ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Modi સરકારનો મોટો નિર્ણય, કેબિનેટ બેઠકમાં નવી ખેલ નીતિ 2025ને મળી મંજૂરી

કેબિનેટે રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે, તેના દ્વારા મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ફોક્સ રહેશે.
05:26 PM Jul 01, 2025 IST | Hiren Dave
કેબિનેટે રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે, તેના દ્વારા મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ફોક્સ રહેશે.
Ashwini Vaishnaw

 

National Sports Policy 2025 : કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં (Cabinet meeting)એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે નવી ખેલ નીતિ 2025 ને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજના (કિંમત રૂપિયા 1.07 લાખ કરોડ), રિસર્ચ ડેવલોપમેન્ટ એન્ડ ઈનોવેશન (RDI) યોજના (કિંમત રૂપિયા 1 લાખ કરોડ), રાષ્ટ્રીય ખેલ નીતિ 2025 અને પરમકુડી-રામનાથપુરમ રાષ્ટ્રીય ધોરીમાર્ગને ચાર લેન બનાવવા (કિંમત રૂપિયા 1,853 કરોડ) ને મંજૂરી આપી છે.

 

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે નવી ખેલ નીતિ દેશમાં રમત ઈન્ફાસ્ટ્રક્ચર અને ખેલાડીઓના ખેલાડીઓના પ્રદર્શનના વિકાસને દિશા આપશે. કેબિનેટે રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે, તેના દ્વારા મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ફોક્સ રહેશે. આ બે ભાગમાં હશે. આ યોજના એમ્લોયર્સને પહેલી વાર કામ પર રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

રાષ્ટ્રીય ખેલ નીતિ 2025ની ખાસ વાતો

નવી રાષ્ટ્રીય રમતગમત નીતિ (NPS) 2025 રમતગમત નીતિ-2001નું સ્થાન લેશે. તેનો ઉદ્દેશ્ય રમતગમતની દુનિયામાં ભારતને વૈશ્વિક મહાશક્તિ બનાવવાનો છે. આ સાથે ઓલિમ્પિક-2036 સહિત અન્ય આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં મજબૂત દાવો રજૂ કરવાનો છે. NSP-2025 બનાવવામાં કેન્દ્રીય મંત્રાલયો, નીતિ આયોગ, રાજ્ય સરકારો, રાષ્ટ્રીય રમતગમત મહાસંઘો, એથલીટ, નિષ્ણાતો અને સામાન્ય લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ પોલિસીના 5 મુખ્ય આધાર છે.

વૈશ્વિક સ્તરે સારું પ્રદર્શન કરવાનો ઉદ્દેશ્ય

આ પોલિસીનો પહેલો ઉદ્દેશ્ય પાયાના સ્તરથી આંતરરાષ્ટ્રીય સ્તર સુધી રમતગમતના માળખાને મજબૂત બનાવવાનો છે. આમાં પ્રતિભા ઓળખ, ટ્રેનિંગ, કોચિંગ અને એથલીટ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. રમતગમત વિજ્ઞાન, ચિકિત્સા અને ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. આ સાથે, કોચ, અધિકારીઓ અને અન્ય સ્ટાફને પણ ટ્રેનિંગ આપવામાં આવશે.

આર્થિક વિકાસમાં રમતગમતની ભૂમિકા

NSP-2025 રમતગમત પર્યટનને પ્રોત્સાહન આપવા, મોટા કાર્યક્રમોનું આયોજન કરવા અને મેન્યુફેક્ચરિંગ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે. આ માટે પબ્લિક અને પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP), કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અને ફાઈનાન્સિંગ મેકેનિઝમ દ્વારા ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનું છે.

સામાજિક વિકાસમાં રમતનું યોગદાન

આ પોલિસી દ્વારા મહિલાઓ, નબળા વર્ગો, જનજાતીય અને અપંગ લોકોને રમતગમતમાં એક્ટિવ રીતે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સાથે જ પરંપરાગત અને સ્વદેશી રમતોના સંરક્ષણ અને પ્રચાર પર પણ ભાર મૂકવામાં આવશે. રમતગમતને શિક્ષણ સાથે જોડીને તેને કરિયરનો વિકલ્પ બનાવવામાં આવશે.

જન આંદોલનના સ્વરૂપમાં રમત

આ પોલિસીનો ઉદ્દેશ્ય રમતગમતને જન આંદોલન બનાવવાનો છે. આ અંતર્ગત દેશભરમાં ફિટનેસ ઝુંબેશ ચલાવવા, શાળાઓ અને કાર્યસ્થળોમાં ફિટનેસ ઈન્ડેક્સ લાગુ કરવાની અને રમતગમતની સુવિધાઓની સુલભતા સુનિશ્ચિત કરવાની યોજના છે.

શિક્ષણ સાથે જોડાણ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શાળાના અભ્યાસક્રમમાં રમતગમતનો સમાવેશ કરવાનો અને રમતગમત શિક્ષણ માટે શિક્ષકોને વિશેષ તાલીમ આપવાનો પ્રસ્તાવ મૂકે છે.આ સાથે નવી પોલિસી વ્યૂહાત્મક માળખા પર ફોક્સ કરે છે. તેમાં રેગુલેટરરી સિસ્ટમ , પ્રાઈવેટ ફાઈનાન્સિંગ, ટેકનોલોજી અને ઈનોવેશનનો ઉપયોગ અને મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. સરકાર માને છે કે આ પોલિસી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક આદર્શ નીતિ તરીકે સેવા આપશે.

Tags :
#ThankYouDoctorsAshwini VaishnawCabinet-meetingDigitalIndiaEmployment Linked Incentive SchemeModi governmentnew Sports Policy 2025
Next Article