RSSના વડા Mohan Bhagwat એ Babri Masjid નિર્માણ મામલે આપી મોટી પ્રતિક્રિયા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, આ એક સુનિયોજિત રાજકીય ષડયંત્ર છે. તેમણે ઉમેર્યું કે બાબરી મસ્જિદના પુનર્નિર્માણ જેવા વિવાદોને માત્ર આગામી વિધાનસભા ચૂંટણીઓમાં 'વોટ બેંક' મજબૂત કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. આનાથી હિન્દુ કે મુસ્લિમ કોઇને ફાયદો થશે નહીં.
Advertisement
- RSSના વડા મોહન ભાગવતે Babri Masjid નિર્માણ મામલે આપી પ્રતિક્રિયા
- બાબરી મસ્જિદના નિર્માણથી હિન્દુ-મુસ્લિમને ફાયદો થવાનો નથી : ભાગવત
- બંગાળમાં ટીએમસીએ સસ્પેન્ડ કરેલા ધારાસભ્ય હુમાયુએ બાબારી મસ્જિદ
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં અયોધ્યાની બાબરી મસ્જિદના મોડેલ પર નવી મસ્જિદના શિલાન્યાસને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. આ મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, આ એક સુનિયોજિત રાજકીય ષડયંત્ર છે. તેમણે ઉમેર્યું કે બાબરી મસ્જિદના પુનર્નિર્માણ જેવા વિવાદોને માત્ર આગામી વિધાનસભા ચૂંટણીઓમાં 'વોટ બેંક' મજબૂત કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. ભાગવતે સ્પષ્ટપણે નોંધ્યું હતું કે આવા પગલાંથી સમાજના કોઈ પણ પક્ષને, ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ, કોઈ વાસ્તવિક ફાયદો થવાનો નથી. ઉલ્લેખનીય છે કે, TMC માંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે તાજેતરમાં જ બેલડાંગા અને રેજીનગર વિસ્તારમાં બાબરી મસ્જિદની શૈલીમાં નવી મસ્જિદ બનાવવાની જાહેરાત કરીને તેનો શિલાન્યાસ કર્યો છે.

