Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai : ઠાકરે ભાઈઓ 20 વર્ષ બાદ એક મંચ પર, જાણો કેમ આવ્યા સાથે

Mumbai : મહારાષ્ટ્રના રાજકીય પટલ પર 5 જુલાઈ, 2025નો દિવસ ઐતિહાસિક બન્યો, જ્યારે બે દાયકાથી એકબીજાથી અલગ રહેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે (Uddhav Thackeray and Raj Thackeray) પ્રથમ વખત એક મંચ પર સાથે જોવા મળ્યા. આ પ્રસંગ હતો મહારાષ્ટ્ર સરકારની ત્રિભાષા નીતિ (Maharashtra government's three-language policy) ના વિરોધમાં આયોજિત રેલી, જેને શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા ‘મરાઠી વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો.
mumbai   ઠાકરે ભાઈઓ 20 વર્ષ બાદ એક મંચ પર  જાણો કેમ આવ્યા સાથે
Advertisement
  • ઠાકરે ભાઈઓ 20 વર્ષ બાદ એક મંચ પર
  • મરાઠી માટે ઉદ્ધવ અને રાજ ઠાકરે એક થયાં
  • ત્રિભાષા નીતિ સામે મરાઠી વિજય દિવસ રેલી
  • MNS અને શિવસેના (યુબીટી)નું સંયુક્ત શક્તિ પ્રદર્શન
  • ભાજપે રેલીને ચૂંટણીલક્ષી કહીને ટીકા કરી

Mumbai : મહારાષ્ટ્રના રાજકીય પટલ પર 5 જુલાઈ, 2025નો દિવસ ઐતિહાસિક બન્યો, જ્યારે બે દાયકાથી એકબીજાથી અલગ રહેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે (Uddhav Thackeray and Raj Thackeray) પ્રથમ વખત એક મંચ પર સાથે જોવા મળ્યા. આ પ્રસંગ હતો મહારાષ્ટ્ર સરકારની ત્રિભાષા નીતિ (Maharashtra government's three-language policy) ના વિરોધમાં આયોજિત રેલી, જેને શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા ‘મરાઠી વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો. આ રેલી બાદ રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ છે કે શું ઠાકરે ભાઈઓ ભવિષ્યમાં રાજકીય ગઠબંધન રચી શકે છે. જોકે, કોંગ્રેસના નેતાઓએ આ રેલીમાં હાજરી આપી ન હતી, જ્યારે ભાજપના નેતાઓએ આ ઘટનાને BMC ચૂંટણી માટેનું રાજકીય પગલું ગણાવી ટીકા કરી હતી.

ત્રિભાષા નીતિનો વિરોધ અને સરકારનું પીછેહઠ

મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે 16 અને 17 એપ્રિલે શાળાઓમાં હિન્દી ફરજિયાત કરવા સંબંધિત બે આદેશો જારી કર્યા હતા, જેનો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો. બંનેએ 5 જુલાઈએ સંયુક્ત રેલીની જાહેરાત કરી, જેના દબાણમાં સરકારે 29 જૂને આ આદેશો રદ કરવાનો નિર્ણય લીધો. ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણયને વિપક્ષના વિરોધની જીત ગણાવી, જ્યારે રાજ ઠાકરેએ તેને મરાઠી ભાષાનું મહત્વ ઘટાડવાનું ‘છુપું કાવતરું’ ગણાવ્યું. ઉદ્ધવે સ્પષ્ટ કર્યું કે તેઓ હિન્દીના વિરોધી નથી, પરંતુ તેને લાદવાનો વિરોધ કરે છે. રાજ ઠાકરેએ આ નીતિને ‘સરમુખત્યારશાહી’નો પ્રયાસ ગણાવી મરાઠી ગૌરવની રક્ષા માટે લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આપને જણાવી દઇએ કે, આ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને બે દાયકા બાદ એક મંચ પર જોયા બાદ લોકોને અમિતાબ બચ્ચન અને રેખાનું ગીત 'કબકે બિછડે હુએ હમ આજ યહા આકે મિલે' યાદ આવી રહ્યું છે.

Advertisement

Advertisement

ઠાકરે ભાઈઓનું મિલન

ઉદ્ધવ અને રાજ ઠાકરેનું 20 વર્ષ બાદ એક મંચ પર આવવું રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. 2006માં રાજ ઠાકરેએ શિવસેના છોડીને MNSની સ્થાપના કરી હતી, જે બાદ બંને ભાઈઓ વચ્ચે રાજકીય અંતર રહ્યું. આ રેલીમાં શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે આ પ્રસંગને ‘મરાઠી વિજય દિવસ’ તરીકે ઉજવણીનું નામ આપ્યું. રેલી દરમિયાન બંને નેતાઓના ભાષણો પર રાજકીય વિશ્લેષકોની નજર હતી, કારણ કે તેમાં ભવિષ્યના ગઠબંધનના સંકેતો જોવા મળ્યા.

રાજ ઠાકરેનો રાજકીય ગ્રાફ

રાજ ઠાકરેની પાર્ટી MNSનો રાજકીય ગ્રાફ સતત ઘટી રહ્યો છે. 2009ની વિધાનસભા ચૂંટણીમાં MNSએ 13 બેઠકો જીતી હતી, પરંતુ 2014 અને 2019માં પાર્ટી માત્ર 1-1 બેઠક જીતી શકી. 2024ની ચૂંટણીમાં MNS એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી. આ પરિસ્થિતિમાં ઉદ્ધવ અને રાજનું આ મિલન MNS માટે નવી રાજકીય શક્તિનું સર્જન કરી શકે છે. શિવસેના (યુબીટી) અને MNSના કાર્યકર્તાઓમાં આ રેલીએ નવો ઉત્સાહ ભર્યો છે, જે મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.

રાજકીય અટકળો અને ભાજપની ટીકા

ભાજપના નેતાઓએ આ રેલીને BMC ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ચાલ ગણાવી છે. તેમનું કહેવું છે કે ઠાકરે ભાઈઓનું આ ગઠબંધન માત્ર ચૂંટણીલક્ષી છે. બીજી તરફ, કોંગ્રેસે આ રેલીથી અંતર જાળવ્યું, જે રાજકીય ગઠબંધનની શક્યતાઓને જટિલ બનાવે છે. આ ઘટના મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચી શકે છે, અને ઠાકરે ભાઈઓના ભાષણો ભવિષ્યની દિશા નક્કી કરશે.

આ પણ વાંચો :  કર્ણાટક કોંગ્રેસમાં ફરી સત્તા પરિવર્તનની અટકળો! શું શિવકુમાર બનશે CM?

Tags :
Advertisement

.

×