Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

મિથુન ચક્રવર્તીનું નિવેદન: 'બંગાળને બાંગ્લાદેશ ન બનવા દો', કૉંગ્રેસ-લેફ્ટ ભભૂક્યા

પશ્ચિમ બંગાળમાં 2026માં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય તકરાર છેડાઈ ચુકી છે. ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ પશ્ચિમ બંગાળના મતદાતાઓને તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ મત આપવાની અપીલ કરી છે. તેની સાથે તેમણે કહ્યુ છે કે બંગાળને બાંગ્લાદેશ બનવા દેશો નહીં. આ નિવેદન બાદ રાજ્યમાં રાજકીય ખળભળાટની સ્થિતિ છે, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો મિથુન ચક્રવર્તી પર પલટવાર કર્યો છે
મિથુન ચક્રવર્તીનું નિવેદન   બંગાળને બાંગ્લાદેશ ન બનવા દો   કૉંગ્રેસ લેફ્ટ ભભૂક્યા
Advertisement

. પ. બંગાળને બાંગ્લાદેશ નહીં બનવા દેવાની અપીલ
. ભાજપના નેતા અને એક્ટર મિથુન ચક્રવર્તીની અપીલ
. મિથુન ચક્રવર્તી પર કૉંગ્રેસ અને લેફ્ટનો પલટવાર

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં 2026માં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય તકરાર છેડાઈ ચુકી છે. ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ પશ્ચિમ બંગાળના મતદાતાઓને તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ મત આપવાની અપીલ કરી છે. તેની સાથે તેમણે કહ્યુ છે કે બંગાળને બાંગ્લાદેશ બનવા દેશો નહીં. આ નિવેદન બાદ રાજ્યમાં રાજકીય ખળભળાટની સ્થિતિ છે, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો મિથુન ચક્રવર્તી પર પલટવાર કરીને રાજકીય ઘેરાબંધીમાં લાગેલા છે.

Advertisement

કૉંગ્રેસે સાધ્યું નિશાન

મિથુન ચક્રવર્તી પર પલટવાર કરતા કૉંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યુ છે કે મિથુન ચક્રવર્તીનું માનસિક સંતુલન ખતમ થઈ ચુક્યું છે. ભાજપે તેમને રાજ્યસભા, લોકસભાની બેઠક આપી નથી. માટે તેઓ માનસિક સંતુલન ગુમાવી બેઠેલા વ્યક્તિ તરીકે વાત કરી રહ્યા છે. દેશદ્રોહની વાત કરી રહ્યા છે, બંગ્લા ભાષીઓને બાંગ્લાદેશી કહેવાનું કામ કરી રહ્યા છે. બંગ્લા ભાષીઓમાં હિંદુ-મુસ્લિમ કરવાનું કામ કરી રહ્યા છે, આવા વ્યક્તિનું સ્થાન પાગલખાનામાં કે જેલમાં હોવું જોઈએ.

Advertisement

સીપીએમનો પલટવાર

મિથનન ચક્રવર્તીના નિવેદન પર સીપીએમના હન્નાન મોલ્લાહે કહ્યુ કે ગત 15 વર્ષથી ભાજપ અને મમતા બેનર્જી વચ્ચે ઘનિષ્ઠતા રહી છે, માટે તેઓ ખુલ્લેઆમ એકબીજાને લડાવશે, એકબીજાને ગાળો આપશે. પરંતુ તેમનો મુખ્ય હેતુ એ છે કે તેઓ મળીને લેફ્ટને ખતમ કરવા ચાહે છે.

મહત્વપૂર્ણ છે કે બાંગ્લાદેશમાં અરાજકતાની સ્થિતિ વચ્ચે સાત દિવસમાં બે હિંદુ યુવકોના મોબ લિંચિંગથી મોત નીપજ્યા છે. બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી-2026માં ચૂંટણીઓ છે. તો 2026માં જ પશ્ચિમ બંગાળમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

આ પણ વાંચો:Bangladesh violence: 2025 માં અત્યાર સુધીમાં 184 લોકો માર્યા ગયા!

Tags :
Advertisement

.

×