ફર્સ્ટ ક્લાસ કોચમાં દરવાજો બંધ કરવા જેવી સામાન્ય બાબતે સર્જાયો ખૂની ખેલ
આ ચોંકાવનારી ઘટના મંગળવારે રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ બની હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકની ઓળખ વિરાર વિસ્તારમાં રહેતા મયંક રમેશ લોહાર તરીકે થઈ છે, જે અંધેરીની વેસ્ટસાઇડ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી(Mayank Ramesh Lohar Case) કરતો હતો . મયંક દરરોજની જેમ અંધેરીથી વિરાર જવા માટે ચર્ચગેટ-વિરાર લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં (First Class Coach Murder) સવાર થયો હતો.
સામાન્ય વાતચીત બાદ થઈ ઉગ્ર બોલાચાલી
તે સમયે બહાર મુશળધાર વરસાદ પડી રહ્યો હતો અને પવનના કારણે ટ્રેનની અંદર પાણી આવતું હોવાથી મયંકે નજીક ઉભેલા અન્ય મુસાફરને લોકલ ટ્રેનનો દરવાજો બંધ કરવા માટે વિનંતી કરી હતી. જોકે, આ સામાન્ય વાત પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે સામી બાજુ ઉભેલા અજાણ્યા મુસાફરે ઉશ્કેરાઈને પોતાની પાસે રાખેલું ધારદાર ચપ્પુ કાઢ્યું અને મયંક પર આડેધડ હુમલો કરી દીધો. આ અચાનક થયેલા હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે મયંકનું ટ્રેનની અંદર જ લોહીના ખાબોચિયા વચ્ચે કરુણ મોત નીપજ્યું હતું.
પ્રાથમિક તપાસ અને સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલો ક્રૂર હત્યારો
આ ભયાનક હત્યાકાંડને અંજામ આપ્યા બાદ જ્યારે અન્ય મુસાફરોએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે લોહીવાળું ચપ્પુ હવામાં લહેરાવીને સવારી તરફ પણ દોડ્યો હતો. ત્યારબાદ ટ્રેનની સ્પીડ થોડી ધીમી થતાં જ આરોપી ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો અને અત્યંત સામાન્ય માણસની જેમ પ્લેટફોર્મ પરથી બહાર નીકળી ગયો હતો. બોરીવલી જીઆરપી (GRP) પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે
પોલીસે CCTV ની મદદથી સમગ્ર મામલે તપાસ શરૂ કરી
પોલીસના હાથમાં પ્લેટફોર્મ પરનો એક સીસીટીવી વીડિયો આવ્યો છે જેમાં બ્લેક કલરની ટી-શર્ટ પહેરેલો કિલર હત્યા કર્યા પછી પણ કોઈપણ પ્રકારના ડર વગર પોતાના વાળમાં હાથ ફેરવતો આરામથી સ્ટેશનની બહાર જતો જોવા મળે છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હત્યારાની ઓળખ કરવા માટે રેલવે સ્ટેશનના તમામ કેમેરા સ્કેન કરવામાં આવી રહ્યા છે અને તેને પકડવા માટે અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે.
મુસાફરોની સુરક્ષા પર ગંભીર સવાલો અને 200 મિમીથી વધુ આભ ફાટ્યાની સ્થિતિ
આ ઘટનાએ દરરોજ લાખોની સંખ્યામાં મુસાફરી કરતા લોકોની સુરક્ષા વ્યવસ્થા (Mumbai Local Passenger Security) પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. રેલવે કોચમાં કોઈ વ્યક્તિ હથિયાર લઈને કેવી રીતે ઘૂસી શકે અને આ પ્રકારે ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં પણ લોકો સુરક્ષિત નથી તે ચિંતાનો વિષય છે. અગાઉ ગયા વર્ષે પણ ચાલતી લોકલમાં એક પ્રોફેસરની આવી જ રીતે હત્યા કરી દેવામાં આવી હતી.
મુંબઈમાં 24 કલાકમાં 200મીમીથી વધુ વરસાદ
બીજી તરફ, બુધવારે સવારે મુંબઈ અને પશ્ચિમી ઉપનગરોમાં (Western Suburban Heavy Rainfall) આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 24 કલાકમાં મુંબઈના ઘણા ભાગોમાં 200 મિમીથી વધુ ભારે વરસાદ ખાબક્યો છે, જેના લીધે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને રેલવે ટ્રેક ડૂબી જતાં લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. હવામાન વિભાગે (IMD) આગામી 24 કલાક માટે પણ મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે, જેથી વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Ketan Agarwal Murder Case : મંગેતર સિયા ગોયલ અને પ્રેમી ચેતનની ધરપકડ, ગુનો કબૂલતા પોલીસ પણ ચોંકી ઉઠી