ઐતિહાસિક નિર્ણય: હવે 'Vande Mataram' નું અપમાન પડશે ભારે, મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક!
Vande Mataram ને રાષ્ટ્રગીત સમાન દરજ્જો અપાયો
કેબિનેટ બેઠકમાં મોદી સરકારનો મોટો નિર્ણય
વંદે માતરમનું અપમાન કરનારને થશે કડક સજા
અપમાન નિવારણ અધિનિયમ સંશોધન પ્રસ્તાવને મંજૂરી
અપમાન કરનારને 3 વર્ષ સુધી જેલની સજાનો પ્રસ્તાવ
પ્રસ્તાવમાં આર્થિક દંડની પણ જોગવાઇ
Vande Mataram National Anthem status: કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેતા 'વંદે માતરમ' (Vande Mataram) ને રાષ્ટ્રગીત 'જન ગણ મન' (Jana Gana Mana) ની સમકક્ષ સન્માન અને દરજ્જો આપવાની તૈયારી કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Narendra Modi) ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 'રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ કાયદો' (Prevention of Insults to National Honour Act) માં સુધારાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. બંગાળની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ કેન્દ્ર સરકારનો આ પ્રથમ મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
કાયદાકીય ફેરફાર અને સજાની જોગવાઈ
વર્તમાન કાયદા મુજબ, અત્યાર સુધી માત્ર રાષ્ટ્રીય ધ્વજ (National Flag), બંધારણ (Constitution) અને રાષ્ટ્રગીતના અપમાન અથવા તેમાં અવરોધ ઊભો કરવા બદલ સજાની જોગવાઈ હતી. હવે સરકાર આ યાદીમાં 'વંદે માતરમ' નો પણ સમાવેશ કરવા જઈ રહી છે. આ સુધારા બાદ, જો કોઈ વ્યક્તિ જાણી જોઈને આ ગીતના ગાયનમાં અવરોધ ઉભો કરશે અથવા તેનું અપમાન કરશે, તો તે દંડનીય અપરાધ ગણાશે.
કેબિનેટ બેઠકમાં મોદી સરકારનો મોટો નિર્ણય
'વંદે માતરમ'ને રાષ્ટ્રગીત સમાન દરજ્જો અપાયો
વંદે માતરમનું અપમાન કરનારને થશે કડક સજા
અપમાન નિવારણ અધિનિયમ સંશોધન પ્રસ્તાવને મંજૂરી
અપમાન કરનારને 3 વર્ષ સુધીની જેલની સજાનો પ્રસ્તાવ
સજાની સાથે ભારે આર્થિક દંડની પણ કરાઈ જોગવાઈ… pic.twitter.com/puxLA0R1k2— Gujarat First (@GujaratFirst) May 6, 2026
'Vande Mataram' ના અપમાન બદલ કડક નિયમો
સરકાર આ ફેરફાર 'વંદે માતરમ' ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે કરી રહી છે. આ માટે કાયદાની કલમ 3 (Section 3) માં સુધારો કરવામાં આવશે. આ કલમ હેઠળ, રાષ્ટ્રગીત ગાવામાં અવરોધ લાવનાર વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની જેલ (Imprisonment), દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ બીજી વાર આ ગુનો આચરે છે, તો તેને ઓછામાં ઓછી એક વર્ષની જેલની સજાની જોગવાઈ છે. હવે આ જ તમામ કડક નિયમો 'વંદે માતરમ' માટે પણ લાગુ પડશે.
'વંદે માતરમ' નું વિશેષ મહત્વ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) એ અગાઉ પણ અનેક મંચો પરથી 'વંદે માતરમ' ને રાષ્ટ્રગીત સમાન સન્માન આપવાની હિમાયત કરી હતી. તેમણે ભૂતકાળમાં કોંગ્રેસ (Congress) પક્ષ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે રાજકીય કારણોસર આ ગીતને યોગ્ય સન્માન આપવામાં આવ્યું ન હતું.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ (Freedom Struggle) માં 'વંદે માતરમ' નું વિશેષ મહત્વ રહ્યું છે. આ ગીતની રચના 1882 માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (Bankim Chandra Chattopadhyay) દ્વારા તેમના પ્રખ્યાત પુસ્તક 'આનંદમઠ' (Anandamath) માં કરવામાં આવી હતી. અંગ્રેજો સામેની લડાઈમાં આ ગીત ક્રાંતિકારીઓ માટે પ્રેરણાનું મુખ્ય સ્ત્રોત અને આંદોલનનું પ્રતિક બન્યું હતું. સરકારના આ નિર્ણયથી દેશભરમાં રાષ્ટ્રવાદની ભાવના વધુ પ્રબળ બનશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: Vande Mataram New Rules : વંદે માતરમ અંગે નિયમોમાં ફેરફાર! ક્યાં ગાવું, કેટલું ગાવું અને શું કરવું ફરજિયાત?


