Delhi NCR માં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની પધરામણી!
- દિલ્હી અને NCRમાં લોકોને ગરમીથી મોટી રાહત મળી
- દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં વરસાદની એન્ટ્રી
- વરસાદને કારણે હવામાન ખુશનુમા બન્યું
Delhi Rains : શનિવારે બપોરે દિલ્હી અને NCRમાં લોકોને ભેજવાળી ગરમીથી મોટી રાહત મળી છે. સવારથી જ લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા હતા. પરંતુ બપોર પછી અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને(Delhi Rains) વરસાદ શરૂ થઇ ગયો. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદ જેવા શહેરોમાં વરસાદને કારણે હવામાન ખુશનુમા બન્યું છે.
વરસાદને કારણે હવામાન બદલાયું
મળતી માહિતી અનુસાર દિલ્હીના IGI એરપોર્ટ અને RK પુરમમાં બપોરે ભારે વરસાદને કારણે હવામાન બદલાઈ ગયું છે. ફરીદાબાદમાં પણ શનિવારે બપોરે ભારે વરસાદને કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી. ટુ-વ્હીલર ચાલકો વરસાદનો આનંદ માણતા જોવા મળ્યા.
#WATCH | Delhi: Rain lashes parts of the national capital
Visuals from IGI Airport pic.twitter.com/wrKClKIGnP
— ANI (@ANI) June 28, 2025
આ પણ વાંચો -jagdeep dhankhar : RSS દ્વારા બંધારણની પ્રસ્તાવના સુધારણાની ડિમાન્ડ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ ધનખડનું નિવેદન
ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
મહત્વનું છે કે દિલ્હીમાં ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તાપમાન 39 ડિગ્રીની ઉપર પહોંચી ગયુ હતું જો કે હાલમાં હવામાન વિભાગે શનિવારથી યલો એલર્ટ આપી દીધુ છે. સાથે જ આશા છે કે સાંજે દિલ્હીમાં સામાન્ય વરસાદ થશે.
આ પણ વાંચો - Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી, જાણો કયાં વરસાદ બોલાવશે ભૂક્કા
લઘુત્તમ તાપમાન 29.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
નવી દિલ્હીના પ્રાદેશિક હવામાન કેન્દ્ર અનુસાર, શુક્રવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 29.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આખા અઠવાડિયા દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. વરસાદને કારણે દિલ્હીવાસીઓને ગરમીથી રાહત મળતી રહેશે.


