Heavy Rain : ચોમાસાની ધમાકેદાર શરૂઆત, અડધા ભારતમાં ભારે વરસાદ
ચોમાસાની શરૂઆત ઘમાકેદાર અંદાજમાં થઇ છે. દેશના અડધાથી વધુ ભાગમાં ચોમાસું દસ્તક આપી ચૂક્યું છે, અને વિવિધ રાજ્યોમાં વરસાદનો સિલસિલો ચાલુ છે. જ્યાં એક તરફ આ વરસાદે ઘણા વિસ્તારોમાં ગરમીથી રાહત આપી છે, ત્યાં બીજી તરફ ભારે વરસાદે કેટલાક રાજ્યોમાં લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે.
Advertisement
- ચોમાસાની ધમાકેદાર શરૂઆત: અડધા ભારતમાં ભારે વરસાદ
- ઝારખંડ અને ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદનો આકરો પ્રહાર
- ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ
- મુંબઈમાં મુશળધાર વરસાદની આગાહી, રાયગઢ-રત્નાગિરી ઓરેન્જ એલર્ટ પર
- ભારતના મોટા ભાગમાં વરસાદ, ટ્રાફિક અને પાણી ભરાવાની ચિંતા
- મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં અતિ ભારે વરસાદની સંભાવના
Rain in India : ચોમાસાની શરૂઆત ઘમાકેદાર અંદાજમાં થઇ છે. દેશના અડધાથી વધુ ભાગમાં ચોમાસું દસ્તક આપી ચૂક્યું છે, અને વિવિધ રાજ્યોમાં વરસાદનો સિલસિલો ચાલુ છે. જ્યાં એક તરફ આ વરસાદે ઘણા વિસ્તારોમાં ગરમીથી રાહત આપી છે, ત્યાં બીજી તરફ ભારે વરસાદે કેટલાક રાજ્યોમાં લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. હવામાન વિભાગે આજે દેશના લગભગ અડધા ભાગમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે, જેમાં ઝારખંડ, મધ્ય ભારત અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ રાજધાની દિલ્હીમાં ચોમાસું હજુ પહોંચ્યું નથી, પરંતુ ચોમાસા પહેલાના વરસાદે થોડી રાહત આપી છે.

