Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mira Road Knife Attack : “પહેલા કલમા પઢો, નહીં તો...” મીરા રોડમાં ગાર્ડ્સ પર છરીના ઘા ઝીંકાયા!

Mira Road Knife Attack : પહેલગામ ઘટનાને હજી એક વર્ષ હવે પૂર્ણ થયું છે. ત્યાં મહારાષ્ટ્રના મીરા રોડ વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે. મુંબઈના મીરા રોડ (Mira Road) વિસ્તારમાં આવેલા નયા નગરમાં રવિવારે વહેલી સવારે સુરક્ષાકર્મીઓ પર થયેલા જીવલેણ હુમલાએ ચકચાર મચાવી છે.
mira road knife attack   “પહેલા કલમા પઢો  નહીં તો   ” મીરા રોડમાં ગાર્ડ્સ પર છરીના ઘા ઝીંકાયા
Advertisement
  • Mira Road Knife Attack : મીરા રોડ પર નામ અને ધર્મ પૂછીને બે ગાર્ડ્સને પર છરી વડે હુમલો
  • આરોપી ઝુબેર અંસારીએ ગાર્ડ્સને 'કલમા' પઢવા મજબૂર કર્યા, ના પાડતા જ જીવલેણ હુમલો કર્યો
  • આરોપી પાસેથી મળી ચોંકાવનારી ચિઠ્ઠી; ISIS, જેહાદ અને 'લોન વુલ્ફ એટેક'નો કરાયો હતો ઉલ્લેખ
  • ઘટનાની ગંભીરતા જોતા મુંબઈ ATS એ સંભાળી તપાસ, આતંકી કનેક્શન હોવાની આશંકા
  • હુમલાખોર ઝુબેરના મોબાઈલ અને ડિજિટલ રેકોર્ડની તપાસ, કોઈના સંપર્કમાં હતો કે કેમ તેની પૂછપરછ

Mira Road Knife Attack : પહેલગામ ઘટનાને હજી એક વર્ષ હવે પૂર્ણ થયું છે. ત્યાં મહારાષ્ટ્રના મીરા રોડ વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે. મુંબઈના મીરા રોડ (Mira Road) વિસ્તારમાં આવેલા નયા નગર (Naya Nagar) માં રવિવારે વહેલી સવારે સુરક્ષાકર્મીઓ પર થયેલા જીવલેણ હુમલાએ ચકચાર મચાવી છે. આ ઘટનાની ગંભીરતાને જોતા હવે તપાસ મુંબઈ એટીએસ (Mumbai ATS)ને સોંપવામાં આવી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ હુમલો કોઈ મોટી સાજિશના ભાગરૂપે ‘લોન વુલ્ફ એટેક’ (Lone Wolf Attack) હોઈ શકે છે.

Mira Road Knife Attack :  શું હતી સમગ્ર ઘટના?

ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે આશરે 4 વાગ્યે, એક નિર્માણાધીન ઇમારતમાં સુરક્ષા ગાર્ડ રાજકુમાર મિશ્રા અને સુબ્રતો સેન ફરજ પર હતા. આ દરમિયાન આરોપી ઝુબેર અંસારી (Zubair Ansari) તેમની પાસે આવ્યો અને તેમના નામ તથા ધર્મ પૂછ્યા હતા. ત્યારબાદ આરોપીએ તેમને ‘કલમા’ પઢવા માટે દબાણ કર્યું હતું. જ્યારે ગાર્ડસે ના પાડી, ત્યારે ઝુબેર અંસારીએ તીક્ષ્ણ છરી વડે તેમના પર આડેધડ હુમલો કરી દીધો હતો. હાલ બંને ગાર્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આરોપી પાસેથી મળી ચોંકાવનારી નોટ્સ

પ્રાપ્તથતી માહિતી અનુસાર ધરપકડ કરાયેલો 31 વર્ષીય આરોપી ઝુબેર અંસારી પાસેથી પોલીસને કેટલીક વાંધાજનક ચિઠ્ઠીઓ મળી આવી છે. આ નોટ્સમાં ISIS, લોન વુલ્ફ (Lone Wolf), જેહાદ (Jihad) અને ગાઝા (Gaza) જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક નોટમાં એવું પણ લખ્યું હતું કે, "લોન વુલ્ફ તમારા પર હુમલો કરશે... હવે અસલી જેહાદ જોવા મળશે." આ પુરાવાઓને આધારે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

Advertisement

ATS કરી રહી છે ઊંડી તપાસ

મુંબઈ ATS ના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીની ભૂતકાળની પ્રવૃત્તિઓ અને તેની પાસેથી મળેલી સામગ્રી શંકાસ્પદ હોવાથી કેસની તપાસ હાથમાં લેવામાં આવી છે. ATS દ્વારા આરોપીનો મોબાઈલ ફોન, બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને સોશિયલ મીડિયા પ્રોફાઈલની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ તે કોઈ વિદેશી હેન્ડલર કે આતંકી સંગઠનના સંપર્કમાં હતો કે કેમ ? તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપ્યો આરોપી

ઉલ્લેખનીય છે કે નયાનગર પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઘટના બાદ મીરા રોડ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. એજન્સીઓ એ પણ તપાસી રહી છે કે શું આરોપી કોઈ રીતે રેડિકલાઈઝ (Radicalized) થયેલો હતો.

આ પણ વાંચો : Pakistan Afghanistan Conflict : કુનાર પ્રાંતની યુનિવર્સિટી પર મિસાઈલ હુમલો, 7ના મોત અને 85 ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×