RSS Mohan Bhagwat : મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન, 'ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે, કોઇ રોકી શકશે નહીં'
વૃંદાવનમાં આયોજિત એક કાર્યક્રમમાં RSS વડા મોહન ભાગવતે સ્પષ્ટ કર્યું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને રહેશે, જેને કોઈ રોકી શકશે નહીં. તેમણે આગામી 20-30 વર્ષમાં ભારતને 'વિશ્વગુરુ' બનવાની આગાહી કરી હતી. ભાગવતે હિન્દુ એકતા પર ભાર મૂકતા જાતિવાદ છોડી 'સાથે બેસવા અને સાથે જમવા'નું આહવાન કર્યું. તેમણે સનાતન ધર્મને બલિદાનોથી બચેલો ગણાવી શક્તિ જાગૃત કરી રાષ્ટ્ર સેવા કરવા પર ભાર મૂક્યો હતો.
Advertisement
- RSS Mohan Bhagwat : RSS વડા મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન
- ભારત એક હિન્દુ રાષ્ટ્ર બની રહેશે : મોહન ભાગવત
- મથુરાના વૃંદાવનના એક કાર્યક્રમમાં આપ્યું મોટું નિવેદન
મથુરાના વૃંદાવનમાં આયોજિત એક વિશેષ સમારોહમાં સંબોધન કરતા RSS વડા મોહન ભાગવતે રાષ્ટ્રના ભવિષ્ય અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર બની રહેશે અને આ પ્રક્રિયાને હવે કોઈ રોકી શકશે નહીં. ભાગવતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી 20 થી 30 વર્ષોમાં ભારત એક 'વિશ્વગુરુ' દેશ તરીકે ઉભરી આવશે. તેમણે ઉમેર્યું કે ભારત એક એવું રાષ્ટ્ર બનશે જે સમગ્ર વિશ્વને સુખ, શાંતિ અને ભાઈચારાનું જીવન પ્રદાન કરવા માટે માર્ગદર્શન આપશે.

