શ્રદ્ધાળુઓ કરતા VIP પર વધારે ધ્યાન, મહાકુંભ દુર્ઘટના અંગે ભડક્યા રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે જેવી દુર્ઘટના થઇ છે તેવી આગળ ન થાય તે માટે સરકાર વ્યવસ્થામાં સુધારો કરવો પડશે. વીઆઇપી કલ્ચર પર લગાવ લગાવવી જોઇએ
01:50 PM Jan 29, 2025 IST
|
KRUTARTH JOSHI
- રાહુલ ગાંધીએ કોંગ્રેસી નેતા અને કાર્યકર્તાઓને કરી અપીલ
- અખિલેશ યાદવે સરકારી હેલિકોપ્ટરની મદદ માટે કરી અપીલ
- વીઆઇપી કલ્ચર ખતમ કરવા માટે કરવામાં આવી ખાસ મદદ
નવી દિલ્હી : રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે જેવી દુર્ઘટના થઇ છે તેવી આગળ ન થાય તે માટે સરકાર વ્યવસ્થામાં સુધારો કરવો પડશે. વીઆઇપી કલ્ચર પર લગાવ લગાવવી જોઇએ અને સરકારને સામાન્ય શ્રદ્ધાળુઓની જરૂરિયાતોની પૂર્તી માટે સારી વ્યવસ્થા કરવી જોઇએ. કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ સતત સેવા માટે તત્પર છે.
મહાકુંભમાં ભાગદોડનો મૃતાંક સતત વધી રહ્યો છે
પ્રયાગરાજ મહાકુંભમા મચેલી ભાગદોડ મચવાથી કોંગ્રેસ લીડર રાહુલ ગાંધીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે મૌની અમાવસ્યા સમયે થયેલી દુખદ ઘટના માટે કુપ્રબંધન, ગેરવ્યવસ્થા અને સામાન્ય શ્રદ્ધાળુઓની સામે VIP મુવમેન્ટ પર તંત્રના વિશેષ ધ્યાનને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે, હાલ મહાકુંભમાં ઘણો લાંબો સમય બાકી છે. અનેક મહાસ્નાન થવાના છે. આવી દુખધ ઘટના આગળ ન થાય તેના માટે સરકારે વ્યવસ્થામાં સુધારો કરવો જોઇએ. વીઆઇપી કલ્ચર પર લગામ લગાવવી જોઇએ અને સરકારે સામાન્ય નાગરિકો પર ધ્યાન આપવું જોઇએ. સામાન્ય નાગરિકોને પરેશાની ન થાય તે માટેની વ્યવસ્થા કરવી જોઇએ.કોંગ્રેસ કાર્યકર્તા અને નેતાઓને અપીલ છે કે, પીડિત પરિવારોની શક્ય તેટલી તમામ મદદ કરે.
રાહુલ ગાંધીએ સરકારની ઝાટકણી કાઢી
રાહુલ ગાંધીએ કહ્યું કે, શૌકાકુલ પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરુ છું અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડના કારણે અનેક લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હોવાની વાત જાણી ખુબ જ દુખ થયું છે. જો કે તંત્ર દ્વારા હજી સુધી કોઇ જ માહિતી આપવામાં આવી નથી.જે સરકારના બેદરકારણ વલણને દર્શાવે છે.
અખિલેશ યાદવે પણ સરકારની ઝાટકણી કાઢી
બીજી તરફ અખિલેશ યાદવે પણ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરીને સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, આ ઘટના ગેરવ્યવસ્થાના કારણે અને સરકારના વીઆઇપી કલ્ચર અને વીઆઇપી મુવમેન્ટમાં તંત્રની વ્યસ્તતાને કારણે બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૌની અમાવસ્યા પ્રસંગે આશરે 2 કરોડ લોકો પ્રયાગરાજમાં સ્નાન કર્યું છે.
હેલિકોપ્ટરનો દુરૂપયોગ ખુબ થયો હવે સદુપયોગ કરો
અખિલેશે અપીલ કરી કે, મહાકુંભમાં ખરાબ વ્યવસ્થાના કારણે ઘાયલ થયેલા લોકોની મદદ માટે સરકારને અમારી અપીલ છે. ઘાયલોને એર એમ્બ્યુલન્સની મદદથી નજીકની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ ખસેડવામાં આવે. મૃતકના શબોને તેમના પરિવારોને સોંપવા અને તેમને તેમના ઘર સુધી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે. જે લોકો ખોવાઇ ગયા છે તેમને મળાવવા માટે ત્વરિત પ્રયાસ કરવામાં આવે. હેલિકોપ્ટરનો દુરપયોગ તો ખુબ થઇ રહ્યો છે સરકારને અપીલ છે કે હવે સદઉપયોગ કરે.
Next Article