Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપની હાર અંગે માર્ક ઝુકરબર્ગની ટિપ્પણી બદલ મેટાએ માફી માંગી, કહ્યું, ભારત મેટા માટે અતિ મહત્વપૂર્ણ દેશ

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં જણાવ્યું હતું કે, 2024નું વર્ષ વિશ્વ માટે ઉથલપાથલથી ભરેલું હતું અને કોવિડ પછી યોજાયેલી ચૂંટણીઓમાં ભારત સહિત ઘણા દેશોની સરકારો પડી ગઈ હતી.
ભાજપની હાર અંગે માર્ક ઝુકરબર્ગની ટિપ્પણી બદલ મેટાએ માફી માંગી  કહ્યું  ભારત મેટા માટે અતિ મહત્વપૂર્ણ દેશ
Advertisement
  • માર્ક ઝુકરબર્ગેના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો
  • માર્ક ઝુકરબર્ગેનો દાવો હકીકતમાં ખોટો હતો
  • ઝુકરબર્ગની ટિપ્પણી બદલ મેટાએ માફી માંગી

Mark Zuckerberg Apology: મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં જણાવ્યું હતું કે, 2024નું વર્ષ વિશ્વ માટે ઉથલપાથલથી ભરેલું હતું અને કોવિડ પછી યોજાયેલી ચૂંટણીઓમાં ભારત સહિત ઘણા દેશોની સરકારો પડી ગઈ હતી. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો કારણ કે આ દાવો હકીકતમાં ખોટો હતો.

ભારત મેટા માટે અતિ મહત્વપૂર્ણ દેશ

આ મુદ્દે, મેટા ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ શિવનાથ ઠુકરાલે માર્ક ઝુકરબર્ગ દ્વારા આપવામાં આવેલા નિવેદન બદલ માફી માંગી છે. તેમણે ટ્વીટ કર્યું કે, ભારત મેટા માટે અતિ મહત્વપૂર્ણ દેશ છે. આ અજાણતા થયેલી ભૂલ માટે અમે માફી માંગીએ છીએ.

Advertisement

Advertisement

આ પણ વાંચો : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રન્ટલાઈન વૉરશિપ INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર દેશને સમર્પિત કર્યા

નિશિકાંત દુબેનો પ્રતિભાવ

ભાજપના સાંસદ નિશિકાંત દુબે, જે આઇટી સંસદીય પેનલના વડા છે. તેમણે મેટા ઇન્ડિયાની માફીને ભારતના સામાન્ય નાગરિકોની જીત ગણાવી. તેમણે કહ્યું કે, આ માફી ભારતીય સંસદ અને સરકારમાં જનતાના વિશ્વાસની પુષ્ટિ છે. દુબેએ વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અન્ય બાબતો પર પણ સમન્સ પાઠવવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રતિક્રિયા

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ માર્ક ઝુકરબર્ગની ટિપ્પણીને ખોટી ગણાવી અને કહ્યું કે, ભારતના લોકોએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો છે. વૈષ્ણવે એ હકીકત રજૂ કરી કે, ઝુકરબર્ગનો દાવો ખોટો હતો અને ભારતના નાગરિકોએ મહામારી પછી પણ વર્તમાન સરકારમાં વિશ્વાસ જાળવી રાખ્યો છે.

આ પણ વાંચો : ભારતના ત્રિદેવથી સમુદ્રમાં થથરશે દુશ્મનો, પીએમ મોદીએ કહ્યું મેક ઇન ઇન્ડિયા માટે મોટો દિવસ

Tags :
Advertisement

.

×