Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM હાઉસ પર ટોળાનો કબ્જો! ધાબળા,ટેબલ, ફર્નિચર ગાદલા સહિત અનેક વસ્તુની ચોરી

Bangladesh Violence : ઉગ્રભીડ પીએમ હાઉસના સ્ટોરમાં ઘુસી ગઇ હતી અને અહીં રાખેલા ભોજન તથા અન્ય વસ્તુઓ પણ ઉઠાવી ગયા હતા. બાંગ્લાદેશમાં અનેક સ્થળો પર આગચંપી જોવા મળી હતી. આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટના SC-ST પેટા અનામતના વિરોધમાં 21...
pm હાઉસ પર ટોળાનો કબ્જો  ધાબળા ટેબલ  ફર્નિચર ગાદલા સહિત અનેક વસ્તુની ચોરી
Advertisement

Bangladesh Violence : ઉગ્રભીડ પીએમ હાઉસના સ્ટોરમાં ઘુસી ગઇ હતી અને અહીં રાખેલા ભોજન તથા અન્ય વસ્તુઓ પણ ઉઠાવી ગયા હતા. બાંગ્લાદેશમાં અનેક સ્થળો પર આગચંપી જોવા મળી હતી.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટના SC-ST પેટા અનામતના વિરોધમાં 21 ઓગસ્ટે ભારત બંધ!

Advertisement

બાંગ્લાદેશના PM આવાસ પર ઉત્પાતીઓનો કબ્જો

બાંગ્લાદેશમાં સ્થિતિ દિવસેને દિવસે સતત વણસી રહી છે. વડાપ્રધાન શેખ હસીનાના ઘરમાં પણ ઉપદ્રવીઓ ઘુસી ચુક્યા છે. તેમની હરકતોના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયો અનુાર ઉગ્ર પ્રદર્શનકારીઓ પીએમ હાઉસમાં ઉત્પાત મચાવતા જોઇ શકાય છે. ગુસ્સે ભરાયેલી ભીડે ન માત્ર વડાપ્રધાન નિવાસમાં તોડફોડની પરંતુ અહીં મુકાયેલો સામાન પણ ઉઠાવીને ફરાર થઇ ગયા હતા.

Advertisement

વડાપ્રધાન આવાસમાં ઉત્પાત આર્મી બની મુક દર્શક

x પર વાયરલ થયેલા એકવ વીડિયોમાં ભીડ પહેલા વડાપ્રધાન આવાસમાં ઘુસી. ભારે બુમબરાડા પાડતો એક યુવક વડાપ્રધાનની ઓફીસ અને ત્યાર બાદ તેમના બેડરૂમ તરફ દોડે છે. ઉગ્ર ભીડના કેટલાક લોકો રસોડામાં રસોઇ બનાવતા પણ જોવા મળે છે. રસોડામાં જે કાંઇ પણ હોય તે ખાવા અને ઉઠાવવા લાગ્યા છે.

આ પણ વાંચો : 'મેરા અગલા ટાર્ગેટ મુકેશ અંબાણી' ધનાઢ્ય ઉદ્યોગપતિને મળી ધમકી

ધાબળા, ફર્નિચર અને જે હાથમાં આવ્યું તે લઇને ભીડ ફરાર

વીડિયોમાં દેખાઇ રહેલી ભીડમાંથી રસોડામાં શાકભાજીનો સામાન ઉઠાવ્યો. તેઓ ત્યાંથી અનેક રસોડાની પાસે સ્ટોરની તરફ વધ્યા. આ દરમિયાન ભીડને કપડા ભોજનનો સામાન, ધાબળા જે પણ સામાન દેખાય તે ઉઠાવવા લાગ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમયે સ્થિતિ બેકાબૂ છે. અનેક સ્થળો પર ઇમારતો તથા જાહેર સ્થળો પર આગ લાગી રહી છે.

Tags :
Advertisement

.

×