Mumbai Crime: મુંબઈમાં 13 કરોડ સોનાની ચોરીમાં ગુજરાતમાંથી 3ની ધરપકડ
Mumbai Crime : મુંબઈના બોરીવલીમાં આવેલી MHB કોલોની પોલીસે 13 કરોડ રૂપિયાથી વધુ કિંમતના સોનાના દાગીનાની ચોરીના (gold robbery)કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાજકોટ (ગુજરાત) ના રહેવાસી 19 વર્ષીય જીગ્નેશ કુછડિયા, તેના પિતા નાથાભાઈ કુછડિયા અને તેનો મિત્ર યશ જીવાભાઈ શામેલ છે. પોલીસે આ ત્રણેય આરોપીઓ (Three arrested)પાસેથી લગભગ 13 કિલો સોનુ અને એક થાર કાર જપ્ત કરી છે
રાજસ્થાનની એક જ્વેલરી કંપનીમાં કામ કરે છે
મળતી માહિતી પ્રમાણે જીજ્ઞેશ રાજસ્થાનની એક જ્વેલરી કંપનીમાં કામ કરે છે.20 જૂને તે મુંબઈ આવ્યો હતો. આ દરમિયાન પોતાના સાથીની ગરેહાજરીનો ફાયદો ઉઠાવીને તેના ફ્લેટ પરથી સોનાની ચોરી કરી હતી અને પિતાની મદદથી બોરિવલીના સંજય ગાંધી નેશનલ પાર્ક એરિયામાંથી કારમાં બેસીને ગુજરાત ભાગી ગયો. ગુજરાત સ્થિત કંપની જેપી એક્સપોર્ટ્સ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી ગુજરાત દક્ષિણ ક્ષેત્રમાં સોનું વેચે છે.
થારમાં બેસીને ગુજરાત ભાગી ગયા
કંપનીના સેલ્સ રિપ્રેઝન્ટેટિવ આનંદ સુરેશભાઈ ઘંજા (ઉંમર 29 વર્ષ) એ તેમના સહાયક જીગ્નેશ નાથાભાઈ કુછડિયા (ઉંમર 19 વર્ષ) ને ગ્રાહકો પાસેથી ઓર્ડર લેવા માટે મુંબઈ મોકલ્યા હતા. 20 જૂન, 2024 ની રાત્રે, જ્યારે આનંદ સુરેશભાઈ ઘંજા ફ્લેટમાં હાજર ન હતા, ત્યારે આરોપી જીજ્ઞેશે પોતાના પિતા નાથાભાઈ હરસતભાઈ કુચડિયા અને તેમના મિત્ર યશ જીવાભાઈ ઓડેદરાની મદદથી ફ્લેટમાંથી કુલ 13 કિલો સોનાના આભૂષણની ચોરી કરી હતી અને થાર વાહનમાં બેસીને ગુજરાત ભાગી ગયા.
72 કલાકમાં મળી સફળતા
પૂછપરછ દરમિયાન,ત્રણેય આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો.ચોરીમાં સંડોવાયેલ વાહન,મોબાઇલ,સોનું અને અન્ય પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.આરોપી નાથાભાઈએ પણ કબૂલાત કરી છે કે તેણે અગાઉ પણ આવો ગુનો કર્યો છે.મુંબઈ પોલીસની ખાસ ટીમે ગુજરાત રાજ્યના પોરબંદર,રાજકોટ,જામનગર,જૂનાગઢની સ્થાનિક પોલીસની મદદથી 72 કલાકમાં આ સફળતા મેળવી હતી. ડાંગવાડા માણિકવાડામાં સ્થિત નાથાભાઈ હરસ્તભાઈ કુછડિયાના ઘરેથી 990.09 ગ્રામ (લગભગ 10 કિલો) વજનનું અને 9,99,69,020 રૂપિયાનું ચોરાયેલું સોનું મળી આવ્યું છે.