MOckdrill: ગુજરાતથી લઈને કાશ્મીર સુધી,પાક.ને અડીને આવેલા રાજ્યોમાં યોજાશે મોકડ્રિલ!
- ગુજરાતથી લઈને કાશ્મીર સુધી મોક ડ્રીલ આયોજન
- સરહદી વિસ્તારોમાં આયોજન કરાયું
- રકારના આદેશ મુજબ મોકડ્રિલ કરવામાં આવશે
MOckdrill: ગુરુવારે સાંજે પાકિસ્તાનને અડીને આવેલા રાજ્યોમાં એક મોક ડ્રીલ (MOckdrill)યોજાશે. આ મોક ડ્રીલ ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરમાં યોજાશે.આ સમય દરમિયાન, લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવશે.જણાવી દઈએ કે,આવતી કાલે એટલે કે,29 મેના રોજ સરકારના આદેશ મુજબ મોકડ્રિલ કરવામાં આવશે.સરકારે 4 રાજ્યો જેમાં જમ્મુ અને કાશ્મીર,પંજાબ, રાજસ્થાન અને ગુજરાત - માં મોક ડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે.આ 4 રાજ્યોની સરહદો પાકિસ્તાન સાથે જોડાયેલી છે.
પાકિસ્તાન વચ્ચે 3,300 કિલોમીટરથી વધુની સરહદ છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે 3,300 કિલોમીટરથી વધુની સરહદ છે. જમ્મુ અને કાશ્મીર સાથેની સરહદને નિયંત્રણ રેખા (LoC) કહેવામાં આવે છે. જ્યારે, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સાથેની સરહદને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) કહેવામાં આવે છે.
આ પણ વાંચો -Odisha : નકસલવાદીઓએ વિસ્ફોટકો ભરેલી ટ્રક લૂંટી લેતા ચકચાર મચી ગઈ, 2 રાજ્યોની પોલીસ એલર્ટ મોડ પર
અગાઉ શું શું થયું?
આ અગાઉ પણ, કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ 6-7 મેની રાત્રે, ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર લશ્કરી કાર્યવાહી કરી હતી. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલો કર્યો હતો, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. પરંતુ પાકિસ્તાનના 12 વધુ આતંકવાદી ઠેકાણાઓની યાદી તૈયાર છે. PoK થી પાકિસ્તાનની અંદર સુધી આતંકવાદના મૂળને નાબૂદ કરવા માટેનું ઓપરેશન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો -YouTubers અને Bloggers પર કડક કાર્યવાહી! રેલવે સ્ટેશન પર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ
પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ
ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આખો દેશ આતંકથી ભરેલો છે. આ દરમિયાન, પાકિસ્તાન ઓપરેશન સિંદૂર જેવા બીજા ઓપરેશનથી ડરી રહ્યું છે. ભારતે અત્યાર સુધી ફક્ત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનમાં 12 વધુ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી શકાય છે.