ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mig-21: 62 વર્ષ બાદ થશે રિટાયર,ભારતીય વાયુસેના માટે એક યુગનો આવશે અંત

19 સપ્ટેમ્બરે ભારતીય વાયુસેનાનું મિગ 21 અલવિદા કહેશે  23 સ્ક્વોડ્રન એક ખાસ કાર્યક્રમ યોજીને આ પ્લેનને વિદાય આપશે 1963માં પહેલીવાર મિગ 21 ભારતીય વાયુસેનામાં સામેલ થયુ. Indian Air Force : 19 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતીય વાયુસેનાનું (Indian Air Forc)સૌથી...
05:11 PM Jul 22, 2025 IST | Hiren Dave
19 સપ્ટેમ્બરે ભારતીય વાયુસેનાનું મિગ 21 અલવિદા કહેશે  23 સ્ક્વોડ્રન એક ખાસ કાર્યક્રમ યોજીને આ પ્લેનને વિદાય આપશે 1963માં પહેલીવાર મિગ 21 ભારતીય વાયુસેનામાં સામેલ થયુ. Indian Air Force : 19 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતીય વાયુસેનાનું (Indian Air Forc)સૌથી...
Mig-21 fighter jet

Indian Air Force : 19 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતીય વાયુસેનાનું (Indian Air Forc)સૌથી જૂનુ અને ઐતિહાસિક મિગ 21ને (Mig-21)અલવિદા કહી રહ્યું છે. 23 સ્ક્વોડ્રન એક ખાસ કાર્યક્રમ યોજીને આ પ્લેનને વિદાય આપશે. 1963માં પહેલીવાર મિગ 21 ભારતીય વાયુસેનામાં સામેલ થયુ. જે ભારતનું પ્રથમ સુપર સોનિક જેટ હતું. જેનાથી 62 વર્ષમાં દેશની વાયુસેનાની તાકાતને મજબૂત કરી. હવે તેના રિટાયરમેન્ટથી વાયુસેનાની તાકાત 29 સ્કવોડ્રન સુધી જ સિમિત રહેશે જે 1965ના યુદ્ધના સમય કરતા પણ ઓછી છે. પરંતુ તેની કેમ વિદાય કરવામાં આવી આવો જાણીએ..

હવે માત્ર 2જ સ્કોવોડ્રેન

ભારતીય વાયુસેનાએ 2025 સુધીમાં બધા મિગ-21 વિમાનોને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. પહેલા તેની પાસે ચાર સ્ક્વોડ્રન હતા, પરંતુ હવે ફક્ત બે જ વધ્યા છે.

મિગ-21ની છેલ્લી ઉડાનને ચિહ્નિત કરશે

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022-23માં નંબર 4 સ્ક્વોડ્રન (યુરિયલ્સ) અને નંબર 51 સ્ક્વોડ્રન (તલવારબાજી) નિવૃત્ત થયા હતા. હવે બાકીના 26-31 મિગ-21 બાયસોન 2025ના અંત સુધીમાં નિવૃત્ત થશે. ચંદીગઢમાં 23 સ્ક્વોડ્રનનો સમારોહ મિગ-21ની છેલ્લી ઉડાનને ચિહ્નિત કરશે.

આ પણ  વાંચો -supreme court : કાવડ યાત્રા રૂટ પર દુકાનદારોના QR કોડ મામલે SC નો મોટો નિર્ણય

મિગ 21એ ભારતનું પ્રથમ સુપરસોનિક જેટ હતું

મહત્વનું છે કે મિગ 21એ ભારતનું પ્રથમ સુપરસોનિક જેટ હતું. એટલે કે તે ધ્વનિની ગતિ કરતા પણ સ્પીડમાં ઉડતું હતું. તે સમયે આ વિમાન ભારતની વાયુ સેનાની તાકાતનું પ્રતિક હતું. ભારત પાસે 874 મિગ -21 પ્લેન વાયુસેનામાં સામેલ કરાયા છે જેમાંથી 600 તો ભારતમાં જ HAL દ્વારા બનાવવામાં આવ્યા છે.

આ પણ  વાંચો -PM Modi : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા

કેમ થઇ રહ્યુ છે નિવૃત્ત ?

ભારતને ક્યારે મળશે તેજસ Mk1A ?

મળતી માહિતી મુજબ તેજસને મિગ-21 સાથે રિપ્લેસ કરવાની યોજના હતી. પરંતુ તેજસ ફાઇટર પ્લેન વિવિધ કારણોસર ભારતને મળી રહ્યું નથી.
પહેલુ તો એ કે તેનું જે એન્જિન છે તે અમેરિકાથી આવે છે. સપ્લાય ચેનમાં મુશ્કેલીને કારણે તેની ડિલીવરી 2024 માર્ચમાં થવાની હતી તેને બદલે માત્ર 2025 માર્ચમાં થઇ. ત્યારે આશા છે કે માર્ચ 2026 સુધી દર મહિને 2 એન્જિન મળે.

બીજુ કારણ એ કે તેજસ Mk1A તૈયાર છે પરંતુ એન્જિન ન હોવાને કારણે તેનું પ્રોડક્શન થયુ નથી.AL એ બેંગલુરુમાં 16 અને નાસિકમાં 24 વિમાનો માટે ઉત્પાદન લાઇન શરૂ કરી છે.ત્રીજુ કારણ એ છે કે તેજસ Mk1A માં નવી સિસ્ટમો (જેમ કે AESA રડાર, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ) ઉમેરવામાં આવી હતી, જેના પરીક્ષણમાં સમય લાગ્યો. પ્રથમ ઉડાન માર્ચ 2024 માં હતી.

Tags :
AirForcefighter jetsIndian Air ForceMIG 21Mig-21 fighter jetMK1A
Next Article