Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દુનિયાભરમાં જઈને પાક.ની પોલ ખોલશે મોદી સરકાર,ભાજપની પસંદ શશિ થરુર!

કેન્દ્ર સરકારે પાકની કૂટનીતિમાં ઓલ પાર્ટી ડેલિગેશન બનાવી દુનિયાભરમાં જઈને પાક.ની ખોલશે પોલ મોદી સરકાર સાંસદોના પ્રતિનિધિમંડળ માટે શશિ થરુર પ્રથમ પસંગી India Pakistan Conflict:ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR)બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાનને (pakistan)કૂટનીતિમાં ઘેરવા માટે એક ઓલ પાર્ટી ડેલિગેશન બનાવા...
દુનિયાભરમાં જઈને પાક ની પોલ ખોલશે મોદી સરકાર ભાજપની પસંદ શશિ થરુર
Advertisement
  • કેન્દ્ર સરકારે પાકની કૂટનીતિમાં ઓલ પાર્ટી ડેલિગેશન બનાવી
  • દુનિયાભરમાં જઈને પાક.ની ખોલશે પોલ મોદી સરકાર
  • સાંસદોના પ્રતિનિધિમંડળ માટે શશિ થરુર પ્રથમ પસંગી

India Pakistan Conflict:ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR)બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાનને (pakistan)કૂટનીતિમાં ઘેરવા માટે એક ઓલ પાર્ટી ડેલિગેશન બનાવા જઈ રહી છે.આ ડેલિગેશન દુનિયાભરના દેશોમાં જઈને પહલગામ હુમલો અને ત્યાર બાદ પાકિસ્તાન પર કરેલા ઓપરેશન સિંદૂરને લઈને જૂઠાણાની પોલ ખોલશે.કેન્દ્ર સરકારે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ ખરગે સાથે વાત કરી પાકિસ્તાન વિરુદ્ધ દુનિયાભરમાં મોકલનારા સાંસદોના પ્રતિનિધિમંડળ માટે નામ માગશે.એવા સમાચાર મળી રહ્યા છે કે વિદેશ જતાં સાંસદોના પ્રતિનિધિમંડળ માટે શશિ થરુરને રાખવાના પક્ષમાં કેન્દ્ર સરકાર છે.સરકાર તરફથી થરુરને મોકલવાની વાત થઈ છે. જે બાદ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, સભ્યોની પસંદગી કોંગ્રેસનો આંતરિક મામલો છે અને પાર્ટીનું નેતૃત્વ એ નક્કી કરશે.

સભ્યોની પસંદગી કોંગ્રેસનો આંતરિક

જો કે આંતરરાષ્ટ્રીય બાબતોની સમક્ષ અને યુએન કાર્યાકાળ જોતા થરુરને ન મોકલવાનો નિર્ણય લેવો મુશ્કેલ છે. થરુરનું નામ કોંગ્રેસ સાંસદોની યાદીમાં સામેલ કરવું કે નહીં તે ટૂંક સમયમાં નક્કી થશે.પાર્ટીના અમુક નેતા થરુરને મોદી સરકારના સમર્થનમાં સતત નિવેદનથી નારાજ છે.પાકિસ્તાન સાથે તણાવના સમયે પણ થરુરે કોંગ્રેસ પાર્ટીની લાઈનથી અલગ નિવેદન આપ્યું હતું.જેને લઈને હોબાળો થયો.કોંગ્રેસના કેટલાય રણનીતિકાર વિદેશ જનારા સાંસદોના પ્રતિનિધિમંડળમાં થરુરને રાખવાના પક્ષમાં નથી.આ સાંસદોનો તર્ક છે કે,થરુરે પાકિસ્તાન સાથે સંઘર્ષ દરમ્યાન પાર્ટી લાઈનથી હટીને નિવેદન આપ્યા હતા.એટલું જ નહીં સંઘર્ષ વિરામ બાદ આખી પાર્ટી પીએમ પાસે અમેરિકાના વલણને લઈને સવાલો પૂછી રહી હતી અને ઈંદિરા ગાંધીને આયરન લેડી તરીકે બતાવીને કોંગ્રેસ કેમ્પેઈન ચલાવી રહી હતી.ત્યારે પણ થરુરે તેને ઓછું આંકવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -Operation Sindoor અંગે વધુ એક સૌથી મોટો ખુલાસો

Advertisement

રાજદ્વારી મિશન પણ આ અભિયાનને આગળ ધપાવશે.

વિદેશ મંત્રાલય અને અન્ય મંત્રાલયો અને વિભાગો ચર્ચાના મુદ્દાઓ તૈયાર કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ દેશોમાં ભારતીય રાજદ્વારી મિશન પણ આ પ્રયાસોને આગળ ધપાવશે. આ પહેલી વાર બનશે જ્યારે વિવિધ પક્ષોના સાંસદો કેન્દ્ર સરકાર વતી આતંકવાદ પર ભારતનું વલણ રજૂ કરવા માટે વિવિધ દેશોની મુલાકાત લેશે.

આ પણ  વાંચો -Operation Sindoor વચ્ચે નેતાઓનો બફાટ યથાવત! હવે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પર SP નેતાએ કરી વિવાદાસ્પદ ટિપ્પણી

ઓપરેશન સિંદૂર વિશે પણ જણાવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંસદો પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા અને આતંકવાદીઓને તાલીમ આપતા પાકિસ્તાનમાં રહેલા કેન્દ્રોની ભૂમિકા વિશે વિગતવાર સમજાવશે. આ સાથે, સાંસદોનું પ્રતિનિધિમંડળ એ પણ જણાવશે કે ઓપરેશન સિંદૂર હેઠળ, તેણે ફક્ત આતંકવાદી માળખાઓને નિશાન બનાવીને કાર્યવાહી કેવી રીતે કરી હતી. પરંતુ પાકિસ્તાને ભારતીય લશ્કરી અને નાગરિક ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલા શરૂ કરી દીધા.

Tags :
Advertisement

.

×