Jammu and Kashmir માં સેનાની ટ્રક પલટી, 2 જવાન શહીદ અને 4 ઘાયલ
- Jammu and Kashmir ના બાંદીપોરામાં અકસ્માત
- સેનાની ટ્રક પલટી જતા 2 જવાન શહીદ અને 4 ઘાયલ
- ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરાયા
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના બાંદીપોરામાં શનિવારે સેનાની એક ટ્રક પહાડીથી નીચે પલટી ગઈ છે. આ અકસ્માતમાં 2 જવાન શહીદ અને 4 ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, 'સૈનિકોને લઈને જઈ રહેલી સેનાની ટ્રકને બાંદીપોરાના સદર કૂટ પાઈન વિસ્તાર પાસે અકસ્માત નડ્યો જ્યારે ડ્રાઈવરે વળાંક પર કાબૂ ગુમાવ્યો. ટ્રક પહાડી પરથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં 2 જવાન શહીદ અને 4 ઘાયલ થયા છે, કેટલાકની હાલત ગંભીર છે, તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે હાજર છે.
અગાઉ 24 ડિસેમ્બરના રોજ, સેનાનું એક વાહન રસ્તા પરથી લપસી ગયું હતું અને પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LAC) નજીક 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 5 જવાનોના મોત થયા હતા અને ડ્રાઈવર સહિત 5 અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સેનાએ આ માર્ગ અકસ્માત અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, '2.5 ટન વજનનું વાહન, જે છ વાહનોના કાફલાનો ભાગ હતું, તે પૂંછ નજીક ઓપરેશનલ ટ્રેક પર જતા સમયે રસ્તા પરથી ઉતરી ગયું અને ખાડામાં પડી ગયું.'
આ પણ વાંચો : Hisar : હાઈવે પર ધુમ્મસને લીધે ભયાનક અકસ્માત, બે કાર પર પલટી ટ્રક, 2 ના મોત