Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

MP Jail Love Story : મુસ્લિમ મહિલા જેલરે હિન્દુ કેદી સાથે કર્યા લગ્ન, VHP નેતાએ પિતા બની કર્યું કન્યાદાન

મધ્યપ્રદેશની સતના જેલની મહિલા અધિકારી ફિરોઝા ખાતૂન અને આજીવન કેદની સજા કાપી ચૂકેલા ધર્મેન્દ્ર સિંહની અનોખી પ્રેમ કહાની લગ્નના પવિત્ર બંધનમાં પરિણમી છે. જેલના વહીવટી કાર્યો દરમિયાન પાંગરેલો આ પ્રેમ ધર્મ અને સમાજની દીવાલો તોડીને સફળ રહ્યો છે. પરિવારના વિરોધ છતાં, હિન્દુ સંગઠનના નેતાએ કન્યાદાન કરી માનવતા અને પ્રેમનો વિજય કરાવ્યો છે.
mp jail love story   મુસ્લિમ મહિલા જેલરે હિન્દુ કેદી સાથે કર્યા લગ્ન  vhp નેતાએ પિતા બની કર્યું કન્યાદાન
Advertisement
  • MP Jail Love Story : જેલર બની કેદીની દુલ્હન!
  • સતના જેલની મહિલા આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટના કેદી સાથે લગ્ન
  • હત્યાના કેસમાં 14 વર્ષની સજા કાપી ચૂકેલો ધર્મેન્દ્ર બન્યો વરરાજો
  • મુસ્લિમ યુવતી ફિરોઝા ખાતૂને ધર્મના બંધનો તોડી રચાવ્યા લગ્ન
  • પરિવારે વિરોધ કરતા હિન્દુ સંગઠનના નેતાએ કર્યું કન્યાદાન
  • છતરપુરમાં વૈદિક વિધિ સાથે બંનેએ એકબીજાનો હાથ પકડ્યો

MP Jail Love Story : પ્રેમ કોઈ ઉંમર, જાતિ કે ધર્મ જોતો નથી, આ વાત મધ્યપ્રદેશની સતના સેન્ટ્રલ જેલમાં સાચી સાબિત થઈ છે. અહીંની એક મહિલા આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટે આજીવન કેદની સજા કાપી ચૂકેલા એક કેદી સાથે લગ્ન કરીને નવી મિશાલ કાયમ કરી છે. આ લવ સ્ટોરીએ [MP Jail Love Story] એ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે.

MP JAILER MARRIAGE CARD

Advertisement

કેવી રીતે શરૂ થઈ પ્રેમ કહાની?

વર્ષ 2019માં ફિરોઝા ખાતૂન સતના સેન્ટ્રલ જેલમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જોડાઈ હતી. આ દરમિયાન તેની મુલાકાત ધર્મેન્દ્ર સિંહ નામના કેદી સાથે થઈ. ધર્મેન્દ્ર સિંહ વર્ષ 2007માં એક હત્યાના કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. જેલમાં રહેતા ધર્મેન્દ્ર જેલના વહીવટી કાર્યોમાં ફિરોઝાને મદદ કરતો હતો. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને મિત્રતા ધીરે-ધીરે પ્રેમમાં (Romantic Relationship) પરિણમી.

Advertisement

જેલમુક્તિ બાદ લીધો મોટો નિર્ણય

વર્ષ 2022માં સારા વર્તનને કારણે ધર્મેન્દ્રને 14 વર્ષની સજા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યાના બે વર્ષ બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. રસપ્રદ વાત એ છે કે ધર્મેન્દ્રએ પોતાનું નામ બદલીને લગ્નની કંકોત્રી છપાવી હતી અને 5 મેના રોજ છતરપુરના લવકુશનગરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ફિરોઝા સાથે લગ્ન (Wedding Ceremony) કર્યા હતા.

MP JAILER MARRIAGE PHOTO

હિન્દુ સંગઠનોએ નિભાવી પિતાની ફરજ

આ લગ્નમાં ધર્મની દીવાલો પણ તૂટતી જોવા મળી. ફિરોઝાના મુસ્લિમ પરિવારે આ લગ્નનો વિરોધ કર્યો હતો અને લગ્નમાં હાજરી આપી નહોતી. આવી સ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ રાજબહાદુર મિશ્રા અને તેમની પત્નીએ પિતા-માતા બનીને ફિરોઝાનું કન્યાદાન (Kanyadan) કર્યું હતું. આ અનોખી પ્રેમ કહાનીએ સાબિત કર્યું છે કે પ્રેમ સામાજિક અને ધાર્મિક બંધનોથી ઘણો ઉપર છે.

આ પણ વાંચો :  Kolkata: સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા, મમતા બેનર્જી પર આકરા પ્રહાર

Tags :
Advertisement

.

×