Naravane Book Controversy: પેંગ્વિન હાઉસને નોટિસ ફટકાર્યા બાદ તપાસ માટે પહોંચી દિલ્હી પોલીસ
- દિલ્હી પોલીસની ટીમે ગુરુગ્રામમાં પ્રકાશકની ઓફિસ પર પાડ્યા દરોડા (Naravane Book Controversy)
- સિક્રેટ્સ એક્ટ અને કોપીરાઈટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરાઈ
- "ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની" ના અંશો સોશિયલ મીડિયા પર લીક થયા હતા
- પોલીસે પ્રકાશકની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજો અને પુરાવા મેળવ્યા
ભારતના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે (General Manoj Mukund Naravane) દ્વારા લિખિત અપ્રકાશિત પુસ્તક "ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની" (Four Stars of Destiny) ને લઈને કાયદાકીય ગૂંચવણો વધી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે (Delhi Police Special Cell) આ મામલે સખત વલણ અપનાવતા જાણીતા પ્રકાશક પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયા (Penguin Random House India) ને નોટિસ ફટકાર્યા બાદ તુરંત તપાસ માટે પોલીસની ટુકડી મોકલી હતી.
Naravane Book Controvers : નોટિસ બાદ પ્રકાશકની ઓફિસ પર તપાસ
દિલ્હી પોલીસની એક વિશેષ ટીમે બુધવારે ગુરુગ્રામ સ્થિત પેંગ્વિન રેન્ડમ હાઉસની ઓફિસ પર ધામા નાખ્યા હતા. નોટિસ ફટકાર્યા બાદ પહોંચેલી આ ટીમે લગભગ અઢી કલાક સુધી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે અનેક મહત્વપૂર્ણ ફાઈલો અને દસ્તાવેજો કબજે કર્યા છે. આ કાર્યવાહી તે અહેવાલોને આધારે કરવામાં આવી છે જેમાં દાવો કરાયો હતો કે પુસ્તકની હસ્તપ્રત (Manuscript) પ્રકાશન પૂર્વે જ ગેરકાયદેસર રીતે લીક થઈ ગઈ છે.
Naravane Book Controversy : સિક્રેટ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ
આ કેસમાં દિલ્હી પોલીસે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ (Official Secrets Act) અને કોપીરાઈટ એક્ટ (Copyright Act) ની ગંભીર કલમો ઉમેરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી બાબતો હોવાની શક્યતા ધરાવતી આ હસ્તપ્રત ડિજિટલ પ્લેટફોર્મ પર કેવી રીતે પહોંચી. અધિકારીઓના મતે, પરવાનગી વગર પુસ્તકના અંશો સોશિયલ મીડિયા પર શેર કરવા એ સુરક્ષા પ્રોટોકોલનું ગંભીર ઉલ્લંઘન છે.
હસ્તપ્રત સુરક્ષામાં મોટી ચૂક?
સ્પેશિયલ સેલે પ્રકાશક પાસેથી એ મુદ્દે સ્પષ્ટતા માંગી છે કે આટલી સંવેદનશીલ હસ્તપ્રતની સુરક્ષામાં ચૂક કેવી રીતે થઈ? જનરલ નરવણેના સંસ્મરણોમાં આર્મી સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દાઓ હોઈ શકે છે, જેનું અકાળે લીક થવું ચિંતાનો વિષય છે. હાલમાં અજાણ્યા શખ્સો સામે એફઆઈઆર (FIR) નોંધી તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Rajpal Yadav Tihar Jail: છોટા રાજન અને નીરજ બાવાવાળી જેલમાં રાજપાલ યાદવ, નથી મળી રહી કોઈ VIP ટ્રીટમેન્ટ!


