ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'ખોદા પહાડ નીકલા ચૂહા', મહિલા સમૃદ્ધિ યોજના પર આતિશીનો ભાજપ પર પ્રહાર

દિલ્હી સરકારે શનિવારે (8 માર્ચ) મહિલા સમૃદ્ધિ યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને દર મહિને રૂ. 2500 આપવામાં આવશે.
07:44 PM Mar 08, 2025 IST | MIHIR PARMAR
દિલ્હી સરકારે શનિવારે (8 માર્ચ) મહિલા સમૃદ્ધિ યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને દર મહિને રૂ. 2500 આપવામાં આવશે.
Atishi on Modi

Atishi attacks BJP : આતિશીએ કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની મહિલાઓને વચન આપ્યું હતું કે 8 માર્ચે મહિલા દિવસના અવસર પર દિલ્હીની દરેક મહિલાના ખાતામાં 2500 રૂપિયા જમા કરવામાં આવશે. તેમણે મહિલાઓને સલાહ આપી હતી કે તેઓ તેમના બેંક ખાતાઓને તેમના ફોન સાથે લિંક કરે કારણ કે 8 માર્ચે, તેમને તેમના ફોન પર એક મેસેજ આવશે કે તેમના ખાતામાં 2,500 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે. આતિશીએ કહ્યું કે તેને 'મોદીની ગેરંટી' કહેવામાં આવતું હતું પણ તે તો એક જુમલો નિકળ્યો.

આતિશીની પ્રતિક્રિયા

દિલ્હી સરકારે શનિવારે (8 માર્ચ) મહિલા સમૃદ્ધિ યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને દર મહિને રૂ. 2500 આપવામાં આવશે. આ દરમિયાન, આ મુદ્દે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા સામે આવી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા આતિશીએ ભાજપ પર પ્રહારો કર્યા અને આ યોજનાને 'પીએમ મોદીનો જુમલો' ગણાવી.

તે પીએમ મોદીની ગેરંટી નહોતી પણ જુમલો હતો

આતિશીએ કહ્યું કે આજે 8 માર્ચ છે, દિલ્હીની મહિલાઓ ફોન પર મેસેજની રાહ જોતી રહી. પરંતુ આજે, ભાજપની આગેવાની હેઠળની સરકારે સાબિત કરી દીધું છે કે આ ગેરંટી નહીં પણ પીએમ મોદીનો જુમલો હતો. તેમણે કહ્યું કે પૈસા ચૂકવવાની વાત તો દૂર, તેમને નોંધણી માટે કોઈ પોર્ટલ પણ મળ્યું નહીં જ્યાં તેઓ પોતાનું નામ ભરી શકે. ફક્ત 4 સભ્યોની સમિતિ મળી.

આ પણ વાંચો :  Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા

ખોદા પહાડ નીકલા ચૂહા

ભાજપ પર વધુ પ્રહાર કરતા, AAP નેતાએ કહ્યું કે એક કહેવત છે કે 'ખોદા પહાડ નીકલા ચૂહા'. આજે દિલ્હીની મહિલાઓ સાથે પણ આવી જ છેતરપિંડી થઈ છે. ખાતામાં 2500 રૂપિયા જમા થશે તેવું વચન આપવામાં આવ્યું હતું અને ચાર સભ્યોની કમિટી મળી હતી. પરંતુ આપ્યો લોલીપોપ. તેમણે કહ્યું કે દિલ્હીની મહિલાઓ સાથે મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. નેતાએ કહ્યું કે દિલ્હીની ભાજપ સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે પીએમ મોદી દિલ્હીની મહિલાઓ સાથે ખોટું બોલ્યા હતા.

ધીમે ધીમે લોકો ભાજપ વિશે સત્ય જાણશે

તેમણે કહ્યું કે ભાજપ સરકાર જે વચનો સાથે સત્તામાં આવી છે તે પૂર્ણ કરી રહી નથી. હવે દિલ્હીના લોકો પણ તેમની સચ્ચાઈ જાણી રહ્યા છે. તેણે કહ્યું કે કદાચ આ એક શરૂઆત છે. ધીમે ધીમે, દિલ્હીના લોકોને ખબર પડશે કે ચૂંટણી ઢંઢેરામાં આપેલા બધા વચનો જેના આધારે તેમણે ભાજપને મત આપ્યો હતો, તે એક પછી એક ખોટા સાબિત થશે.

આ પણ વાંચો :  Uttar Pradesh : હોળી-ઇદનાં તહેવાર પહેલા અનુજ ચૌધરીની હિન્દુ-મુસ્લિમ સમાજને ખાસ અપીલ

Tags :
AAPvsBJPAtishiAttackBJPFalsePromisesDelhiWomensDayGujaratFirstMahilaSamriddhiYojanaMihirParmarModisguaranteePMModiWomensRights
Next Article