ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mumbai : કુર્લામાં Best બસનો ભયાનક અકસ્માત, રસ્તા પર જઇ રહેલા 20 લોકોને કચડ્યા

મુંબઈના કુર્લા વિસ્તારમાં એક BEST બસની ટક્કરથી 3 લોકોના મોત થયા અને 20 લોકો ઘાયલ થયા. આ ઘટના કુર્લા વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં બની હતી. BEST બસ નંબર 332 કુર્લા સ્ટેશનથી અંધેરી તરફ જતી હતી. અકસ્માતનું મુખ્ય કારણ બસના બ્રેક ફેલ થવાનું માનવામાં આવી રહ્યું છે.
12:20 AM Dec 10, 2024 IST | Hardik Shah
મુંબઈના કુર્લા વિસ્તારમાં એક BEST બસની ટક્કરથી 3 લોકોના મોત થયા અને 20 લોકો ઘાયલ થયા. આ ઘટના કુર્લા વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં બની હતી. BEST બસ નંબર 332 કુર્લા સ્ટેશનથી અંધેરી તરફ જતી હતી. અકસ્માતનું મુખ્ય કારણ બસના બ્રેક ફેલ થવાનું માનવામાં આવી રહ્યું છે.
Mumbai Horrific accident involving Best bus

Mumbai : મુંબઈના કુર્લા વિસ્તારમાં સોમવારે રાત્રે એક દુ:ખદ અને ગંભીર માર્ગ અકસ્માત થયો, જ્યાં બેસ્ટની બસની ટક્કરથી 20 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવી રહ્યું છે. આ દુર્ઘટના કુર્લા વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં બની હતી. BEST બસ રૂટ નંબર 332, જે કુર્લા સ્ટેશનથી અંધેરી જતી હતી, તેમાં આ ઘટના બની હતી.

અકસ્માત પાછળનું શું છે કારણ?

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતનું મુખ્ય કારણ બસના બ્રેક ફેલ થવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે બસ ચાલક અચાનક બસ પરનો કાબુ ગુમાવી બેઠો હતો, ત્યારે બસે પહેલા રસ્તા પર ચાલતા લોકોને ટક્કર મારી દીધી અને પછી ઘણા વાહનો સાથે અથડાઈ હતી. અંતે બસ રહેણાંક સોસાયટી સાથે અથડાઈને અટકી ગઈ. BMCના અધિકારીએ આ દુર્ઘટનાને બ્રેકમાં ખામીના કારણે બનેલી ગણાવી છે.

ઘાયલ અને મૃત્યુ પામેલા લોકો

આ દુર્ઘટનામાં કુલ 20 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3 લોકોના સ્થળ પર જ મોત થયા છે. ઘાયલ લોકોને તરત જ સારવાર માટે સાયન હોસ્પિટલ અને કુર્લાની ભાભા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ આ હોસ્પિટલમાં તમામ ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, બસે રસ્તા પર ચાલતા લોકો તેમજ અન્ય વાહનોને ટક્કર મારી હતી. ઘટનાના પરિણામે લોકલ ટ્રાફિકમાં પણ ભારે અવરોધ જોવા મળ્યો. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા ઘટના સ્થળે તરત જ મદદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  MPs cricket Match : સંસદમાં નહીં હવે ક્રિકેટ મેદાન પર થશે ટક્કર! ચોક્કા-છક્કા લગાવતા જોવા મળશે મંત્રી-સાંસદ

Tags :
20 injured in bus crashAccidentAmbedkar Nagar accidentBest BusBest Bus AccidentBEST bus accident fatalitiesBEST bus collisionBEST bus route 332 accidentBEST bus tragedy KurlaBMC investigationBrake failure accidentBrake failure causes fatal accidentBus collision with vehicles in MumbaiDeathEmergency response MumbaiFatal accident Mumbai 15 DecemberFatal bus accident MumbaiFatal crash at Ambedkar NagarGujarat FirstHardik ShahInjuredInjuries in Mumbai road accidentKurla BEST bus crashKurla bus crash investigationKurla bus driver loses controlKurla West incidentMUMBAIMumbai emergency response teamsMumbai local traffic congestionMumbai pedestrian hit by busMumbai public transport accidentMumbai road accidentMumbai road safety concernsMumbai traffic collisionMumbai traffic disruptionPublic transport accident MumbaiRoad safety MumbaiSion and Kurla hospitals
Next Article