Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MOckdrill: પાક.સરહદ સાથે સંકળાયેલા 4 રાજ્યોમાં કરાશે મોકડ્રિલ !

ઓપરેશન શિલ્ડ મોકડ્રિલની નવી તારિખ જાહેર 31 મે ના રોજ યોજાશે ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ. ગુજરાત સહિત દેશના સીમાવર્તી રાજ્યોમાં યોજાશે મોકડ્રિલ અગાઉ આજે યોજાનાર મોકડ્રિલ મોકૂફ રખાઈ હતી MOckdrill  : ઓપરેશન શીલ્ડ હેઠળ 31 મેના રોજ પાકિસ્તાનની સરહદે આવેલા...
mockdrill  પાક સરહદ સાથે સંકળાયેલા 4 રાજ્યોમાં કરાશે મોકડ્રિલ
Advertisement
  • ઓપરેશન શિલ્ડ મોકડ્રિલની નવી તારિખ જાહેર
  • 31 મે ના રોજ યોજાશે ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ.
  • ગુજરાત સહિત દેશના સીમાવર્તી રાજ્યોમાં યોજાશે મોકડ્રિલ
  • અગાઉ આજે યોજાનાર મોકડ્રિલ મોકૂફ રખાઈ હતી

MOckdrill  : ઓપરેશન શીલ્ડ હેઠળ 31 મેના રોજ પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોક ડ્રીલ ( (MOckdrill) યોજાશે. પહેલા તે 29  મેના રોજ યોજાવાની હતી પરંતુ વહીવટી કારણોસર તેને મુલતવી રાખવી પડી હતી. હવે 31  મેના રોજ મોક ડ્રીલ યોજાશે. આ મોક ડ્રીલ જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સહિત પાકિસ્તાનની સરહદે આવેલા તમામ પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાશે.આ 4 રાજ્યોની સરહદો પાકિસ્તાન સાથે જોડાયેલી છે.

Advertisement

Advertisement

પાકિસ્તાન વચ્ચે 3,300 કિલોમીટરથી વધુની સરહદ છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે 3,300 કિલોમીટરથી વધુની સરહદ છે. જમ્મુ અને કાશ્મીર સાથેની સરહદને નિયંત્રણ રેખા (LoC) કહેવામાં આવે છે. જ્યારે, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સાથેની સરહદને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) કહેવામાં આવે છે.

આ પણ  વાંચો -MEA: પાકિસ્તાન આતંકનું કેન્દ્રબિંદુ, સિંધુ જળસંધિ હાલ સ્થિગિત જ

અગાઉ શું શું થયું?

આ અગાઉ પણ, કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ 6-7 મેની રાત્રે, ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર લશ્કરી કાર્યવાહી કરી હતી. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલો કર્યો હતો, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. પરંતુ પાકિસ્તાનના 12 વધુ આતંકવાદી ઠેકાણાઓની યાદી તૈયાર છે. PoK થી પાકિસ્તાનની અંદર સુધી આતંકવાદના મૂળને નાબૂદ કરવા માટેનું ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પણ  વાંચો -Mamata Banerjee: મમતા બેનર્જીનો PM મોદીને પડકાર

પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ

ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આખો દેશ આતંકથી ભરેલો છે. આ દરમિયાન, પાકિસ્તાન ઓપરેશન સિંદૂર જેવા બીજા ઓપરેશનથી ડરી રહ્યું છે. ભારતે અત્યાર સુધી ફક્ત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનમાં 12 વધુ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી શકાય છે.

Tags :
Advertisement

.

×