Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ચેતજો! તમારા બાળકના હાથમાં રહેલો ફુગ્ગો 'બોમ્બ' તો નથી ને? મુંબઈની લિફ્ટમાં થયેલો આ વિસ્ફોટ જોઈને ધ્રુજી જશો

Horrific explosion from balloon in elevator : મુંબઈના ગોરેગાંવ (West) વિસ્તારમાં પેટ્રોલ પંપની સામે આવેલા અનમોલ ટાવર બિલ્ડિંગમાં એક અત્યંત ડરામણી ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય રીતે જે ફુગ્ગાઓ બાળકોની મજા કે સેલિબ્રેશન માટે વપરાય છે, તે કેવી રીતે મોતનો સામાન બની શકે છે તેનો પુરાવો અહીં જોવા મળ્યો હતો.
ચેતજો  તમારા બાળકના હાથમાં રહેલો ફુગ્ગો  બોમ્બ  તો નથી ને  મુંબઈની લિફ્ટમાં થયેલો આ વિસ્ફોટ જોઈને ધ્રુજી જશો
Advertisement
  • Mumbai : Horrific explosion from balloon in elevator
  • ફુગ્ગાના કારણે લિફ્ટમાં ભયાનક વિસ્ફોટ
  • મુંબઈના ગોરેગાંવનો વીડિયો થયો વાયરલ
  • લિફ્ટમાં સવાર યુવક-યુવતી ઈજાગ્રસ્ત
  • ફુગ્ગા વેચનાર સામે પોલીસે ગુનો નોંધ્યો
  • હાઈડ્રોજન ગેસ ભરેલા ફુગ્ગામાં વિસ્ફોટ

Horrific explosion from balloon in elevator : મુંબઈના ગોરેગાંવ (West) વિસ્તારમાં પેટ્રોલ પંપની સામે આવેલા અનમોલ ટાવર બિલ્ડિંગમાં એક અત્યંત ડરામણી ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય રીતે જે ફુગ્ગાઓ બાળકોની મજા કે સેલિબ્રેશન માટે વપરાય છે, તે કેવી રીતે મોતનો સામાન બની શકે છે તેનો પુરાવો અહીં જોવા મળ્યો હતો. બિલ્ડિંગની લિફ્ટમાં હાઇડ્રોજન ગેસથી ભરેલા ફુગ્ગાઓ લઇને જતો એક યુવક જોવા મળ્યો હતો ત્યારે અચાનક વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ લિફ્ટમાંથી બહાર નીકળતા લોકો જોવા મળ્યા.

CCTVમાં કેદ થઈ ઘટના

આ સમગ્ર ઘટના બિલ્ડિંગના CCTV કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક છોકરો હાઇડ્રોજનથી ભરેલા ફુગ્ગાઓનો મોટો જથ્થો લઈને લિફ્ટમાં પ્રવેશે છે. તેની સાથે લિફ્ટમાં એક મહિલા અને અન્ય એક પુરુષ પણ હતા. લિફ્ટમાં ફુગ્ગાના ઘર્ષણ અથવા અન્ય કોઈ અજ્ઞાત કારણોસર અચાનક એક બલૂન ફૂટ્યો અને જોતજોતામાં સમગ્ર લિફ્ટ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. આગ એટલી તીવ્ર હતી કે થોડી ક્ષણો માટે CCTV ફૂટેજમાં માત્ર જ્વાળાઓ જ દેખાતી હતી. સદનસીબે, લિફ્ટમાં સવાર ત્રણેય વ્યક્તિઓ તરત જ બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જોકે આ અકસ્માતમાં 2 થી 3 લોકોને ઈજાઓ પહોંચી છે જે હાલ સારવાર હેઠળ છે.

Advertisement

Advertisement

હાઇડ્રોજન ફુગ્ગા (Balloon) કેમ છે અત્યંત જોખમી?

નિષ્ણાતોના મતે, હાઇડ્રોજન ગેસ ખૂબ જ હળવો હોય છે, જે ફુગ્ગાને હવામાં ઉપર ઉડવામાં મદદ કરે છે. પરંતુ તે જેટલો હળવો છે, તેનાથી વધુ તે અત્યંત જ્વલનશીલ (Highly Flammable) છે. લિફ્ટ જેવી બંધ અને મર્યાદિત જગ્યામાં તેને લઈ જવું જીવનું જોખમ ખેડવા સમાન છે.

ફુગ્ગો ફૂટવા પાછળનું વિજ્ઞાન

હાઇડ્રોજન ગેસથી ભરેલા ફુગ્ગાઓ શા માટે જોખમી સાબિત થાય છે તેની પાછળ એક ચોક્કસ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. જ્યારે આ ફુગ્ગા ઊંચાઈ પર જાય છે અથવા આસપાસના તાપમાનમાં વધારો થાય છે, ત્યારે તેની અંદર રહેલો ગેસ ઝડપથી વિસ્તરે છે, જેના પરિણામે રબરની સપાટી પર ભારે દબાણ આવતા તે ફાટી જાય છે. ખરો ખતરો ફુગ્ગો ફૂટ્યા પછી શરૂ થાય છે, કારણ કે હાઇડ્રોજન અત્યંત જ્વલનશીલ વાયુ હોવાથી તે જેવો હવામાં રહેલા ઓક્સિજન સાથે ભળે છે કે તરત જ એક વિસ્ફોટક મિશ્રણ તૈયાર થઈ જાય છે. આવી સ્થિતિમાં માત્ર એક નાનકડું ઘર્ષણ, સ્થિર વીજળી (Static Electricity) કે સહેજ પણ ગરમ સપાટીનો સંપર્ક ભયાનક અગ્નિકાંડ સર્જવા માટે પૂરતો હોય છે, જે મર્યાદિત જગ્યાઓમાં જાનલેવા સાબિત થઈ શકે છે.

નાગરિકો માટે લાલબત્તી સમાન ચેતવણી

આ ઘટના બાદ સોસાયટી મેનેજમેન્ટ અને સુરક્ષા નિષ્ણાતોએ નાગરિકોને કડક સૂચના આપી છે કે હાઇડ્રોજન ગેસના ફુગ્ગાઓનું પરિવહન બંધ જગ્યાઓમાં ન કરવું. ખાસ કરીને લિફ્ટમાં આવી વસ્તુઓ લઈ જવી એ માત્ર પોતાના માટે જ નહીં પણ આખી બિલ્ડિંગ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તહેવારો કે બર્થડે પાર્ટીમાં વાપરવામાં આવતા આ ફુગ્ગાઓ પ્રત્યે જાગૃતિ લાવવી અત્યંત અનિવાર્ય છે. થોડીક બેદરકારી ભયાનક દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે.

આ પણ વાંચો :  Surat: 10મા માળેથી પડેલા આધેડ 8મા માળે ગ્રીલમાં ફસાયા, ફાયર વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યૂ

Tags :
Advertisement

.

×