ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોદી સરકારે જળ સંપત્તિના સંવર્ધન પર ધ્યાન આપ્યું છે- કેન્દ્રીય જળમંત્રી સી. આર. પાટીલ

આજે સંસદમાં કેન્દ્રીય જળમંત્રી સી. આર. પાટીલે(C.R. Patil) પોતાના સંબોધન દરમિયાન કેન્દ્ર સરકારે દેશમાં જળ વ્યવસ્થાપન માટે કરેલા મહત્વના કાર્યો વર્ણવ્યા હતા.
04:44 PM Mar 21, 2025 IST | Hardik Prajapati
આજે સંસદમાં કેન્દ્રીય જળમંત્રી સી. આર. પાટીલે(C.R. Patil) પોતાના સંબોધન દરમિયાન કેન્દ્ર સરકારે દેશમાં જળ વ્યવસ્થાપન માટે કરેલા મહત્વના કાર્યો વર્ણવ્યા હતા.
C R Patil Gujarat First-----

Delhi: આજે સંસદમાં કેન્દ્રીય જળમંત્રી સી. આર. પાટીલે પણ કેન્દ્ર સરકારે પણ દેશમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે કેવા કામો કર્યા અને મહત્વની સિદ્ધિ મેળવી છે તેના વિશે જણાવ્યું હતું. સી. આર. પાટીલે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર હંમેશા રાજ્ય સરકારને મદદ કરે જ છે. દેશમાં મોદી સરકારે જળ સંપત્તિ પર ધ્યાન આપ્યું છે. જે પ્રથમ ઘટના છે. સી. આર. પાટીલે જણાવ્યું કે, અમે અમારી ટીમને ફિલ્ડમાં મોકલીને તપાસ કરાવી છે. જ્યાં પણ ગરબડ થઈ છે ત્યાં પગલાં લેવાયા જ છે.

અગાઉની સરકારો પર સી. આર. પાટીલના વાકપ્રહાર

કેન્દ્રીય જળ મંત્રી સી. આર. પાટીલે સંસદમાં જણાવ્યું કે અગાઉની સરકારો જળ વ્યવસ્થાપનમાં ઉણી ઉતરી છે. તેમણે કહ્યું કે, 70 વર્ષમાં ગામમાં માત્ર એક હેન્ડ પંપ જ નાખવામાં આવ્યો. પહેલાની સરકાર માનતી હતી કે હેન્ડપંપ નાખીશું એટલે સમસ્યા પુરી થશે. કામ કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે.

આ પણ વાંચોઃ  Uttarakhand : ચારધામ યાત્રા માટે 4 મહત્વપૂર્ણ માહિતી, રજીસ્ટ્રેશનથી લઈને ટોકન સિસ્ટમ સુધી, આ નિયમો ખૂબ જ ઉપયોગી થશે

અમે સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરીએ છીએઃ સી. આર. પાટીલ

લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટે જળ શક્તિ મંત્રાલય હેઠળ ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચાનો જવાબ આપતા, પાટિલે જણાવ્યું હતું કે, સરકાર સતત સમય પર પ્રોજેક્ટ શરૂ કરે છે અને સમયસર પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરે છે. જળ સંસાધનો માટે બજેટ ફાળવણીમાં સતત વધારો કર્યો છે. તેમણે જણાવ્યું કે, જળ વ્યવસ્થાપન રાજ્યનો વિષય હોવા છતાં, કેન્દ્ર સરકારે રાજ્યોને સંસ્થાકીય અને માળખાકીય સક્ષમ બનાવવામાં મદદ કરવા માટે નોંધપાત્ર નાણાકીય સહાય પૂરી પાડી છે. આગામી નાણાકીય વર્ષ માટે, જળ શક્તિ મંત્રાલયને રૂ. 99,502 કરોડ ફાળવવામાં આવ્યા છે.

જળ જીવન મિશનની પ્રગતિ વિશે જણાવ્યું

જળ જીવન મિશનની પ્રગતિ વિશે પાટીલે જણાવ્યું હતું કે 2019 માં, સમગ્ર ભારતમાં ત્રણ કરોડ નળના પાણીના જોડાણો હતા. 2025 સુધીમાં, આ સંખ્યા વધીને 15.5 કરોડથી વધુ થઈ ગઈ હતી. તેમણે એ પણ જણાવ્યું કે 2014 થી આશરે 12 કરોડ શૌચાલયો બનાવવામાં આવ્યા છે, જેનાથી લગભગ 60 કરોડ લોકોને ફાયદો થયો છે અને સ્વચ્છતામાં સુધારો થયો છે.

આ પણ વાંચોઃ  Delhi HC :જજના બંગલામાંથી 15 કરોડ રોકડ મળ્યાનો દાવો,અલ્હાબાદ HC બાર એસો.ને કર્યો વિરોધ

Tags :
Budget Session 2025C.R.PatilCentral Government AchievementsGovernment achievementsJal Jeevan MissionModi governmentTap ConnectionsUnion Water MinisterWater Crisis SolutionsWater managementWater Management ProjectsWater ProjectsWater Resource Enrichment
Next Article