Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mumbai Mira Road પર ધર્મ પૂછીને છરી મારનાર ઝૈબ અંસારીનું ISIS કનેક્શન?, ઘરેથી મળ્યું ચોંકાવનારું લખાણ

મુંબઈના મીરા રોડ વિસ્તારમાં સુરક્ષા ગાર્ડ્સ પર થયેલા જીવલેણ હુમલા બાદ તપાસમાં ચોંકાવનારા વળાંકો આવ્યા છે. હુમલાખોરના નિવાસસ્થાનેથી કટ્ટરપંથી વિચારધારા ફેલાવતા પોસ્ટર્સ અને વાંધાજનક સાહિત્ય મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. અમેરિકાથી પરત ફરેલા આ યુવકના આતંકી સંગઠનો સાથેના સંભવિત જોડાણ અને ઓનલાઈન રેડિકલાઈઝેશનના પાસાઓ પર હવે એટીએસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
mumbai mira road પર ધર્મ પૂછીને છરી મારનાર ઝૈબ અંસારીનું isis કનેક્શન   ઘરેથી મળ્યું ચોંકાવનારું લખાણ
Advertisement
  • Mumbai Mira Road ના હુમલાખોર ઝૈબ અંસારીના ઘરે ATS ના દરોડા
  • તપાસ દરમિયાન 'ISIS' અને 'જેહાદ' લખેલી વાંધાજનક નોટ્સ મળી
  • આરોપીના ઘરેથી કુરાનની આયાતો ધરાવતા કટ્ટરપંથી પોસ્ટર્સ જપ્ત
  • સુરક્ષા ગાર્ડ્સ પાસે કલમા પઢાવીને છરીના ઘા ઝીંક્યા હોવાનો ખુલાસો
  • અમેરિકાથી પરત ફરેલો આરોપી ઓનલાઈન રેડિકલાઈઝ થયો હોવાની આશંકા

Mumbai Mira Road માં ગાર્ડ્સ પર હુમલો કરનાર આરોપીના ઘરેથી ISIS અને જેહાદી સાહિત્ય મળ્યું છે. ATS તપાસમાં Lone Wolf Attack ના પુરાવા સામે આવ્યા છે. મુંબઈના મીરા રોડ વિસ્તારમાં બનેલી હિંસક ઘટનામાં હવે નવા ખુલાસા થયા છે. સુરક્ષા ગાર્ડ્સ પર હુમલો કરનાર આરોપી ઝૈબ ઝુબેર અંસારીના (Zaib Zubair Ansari) ઘરે તપાસ દરમિયાન પોલીસને વાંધાજનક પોસ્ટર્સ અને સાહિત્ય મળી આવ્યું છે. મહારાષ્ટ્ર એટીએસ (Maharashtra ATS) દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં કટ્ટરપંથી વિચારધારાના પુરાવા મળ્યા છે.

Mumbai Mira Road_GUJARAT 0

Advertisement

આરોપીના ઘરેથી મળ્યા ISIS અને જેહાદી દસ્તાવેજો

મીરા રોડના નયાનગર વિસ્તારમાં રહેતા આરોપીના ઘરની તલાશી લેતા પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. તેના ઘરેથી 'લોન વુલ્ફ એટેક' (Lone Wolf Attack), 'ISIS' અને 'જેહાદ' જેવા શબ્દો લખેલી નોટ્સ મળી આવી છે. આ ઉપરાંત, કુરાનની આયાતો સાથેના પોસ્ટર્સ પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ તે કટ્ટરપંથી વિચારો ફેલાવવા માટે કરતો હોવાની આશંકા છે. પોલીસ આ દસ્તાવેજોના ઊંડાણપૂર્વકના અર્થ અને તેના ઈરાદાઓની તપાસ કરી રહી છે.

Advertisement

Mumbai Mira Road_GUJARAT 01

આ પણ વાંચો---- Massive fire in Ghaziabad : રહેણાંક સોસાયટીમાં ભીષણ આગ, અનેક ફ્લેટ બળીને ખાખ

ધર્મ પૂછીને ગાર્ડ્સ પર છરી વડે કર્યો હતો હુમલો

ઘટનાની વિગત મુજબ, 31 વર્ષીય આરોપીએ બે સુરક્ષા ગાર્ડ્સને તેમનો ધર્મ પૂછ્યો હતો અને તેમને 'કલમા' (Kalma) પઢવા માટે દબાણ કર્યું હતું. ગાર્ડ્સ કલમા પઢી ન શકતા આરોપીએ ઉશ્કેરાઈને તેમના પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વર્ષ 2019-20 અમેરિકામાં (United States) રહ્યો હતો અને ત્યાંથી પરત આવ્યા બાદ તે ઓનલાઈન કટ્ટરપંથી વીડિયો (Online Radicalisation) જોતો હતો. હાલમાં આ કેસની તપાસ એટીએસ દ્વારા આતંકવાદી એંગલથી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો---- West Bengal Elections: EVM માં ખામી અને હિંસા વચ્ચે મતદાન, 2 યુવકની ધરપરડ

 

Tags :
Advertisement

.

×