MP Road Accident: Rewa માં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત
- રીવાની સોહાગી ખીણમાં એક ટ્રક એક ઓટો પર પલટી
- આ અકસ્માતમાં મુસાફરી કરી રહેલા 7 શ્રદ્ધાળુઓના મોત
- શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી ગંગા સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા.
Madhya Pradesh News: મધ્યપ્રદેશના રીવા (Rewa)જિલ્લામાં ગુરૂવારે મોટી દુર્ઘટ(Road Accident)ના બની. સોહાગી પહાડની નજીક ચાલતા ઑટો રિક્ષા પર સીમેન્ટની શીટ ભરેલો ટ્રક ઑટો રિક્ષા પર પલટી ગયો. ઑટો રિક્ષામાં સવાર 8માંથી 7 તીર્થયાત્રીઓના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.
શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી ગંગા સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા
જણાવાય રહ્યું છે કે, તીર્થયાત્રીઓ પ્રયાગરાજથી ગંગા સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. ઑટો રિક્ષામાં સવાર તમામ તીર્થયાત્રી મઉગંજના નિવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
ઓટોમાં 8 લોકો હતા,7 લોકોના મોત
ઓટોમાં કુલ 8 લોકો હતા,જે મૌગંજના નઈ ગઢી વિસ્તારના રહેવાસી હતા.બધા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી ગંગામાં સ્નાન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.ઓટો યુપી-એમપી સરહદ પાર કરીને સોહાગી ખીણમાંથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો. આ દરમિયાન પાછળથી આવી રહેલ ટ્રક ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી હતી,પરંતુ તે કાબૂ બહાર નીકળી ગઈ અને સીધી ઓટો પર પલટી ગઈ.
આ પણ વાંચો-Sharmistha Panoli :ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને મોટી રાહત,કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન
ઘટના પછી 3 કિમી લાંબો જામ
આ ભયાનક ટક્કરને કારણે સોહાગી પર્વતથી ટોલ પ્લાઝા સુધી લગભગ 3 કિમી સુધી ટ્રાફિક જામ થઈ ગયો. રાહત કાર્ય બાદ લગભગ અડધા કલાકની મહેનત બાદ ટ્રાફિક સામાન્ય થયો.તે જ સમયે,ઘટનાની માહિતી મળતા જ રીવા પોલીસ, એડિશનલ એસપી વિવેક લાલ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. તેમણે કહ્યું કે ઘાયલો અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો-Rafale ફાઇટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રુપની કંપની વચ્ચે થઇ મોટી ડિલ
ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો
અકસ્માતના સમાચાર ફેલાતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા. ઘણા લોકોએ કહ્યું કે અકસ્માતનું કારણ ટ્રક ડ્રાઈવરની બેદરકારી અને ખીણના ઢોળાવ પર ઓવરલોડેડ વાહન ચલાવવું હતું. વહીવટીતંત્રે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે અને ટ્રક ડ્રાઈવરની શોધ કરવામાં આવી રહી છે.
ઓવરલોડેડ વાહનને કારણે અકસ્માત થયો
આવા અકસ્માતો વારંવાર આપણને ચેતવણી આપે છે કે ઓવરલોડેડ ટ્રક અને ખતરનાક ડ્રાઇવિંગને કારણે કેટલા લોકોના જીવ જાય છે. ઘાટ વિસ્તારોમાં વાહનોનું નિરીક્ષણ અને ગતિ નિયંત્રણની સખત જરૂર છે. ઓવરલોડેડ હોવા છતાં પણ વહીવટીતંત્ર વાહનોને રોકતું નથી. બુધવારે ઝાબુઆમાં પણ આવી જ એક દુર્ઘટના બની હતી.