Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mumbai Airport Fire : ટર્મિનલ 1B માં ભીષણ આગ, ફાયર બ્રિગેડે સ્થિતી સંભાળી

Mumbai Airport Fire, ની ઘટનાને પગલે અફરા-તફરી મચી જવા પામી છે, આગના સમાચાર મળતાં, એરપોર્ટ ફાયર ટેન્ડરોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મુંબઈ ફાયર બ્રિગેડ પાસેથી વધારાની સહાય મંગાવવામાં આવી હતી. રાહત પ્રયાસો માટે પોલીસ અને મ્યુનિસિપલ વોર્ડ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. CISF કર્મચારીઓએ મુસાફરોને સલામત સ્થળે ખસેડ્યા હતા, આ રીતે જાનહાની ટાળી શકાઇ હતી.
mumbai airport fire   ટર્મિનલ 1b માં ભીષણ આગ  ફાયર બ્રિગેડે સ્થિતી સંભાળી
Advertisement
  • Mumbai Airport Fire, ની ઘટનાને પગલે અફરા-તફરી મચી જવા પામી
  • CISF અને ફાયર બ્રિગેડે તુરંત સ્થિતીને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા
  • મુસાફરોને કોઇ પણ હાની નહીં પહોંચતા તમામે રાહતનો શ્વાસ લીધો

Mumbai Airport Fire : ગુરુવારે સાંજે મુંબઈના વિલે પાર્લે સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) ના ટર્મિનલ 1B પર ભયનો માહોલ છવાઈ (Mumbai Airport - 1B Terminal Fire Inscident) ગયો હતો. સાંજે 6 વાગ્યાની આસપાસ, ટર્મિનલના એક ભાગમાંથી અચાનક ગાઢ, કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેના કારણે મુસાફરો અને સ્ટાફમાં ગભરાટ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media - Viral Video) થયેલા વીડિયોમાં એરપોર્ટ બિલ્ડિંગની અંદર ધુમાડાના (Air Port Building Fire) ગોટેગોટા સ્પષ્ટપણે દેખાય છે. સલામતીના કારણોસર અસરગ્રસ્ત વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો.

Mumbai Airport Fire, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે

પ્રાથમિક માહિતી અનુસાર, ટર્મિનલની ત્રણ માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. મુંબઈ ફાયર બ્રિગેડના (Fire Brigade - Mumbai) અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, આગ કેબલ ટ્રે અને સ્વિચ બોક્સમાં લાગી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. જો કે, ચોક્કસ કારણ નક્કી કરવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો ---------- Virtual Meeting માં મુખ્ય ચૂંટણી કમિશનર જોડે જીભાજોડી કરનાર IAS રવાના કરાયા

Mumbai Airport Fire, આગ ગ્રાઉન્ડ ફ્લોર સુધી મર્યાદિત

આગના સમાચાર મળતાં, એરપોર્ટ ફાયર ટેન્ડરોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મુંબઈ ફાયર બ્રિગેડ પાસેથી વધારાની સહાય મંગાવવામાં આવી હતી. રાહત પ્રયાસો માટે પોલીસ અને મ્યુનિસિપલ વોર્ડ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. CISF કર્મચારીઓએ મુસાફરોને સલામત સ્થળે ખસેડ્યા હતા. અધિકારીઓએ પુષ્ટિ કરી કે, આગ ગ્રાઉન્ડ ફ્લોર સુધી મર્યાદિત હતી, અને ઉપરના માળ સુધી ફેલાય તે પહેલાં જ તેને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

પરિસ્થિતી સંપૂર્ણપણે નિયંત્રણમાં

આ સમગ્ર ઘટનામાં સૌથી રાહત આપનારી બાબત એ છે કે, કોઈ મુસાફરો કે સ્ટાફ ઘાયલ થયાના અહેવાલ નથી. મુંબઈ ફાયર વિભાગે એક સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે, કોઈને ઈજા થઈ નથી. એરપોર્ટ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. હાલમાં, આગ ઓલવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ઠંડક પ્રક્રિયા ચાલુ છે.

આ પણ વાંચો ---------- Air India Flight માં પાયલટે ઇમરજન્સી સંકેત આપતા મુસાફરોના જીવ અદ્ધર

Tags :
Advertisement

.

×