વ CM નવીન પટનાયકની અચાનક તબિયત લથડી
ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં નવો વળાંક (India-China)
પોતાની મુલાકાત દરમિયાન વાંગ યી 19 ઓગસ્ટના રોજ પીએ મોદી સાથે પણ મુલાકાત કરશે. ભારત અને ચીન વચ્ચેના સંબંધો સામાન્ય થઈ રહ્યા છે તે વચ્ચે પીએમ મોદી ચીનના વિદેશ મંત્રીને મળવાના છે. ભારત અને ચીન વચ્ચેના LAC વિવાદ પછી, બાલીમાં આયોજિત G20 સંમેલનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે હાથ મિલાવ્યા હતા. પરંતુ ભારત અને ચીનના ટોચના નેતાઓ વચ્ચે મુલાકાત અને દ્વિપક્ષીય વાટાઘાટો ગયા વર્ષે કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન શરૂ થઈ હતી. ભારતની મુલાકાત દરમિયાન બીજા દેશના વિદેશ મંત્રીને પીએમ મોદીને મળવાની તક મળે તે ખૂબ જ દુર્લભ છે.
આ પણ વાંચો -Modi-Putin Call : ટ્રમ્પ સાથે મુલાકાત બાદ પુતિને PM મોદીને લગાવ્યો ફોન, જાણો શું થઈ વાતચીત
અજિત ડોભાલ અને પીએમ મોદી સાથે પણ મુલાકાત
ચીનના વિદેશ મંત્રી વાંગ યી તેમની ભારત મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ભારત-ચીન વિશેષ પ્રતિનિધિ સ્તરની સરહદ વાટાઘાટોના 24માં રાઉન્ડમાં ભાગ લેશે. છેલ્લી વાટાઘાટો ડિસેમ્બર 2024માં બેઇજિંગમાં થઈ હતી. વર્ષ 2020ના ગાલવાન સંઘર્ષ પછી ચીનના વિદેશ મંત્રીની આ બીજી ભારત મુલાકાત છે. આ પહેલા તેઓ માર્ચ 2022માં ભારત આવ્યા હતા. વર્ષ 2024ના ઓક્ટોબરથી બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવા માટે પ્રક્રિયાના ભાગ રૂપે, ઘણા વર્ષો બાદ આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા પણ શરૂ થઈ હતી.