હિંદુ મંદિરો પર નિયંત્રણ રાખવા માંગતી નથી સરકાર : SC માં મોદી સરકારે સ્પષ્ટ કર્યું વલણ
. અનુચ્છેદ ૨૫ અને ૨૬ હેઠળ રાજ્યને ધાર્મિક સંસ્થાઓના સંચાલનનો અધિકાર છે
. સોલિસિટર જનરલે સ્પષ્ટતા કરી કે પરંતુ સરકાર મંદિરો પર નિયંત્રણ ઈચ્છતી નથી
. સુપ્રીમ કોર્ટની ૯ જજોની બેન્ચ સમક્ષ ચાલી રહેલી આ સુનાવણી
Government stance on temple control SC : કેન્દ્રની મોદી સરકારે (Modi Government) મંગળવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સ્પષ્ટ કહ્યું છે કે તે મંદિરો (Temples) પર સરકારી નિયંત્રણના પક્ષમાં નથી. કેન્દ્ર સરકારે પહેલા એ પણ કહ્યુ કે તેણે માત્ર બંધારણીય જોગવાઈઓની વ્યાખ્યા કરી છે, ન કે મંદિરો પર નિયંત્રણની કોઈ માગણી કરી છે.
'સરકાર મંદિરોને નિયંત્રિત કરવા માંગતી નથી'
આ મામલો ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (Chief Justice of India - CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી નવ ન્યાયાધીશોની ખંડપીઠ સમક્ષ આસ્થા વિરુદ્ધ મૂળભૂત અધિકારોની ચર્ચા દરમિયાન ઉઠયો. સુનાવણી દરમિયાન વરિષ્ઠ એડવોકેટ ગોપાલ શંકરનારાયણને કહ્યુ કે કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને સબરીમાલા અયપ્પા મંદિર (Sabarimala Aiyappa Temple) નું પ્રબંધન કરનાર ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ તરફથી વરિષ્ઠ એડવોકેટ એ. એમ. સંઘવીએ અનુચ્છેદ-25 અને 26ની એક વિશેષ વ્યાખ્યા આપી છે, કારણ કે સરકાર મંદિરોને નિયંત્રિત કરવા ચાહતી નથી.
આ પણ વાંચો: નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી! Trump એ તો કર્યું છે સાબિત
તુષાર મહેતા (Tushar Mehta) એ શંકરનારાયણન દ્વારા પોતાના તર્કોની વ્યાખ્યાનું ખંડ કરવા માટે ખંડપીઠ પાસેથી મંજૂરી માંગી અને કહ્યુ કે સરકાર મંદિરોને બિલ્કુલ પણ નિયંત્રિત કરવા માંગતી નથી અને તેમણે જે ઉલ્લેખ કર્યો તે વિશુદ્ધપણે અનુચ્છેદ 25(1)(એ) ની બંધારણીય વ્યાખ્યા હતી, જે રાજ્યને કોઈપણ ધર્મની આર્થિક, રાજકીય અને ધર્મનિરપેક્ષ ગતિવિધિઓનું પ્રબંધન કરવાનો અધિકાર આપે છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાહે તુષાર મહેતાને પુછયું કે શું તમારો એક તર્ક કે "સરકારે મંદિરો પર નિયંત્રણ નહીં રાખવું જોઈએ" વાળી માત્ર હિંદુ ધાર્મિક સંસ્થાનો સુધી જ મર્યાદીત છે. તેના પર સોલિસિટર જનરલે કહ્યુ કે જ્યારે કોર્ટ અને વકીલ બંધારણીય જોગવાઈઓની વ્યાખ્યા કરી રહ્યા હોય, તો તેમણે "હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અથવા કોઈ અન્ય ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવું જોઈએ નહીં. "
આ પણ વાંચો: શીખો ન હોત તો ઉત્તર ભારત Pakistan હોત? Dr. Ambedkar એ ઉજાગર કર્યું હતું મોટું સત્ય!
'વ્યાખ્યા એક નાગરિકના દ્રષ્ટિકોણથી થવી જોઈએ'
જસ્ટિસ બાગચીએ કહ્યુ કે વ્યાખ્યા એક નાગરિકના દ્રષ્ટિકોણથી થવી જોઈએ. સોલિસિટર જનરલે કહ્યુ કે તેમણે હિંદુ ધર્મ, ઈસ્લામ, ખ્રિસ્તી ધર્મ, બૌદ્ધ ધર્મ અને અન્ય સંપ્રદાયોમાં જોવા મળતી વિવિધતાનું સંક્ષિપ્ત વિવરણ આપ્યું છે.
ભારતમાં ઘણાં રાજ્યોમાં મંદિરોનું પ્રબંધન સરકારના નિરીક્ષણ હેઠળ થાય છે. કેરળમાં ત્રાવણકોર (Travankor) , કોચિન, માલાબાર, ગુરુવાયૂર (Guruvayur) અને કૂદલમાનિક્યમ દેવસ્વમ બોર્ડ સહીત ઘણી રાજ્ય સરકારોને આધિન નિગમ લગભગ 3000 મંદિરોનું પ્રબંધન કરે છે.
તમિલનાડુ (Tamilnadu) માં હિંદુ (Hindu) ધાર્મિક અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગ 30,000 થી વધારે મંદિરોનું પ્રબંધન કરે છે. આંધ્રપ્રદેશમાં તિરુમાલા તિરુપતિ (Trupati) દેવસ્થાનમ ટ્રસ્ટ બોર્ડ તિરુપતિ બાલાજી મંદિરનું પ્રબંધન કરે છે. કર્ણાટકમાં હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગ મંદિરોનું પ્રબંધન કરે છે. ઉત્તરાખંડમાં ચારધામ દેવસ્થાનમ બોર્ડ બદ્રીનાથ અને કેદારનાથ તીર્થસ્થાનોનું પ્રબંધન કરે છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં પરપ્રાંતીય ડ્રાઈવરો અને AIMIM ના કોર્પોરેટર સહર શેખ માટે બેવડા માપદંડ!


