ધારાસભ્યએ મંત્રીની બહેન સાથે કરી ઠગાઇ, એક જ ગઠબંધનના બે બાહુબલી સામસામે
- બે વખત ધારાસભ્ય રહી ચુક્યો છે આરોપી
- ભાજપના જ મંત્રીની બહેન સાથે કરી ઠગાઇ
- ગાઝીપુરમાંથી ધારાસભ્ય હતા સુભાષ પાસી
લખનઉ : ગાઝીપુરના સૈદપુરથી બે વખત સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રહી ચુકેલા અને હાલમાં ભાજપની સાથે ગઠબંધમાં રહેલા નિષાદ પાર્ટી સાથે જોડાયેલી સુભાષ પાસી તથા તેની પત્ની રીના પાસીની ધરપકડ કરવામાં આવી છે.
બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે ધારાસભ્ય
ગાઝીપુરના સૈદપુરથી બે વખતના સમાજવાદી પાર્ટી ધારાસભ્ય રહી ચુકેલા અને હાલમાં ભાજપની સાથે ગઠબંધનમાં રહેલા નિષાદ પાર્ટી સાથે જોડાયેલા સુભાષ પાસી તથા તેની પત્ની રીનાપાસીની ધપકડ કરવામાં આવી છે. આ ધરપકડ હરદોઇ પોલીસે કરી છે. સુરેશ પાસી અને તેમની પત્ની પર ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી નિતિન અગ્રવાલની બહેનને ફ્લેટ આપવાના નામે 49 લાખ રૂપિયાની ઠગાઇનો આરોપ છે.
આ પણ વાંચો : Ahmedabad: અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું, મહાકુંભમાં જવા ગુજરાતીઓને આહવાન
યુપી સરકારમાં મંત્રી નિતિન અગ્રવાલની બહેને નોંધાવી ફરિયાદ
મળતી માહિતી અનુસાર યુપી સરકારના મંત્રી નિતિન અગ્રવાલની બહેન રુચી ગોયલની તરફથી સુભાષ પાસી અને તેમની પત્ની પર FIR દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે અંતે કોર્ટમાંથી સતત સુભાષ પાસીની વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ ઇશ્યું કરવામાં આવી રહ્યું હતું.
ધારાસભ્ય અને તેની પત્ની વિરુદ્ધ વોરન્ટ
આ મામલે સીજેએમ હરદોઇએ 9 જાન્યુઆરીએ સુભાષ પાસી અને તેની પત્ની રીના પાસીની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ પણ ઇશ્યું કર્યું હતું. ત્યાર બાદ હરદોઇ પોલીસે બંન્નેની ધરપકડ કરી લીધી અને કોર્ટમાં રજુ કર્યા.
આ પણ વાંચો : Ahmedabad: ખ્યાતિ હજી કેટલા નિર્દોષ લોકોનો જીવ લેશે? વધુ એક 72 વર્ષીય દર્દીનું મોત
સૈદપુર સીટથી ધારાસભ્ય રહી ચુક્યા છે સુભાષ પાસી
સુભાષ પાસી વર્ષ 2012 અને 2017 માં ગાઝીપુરના સૈદપુરા સીટથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રહી ચુક્યા છે. જો કે હાલમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની સાથે ગઠબંધનમાં રહેલી નિષાદ પાર્ટી સાથે તેઓ જોડાયેલા છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં સુભાષ પાસીને સમાજવાદી પાર્ટીને ટિકિટ આપી હતી પરંતુ તેમને પરાજયનો સામનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : Hyderabad : પૂર્વ ફૌઝીએ પહેલા કરી પત્નીની હત્યા, પછી શવના ટુકડા કરી કૂકરમાં બાફ્યાં