Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભર ઉનાળે દિલ્હીમાં ચોમાસા જેવો નજારો, Red Alert જાહેર

દેશભરમાં જ્યારે ગરમીએ લોકોને પરેશાન કરી દીધા છે ત્યારે ઘણા રાજ્યમાં ભર ઉનાળે વરસાદ (Rain) પડ્યો છે. જણાવી દઇએ કે, શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં ભારે પવન સાથે ભારે વરસાદે (heavy rain) હવામાનને બદલી નાખ્યું.
ભર ઉનાળે દિલ્હીમાં ચોમાસા જેવો નજારો  red alert જાહેર
Advertisement
  • દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ
  • દેશના અનેક ભાગોમાં મૌસમ પલટાયું
  • IMDનું Red Alert: પવન, વરસાદ અને કરા સાથે Delhi-NCRના વાતાવરણમાં ફેરફાર
  • ભારે પવન અને વરસાદની ચેતવણી: જનતા રહે સાવધાન!
  • દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડાની આગાહી, ભારે પવનની શક્યતા
  • દેશના ઘણા રાજ્યોમાં વરસાદી તોફાન, પાકને નુકસાનની ભીતિ

દેશભરમાં જ્યારે ગરમીએ લોકોને પરેશાન કરી દીધા છે ત્યારે ઘણા રાજ્યમાં ભર ઉનાળે વરસાદ (Rain) પડ્યો છે. જણાવી દઇએ કે, શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં ભારે પવન સાથે ભારે વરસાદે (heavy rain) હવામાનને બદલી નાખ્યું. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો અને હવામાન ખુશનુમા બન્યું. જોકે, આ અચાનક આવેલા વરસાદે સવારે ચાલવા-દોડવા જતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ (traffic jams) થાય તેવી પણ સ્થિતિ ઉભી થાય તો નવાઇ નથી.

ભારતીય હવામાન વિભાગની ચેતવણી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 કલાકમાં દિલ્હી-એનસીઆરમાં 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. પાલમ હવામાન કેન્દ્રે 74 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયાની પુષ્ટિ કરી છે. IMDના અનુમાન મુજબ, આગામી થોડા દિવસો સુધી ગરમીમાંથી રાહત મળશે, અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની શક્યતા છે. આ રાહત ખાસ કરીને ઉનાળાની ગરમીથી ત્રસ્ત લોકો માટે સુખદ સમાચાર છે.

Advertisement

Advertisement

ગુરુવારનું હવામાન

ગુરુવારે દિલ્હીના સફદરજંગ હવામાન કેન્દ્રે મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્યથી બે ડિગ્રી વધુ હતું. સવારે 8:30 વાગ્યે હવામાં ભેજનું પ્રમાણ 59 ટકા હતું, જે સાંજે 5:30 વાગ્યે ઘટીને 43 ટકા થઈ ગયું.

દેશના અન્ય ભાગોમાં હવામાનની આગાહી

હવામાન વિભાગે દેશના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભાગોમાં આગામી કેટલાક કલાકોમાં ભારે વાવાઝોડા, વીજળીના કડાકા અને ભારે વરસાદની ચેતવણી આપી છે. ખાસ કરીને ઉત્તર પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન, ઓડિશા, છત્તીસગઢ, દક્ષિણ ગંગા તટવર્તી પશ્ચિમ બંગાળ અને ઉત્તર તટવર્તી આંધ્ર પ્રદેશ માટે ચેતવણી જારી કરવામાં આવી છે. ઓડિશાના કંધમાલ, કાલાહાંડી અને રાયગડા જિલ્લામાં આગામી 2 કલાકમાં 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વીજળી પડવાની અને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક જનજીવન પર અસર પડી શકે છે.

સંભવિત નુકસાન અને સલામતીના પગલાં

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, ભારે પવન ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન પહોંચાડી શકે છે. વીજળી અને સંદેશાવ્યવહારની લાઇનોમાં પણ વિક્ષેપ પડવાની શક્યતા છે. આવી પરિસ્થિતિમાં લોકોને સલામતીના પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.

  • કોંક્રિટના મકાનોમાં આશ્રય લેવો.
  • ઝાડ, વીજળીના થાંભલાથી દૂર રહેવું.
  • ખરાબ હવામાન દરમિયાન બહાર ન નીકળવું.
  • ખેડૂતોને ખેતીના કામ અસ્થાયી રૂપે બંધ રાખવાની સૂચના.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. જ્યાં એક તરફ આ હવામાને ગરમીથી રાહત આપી છે, ત્યાં જનજીવન પર તેની પ્રતિકૂળ અસર પણ પડી છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે, જેથી જાનમાલનું નુકસાન ટાળી શકાય.

આ પણ વાંચો :  Weather Update : ઉત્તર ભારતમાં ગરમી તો દક્ષિણમાં પડી શકે છે વરસાદ!

Tags :
Advertisement

.

×