ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mumbai Airport: મુંબઇ-જોધપુરની ફ્લાઇટ પાયલોટે અચાનક જ રોકી દીધી

મુંબઇ એરપોર્ટ પાયલોટના કારણે મોટી વિમાન દુર્ઘટના ટળી મુંબઇ જોધપુર જતી ફ્લાઇટ ટેકઓફ  વે પર રોકી દેવામાં આવી મુસાફરોના શ્વાસ અધ્ધર થઇ ગયો Mumbai Airport : મુંબઇ એરપોર્ટ (Mumbai Airport)પર પાયલોટની સમય સુચકતાને કારણે મોટી વિમાન દુર્ઘટના થતા ટળી...
06:06 PM Aug 22, 2025 IST | Hiren Dave
મુંબઇ એરપોર્ટ પાયલોટના કારણે મોટી વિમાન દુર્ઘટના ટળી મુંબઇ જોધપુર જતી ફ્લાઇટ ટેકઓફ  વે પર રોકી દેવામાં આવી મુસાફરોના શ્વાસ અધ્ધર થઇ ગયો Mumbai Airport : મુંબઇ એરપોર્ટ (Mumbai Airport)પર પાયલોટની સમય સુચકતાને કારણે મોટી વિમાન દુર્ઘટના થતા ટળી...
mumbai to jodhpur flight

Mumbai Airport : મુંબઇ એરપોર્ટ (Mumbai Airport)પર પાયલોટની સમય સુચકતાને કારણે મોટી વિમાન દુર્ઘટના થતા ટળી ગઇ છે.મુંબઇ એરપોર્ટ પર એર ઇન્ડિયાની જોધપુર જતી ફ્લાઇટ ટેકઓફ પહેલા અચાનક રન વે પર રોકી દેવામાં આવી હતી.

 

જાણો સમગ્ર  મામલો

મુંબઈથી જોધપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI645 ને શુક્રવાર 22 ઓગસ્ટના રોજ કેટલીક સમસ્યાઓના કારણે મુંબઈ એરપોર્ટ પર પાછી લેન્ડ કરવામાં આવી હતી. આ અંગે એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન ઉડાન ભરતાની સાથે જ તેને ઓપરેશનલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, ફ્લાઈટને ઉતાવળમાં મુંબઈ એરપોર્ટ પર પાછી લેન્ડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાને અનુસરીને, કોકપીટ ક્રૂએ ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લીધો અને પ્લેનને પાછું લેન્ડ કર્યું.

આ પણ  વાંચો -PM Modi Biha : ચૂંટણી પહેલા બિહારમાં મોટો ખેલ! PM મોદીની સભામાં દેખાયા RJDના બે ધારાસભ્ય

મુંબઇમાં મોટી વિમાન દુર્ઘટના ટળી

મુંબઇ એરપોર્ટ પર મુંબઇથી જોધપુર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI645એ ઉડાન ભરવાની તૈયારી કરી લીધી હતી અને વિમાન પણ સ્પીડ પકડી ચુક્યુ હતું. પાયલોટે આ દરમિયાન ટેકનિકલ ગડબડનું એલાર્મ નોટિસ કર્યું અને ફ્લાઇટ રોકવાનો નિર્ણય કર્યો હતો.આ દરમિયાન મુસાફરોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા અને એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ  વાંચો -Supreme Court : SIRમાં આધાર કાર્ડ પણ માન્ય, સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ

એર ઇન્ડિયાએ કરી સ્પષ્ટતા

એર ઇન્ડિયાએ બાદમાં નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી કે આ એક ઓપરેશન ઇશ્યૂ હતો. પાયલોટ નક્કી પ્રક્રિયાઓનું પાલન કરતા ફ્લાઇટને સુરક્ષિત રીતે રન વેથી પરત બે પર લાવ્યો હતો. તમામ મુસાફરોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા છે અને તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ અસુવિધા બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું.

Tags :
Air-IndiaGujrata FirstMumbai Airportmumbai to jodhpur flight
Next Article