Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

સાસરિયે પહોંચતા જ દુલ્હને ખેલ પાડ્યો! પતિને કોલેજ બહાર ઉભો રાખી પ્રેમી સાથે છૂમંતર

બિહારના મોતિહારીમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લગ્નની ખુશીઓ ગણતરીના કલાકોમાં માતમમાં ફેરવાઈ ગઈ. સાસરિયે પગ મૂક્યાના બીજા જ દિવસે એક નવવધૂએ એવો મોટો ખેલ પાડ્યો કે પતિ અને સાસરિયાં જોતા જ રહી ગયા. દાગીના અને રોકડની લૂંટ સાથે જોડાયેલી આ ઘટનામાં પ્રેમપ્રકરણ અને મજબૂરીની એવી કહાની છુપાયેલી છે જે સાંભળી તમે પણ સ્તબ્ધ થઈ જશો.
સાસરિયે પહોંચતા જ દુલ્હને ખેલ પાડ્યો  પતિને કોલેજ બહાર ઉભો રાખી પ્રેમી સાથે છૂમંતર
Advertisement
  •  Bride Fled with Lover : પરીક્ષા આપવા ગયેલી નવવધૂ પ્રેમી સાથે છૂમંતર!
  • મોતિહારીના તુરકૌલિયા વિસ્તારમાં લગ્નના બે જ દિવસમાં હડકંપ
  • પતિને કોલેજના ગેટ પર ઉભો રાખી દુલ્હન પ્રેમી સાથે ભાગી ગઈ
  • લાખોના ઘરેણાં અને એક લાખની રોકડ લઈને થઈ પલાયન
  • પરાણે લગ્ન કરાવ્યા હોવાથી યુવતીએ પ્રેમી સાથે મળી પ્લાન ઘડ્યો

 Bride Fled with Lover : બિહારના મોતિહારી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પરાણે કરાવાયેલા લગ્નનું પરિણામ ભયંકર આવ્યું છે. લગ્નના હજી તો મહેંદીના રંગ પણ સુકાયા નહોતા ત્યાં જ નવવધૂ (Newlywed Bride) પોતાના પ્રેમી સાથે પલાયન થઈ ગઈ છે. આ ઘટના બાદ સાસરિયા પક્ષમાં ભારે હોબાળો મચી ગયો છે.

Bride Fled with Lover in Motihari

Advertisement

 Bride Fled with Lover : સમગ્ર ઘટનાક્રમ

વિગતો મુજબ, સંગ્રામપુર (Sangrampur) પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દ્રગછી ગામની લકી કુમારીના લગ્ન 20 ફેબ્રુઆરીએ તુરકૌલિયા (Turkaulia) ના મઝાર ગામના ભાનુ શર્મા સાથે થયા હતા. 21 ફેબ્રુઆરીએ ધામધૂમથી વિદાય થયા બાદ દુલ્હન સાસરે પહોંચી હતી. જોકે, તેના મનમાં કંઈક અલગ જ યોજના ચાલતી હતી.

Advertisement

પરીક્ષાનું બહાનું અને પલાયન

લગ્નના બીજા જ દિવસે એટલે કે 22 ફેબ્રુઆરીએ લકીએ તેના પતિને જણાવ્યું કે તેને કોલેજમાં પરીક્ષા (College Exam) છે. પતિ ભાનુ શર્મા તેની પત્નીને બાઇક પર બેસાડી મોતિહારી કોલેજ લઈ ગયો હતો. કોલેજના ગેટ પર પતિને ઉભો રાખી તે અંદર ગઈ અને ત્યાંથી અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. કલાકો સુધી રાહ જોયા બાદ પણ પત્ની પરત ન આવતા પતિ સ્તબ્ધ થઈ ગયો હતો.

Jewelry Loot by Bride

લાખોની લૂંટ અને પોલીસ ફરિયાદ

સાસરિયા પક્ષનો આક્ષેપ છે કે દુલ્હન માત્ર ભાગી નથી, પણ તેની સાથે સાસરી અને પિયરના લાખોના સોના-ચાંદીના દાગીના (Gold Jewelry) અને એક લાખ રૂપિયા રોકડા (Cash) પણ લઈ ગઈ છે. આ મામલે પીડિત પતિએ તુરકૌલિયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી ન્યાયની ગુહાર લગાવી છે. ગ્રામીણ ચર્ચા મુજબ, યુવતી લગ્ન પહેલા એક ખાનગી શાળામાં શિક્ષિકા હતી અને તે કોઈ યુવકના પ્રેમમાં હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Avimukteshwaranand Saraswatiની મુશ્કેલી વધી, સગીર પીડિતાઓ પર દુષ્કર્મ થયાની પુષ્ટિ!

Tags :
Advertisement

.

×