Mumbai Fire: અલીબાગ પાસે દરિયામાં બોટ ભડકે બળી,જુઓ Video
- મુંબઈના અલીબાગ નજીક એક બોટમાં લાગી આગ
- દરિયાની વચ્ચે તરી રેહેલી બોટમાંથી આગ લાગી
- ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દિલધડક ઓપરેશન
Mumbai Fire: આજે શુક્રવારે વહેલી સવારે મુંબઈના (Mumbai Fire)અલીબાગ (alibagboatfire)નજીક દરિયામાં એક બોટમાં આગ (Fire in Boat near Alibaugh) ફાટી નીકળી હતી. દરિયાની વચ્ચે તરી રેહેલી બોટમાંથી આગ(boatfire)ની જ્વાળાઓ નીકળતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ઇન્ડિયન નેવી તુરંત રેસ્ક્યુ માટે પહોંચી હતી. બોટ પરના તમામ 18 થી 20 માછીમારોનો સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતાં. સળગી રહેલી બોટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી
સદનસીબે, બોટ પરના બધા લોકો સુરક્ષિત છે. આ બોટ સાખર ગામના રાકેશ મારુતિ ગણની હોવાનું કહેવાય છે. હાલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ શરૂઆતની માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોની મદદથી બોટને કિનારે લાવવામાં આવી અને આગ ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું.
આ પણ વાંચો -પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય, તેને બચાવો…સુરંગમાં ફસાયેલા મજૂરના પરિવારના સભ્યોની વેદના
બોટમાં આગ લાગવાના જે વીડિયો આવ્યો સામે
સ્થાનિક લોકોની મદદથી બોટને કિનારે લાવવામાં આવી અને આગ ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. બોટમાં આગ લાગવાના જે વીડિયો સામે આવ્યો છે તેમાં સમુદ્રની મધ્યમાં પાણીમાં તરતી બોટ આગના ગોળામાં ફેરવાઈ ગઈ છે. આખી હોડી બળી રહી છે. આગમાં લપેટાયેલી હોડીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે. આ વીડિયો જોઈને તમને ખ્યાલ આવશે કે બોટમાં લાગેલી આગ કેટલી ભયાનક હતી. એ સૌભાગ્યની વાત છે કે બોટ પરના બધા લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
આ પણ વાંચો -ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, 47 શ્રમિકો દટાયાં હોવાની આશંકા
રાયગઢ એસપીએ શું કહ્યું?
આ ઘટના અંગે માહિતી આપતા રાયગઢ એસપીએ જણાવ્યું કે રાયગઢ જિલ્લાના અલીબાગમાં દરિયા કિનારાથી 6-7 નોટિકલ માઇલ દૂર રાકેશ ગણ નામના વ્યક્તિની માછીમારી બોટમાં વહેલી સવારે 3-4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળે બોટના તમામ 18 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા.