Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

"મરાઠી બોલતા નથી આવડતું?" રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરો બેંકમાં ઘૂસી ગયા, જુઓ વીડિયો

મુંબઈમાં ફરી એકવાર ભાષાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. એક બેંકમાં લોનની પૂછપરછ કરવા ગયેલા રાજકીય પક્ષના કાર્યકરો અને મેનેજર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. જ્યારે સાહેબે કહ્યું કે "મને મરાઠી નથી આવડતી", ત્યારે મામલો બિચક્યો. વાત એટલી હદે વણસી કે હવે આંદોલન અને ટ્રાન્સફર સુધીની ચીમકી આપી દેવામાં આવી છે. શું છે આ વાયરલ વીડિયોનું સત્ય?
 મરાઠી બોલતા નથી આવડતું   રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરો બેંકમાં ઘૂસી ગયા  જુઓ વીડિયો
Advertisement
  • બેંક ઓફ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને હોબાળો (Marathi Language Controversy)
  • લોન ન મળતા MNS નેતાઓ પહોંચ્યા હતા બેંકમાં
  • અધિકારીએ હિન્દીમાં વાત કરવાનું કહેતા વિવાદ વકર્યો
  • મધ્યપ્રદેશના અધિકારીને ટ્રાન્સફર કરવાની આપી ચીમકી
  • આવતીકાલે બેંક બહાર આંદોલન કરવાની MNSની ચેતવણી

Marathi Language Controversy : મહારાષ્ટ્ર (Maharashtra) માં રાજ ઠાકરે (Raj Thackeray) ની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે એમએનએસ (MNS) ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં જોવા મળી છે. મુંબઈમાં મરાઠી ભાષા (Marathi Language) ના મુદ્દે MNS કાર્યકરોએ ફરી એકવાર દાદાગીરી શરૂ કરી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (MNS Threat Video) થઈ રહ્યો છે, જેમાં MNS ના નેતાઓ બેંકના એક અધિકારીને મરાઠીમાં વાત ન કરવા બદલ ધમકાવી રહ્યા છે.

Marathi Language Controversy : મરાઠી ભાષાને લઈને ફરી આક્રમક

આ ઘટના મુંબઈના માહિમ (Mahim) વિસ્તારમાં આવેલી 'બેંક ઓફ મહારાષ્ટ્ર' (Bank of Maharashtra) ની બ્રાન્ચમાં બની હતી. MNS નેતા અનીશ ખંડાગલે (Anish Khandagle) અને તેમના કાર્યકરો બેંકમાં ઘૂસી ગયા હતા અને બેંક અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ વિવાદનું મૂળ કારણ એક મરાઠી યુવકની લોન એપ્લિકેશન હતી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Viral Karbhar (@viralkarbhar)

Advertisement

Marathi Language Controversy : યુવકને જાણી જોઈને હેરાન કરાઈ રહ્યા હોવાનો આરોપ

આરોપ છે કે એક મરાઠી યુવક છેલ્લા એક મહિનાથી લોન (Bank Loan) માટે બેંકના ધક્કા ખાઈ રહ્યો હતો. જોકે, બેંક અધિકારી તેને લોન આપી રહ્યા ન હતા અને યોગ્ય રીતે વાત પણ કરતા ન હતા. કંટાળીને યુવકે MNS નેતાઓનો સંપર્ક કર્યો હતો. MNS કાર્યકરોનો દાવો છે કે બેંક અધિકારી પોતે બિન-મરાઠી (Non-Marathi) છે, તેથી તે મરાઠી યુવકને જાણીજોઈને હેરાન કરી રહ્યો છે.

લોન ન મળતા બેંકમાં બબાલ

જ્યારે MNS નેતાઓ બેંક પહોંચ્યા અને અધિકારી પર મરાઠીમાં વાત કરવા દબાણ કર્યું, ત્યારે અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે, "મને મરાઠી આવડતી નથી, કૃપા કરીને હિન્દીમાં વાત કરો (Speak in Hindi)." આ સાંભળીને કાર્યકરો ભડક્યા હતા. બેંક અધિકારીએ દલીલ કરી હતી કે "ક્યાંય લેખિતમાં છે કે મરાઠીમાં જ વાત કરવી જરૂરી છે?" આ સવાલ બાદ મામલો વધુ ગરમાયો હતો અને MNS કાર્યકરોએ અધિકારીને ઘેરી લીધો હતો.

બેંક અધિકારી મધ્યપ્રદેશના હોવાથી વિવાદ

જાણવા મળતી વિગત મુજબ, સંબંધિત બેંક અધિકારી મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના વતની છે. મરાઠી ભાષાના અપમાનનો આરોપ લગાવીને MNS કાર્યકરોએ બેંક મેનેજરને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ચીમકી આપી છે કે મરાઠીનો અનાદર કરનાર આ અધિકારીની તાત્કાલિક બદલી (Transfer) કરવામાં આવે. જો તેમ નહીં થાય, તો આવતીકાલે બપોરે 12 વાગ્યે બેંકની બહાર ઉગ્ર આંદોલન (Protest) કરવામાં આવશે. હાલ આ વીડિયો ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે.

આ પણ વાંચો : "બેસી જા, તું હજુ બાળક છે": જાણો નીતીશ કુમાર ભરી સભામાં તેજસ્વી યાદવ પર કેમ બગડ્યા?

Tags :
Advertisement

.

×