Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદીને ધમકી આપનાર આરોપીની મુંબઈ પોલીસે અજમેરથી ધરપકડ કરી

મુંબઈ પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનારા આરોપી મોહમ્મદ નદીમ બેગ મિર્ઝાને રાજસ્થાનના અજમેરમાંથી ઝડપી પાડ્યો છે. 37 વર્ષીય આરોપી ઝારખંડનો રહેવાસી છે અને તેણે મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્પલાઈન પર ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો. ટેક્નિકલ સહાય દ્વારા આરોપીને ટ્રેક કરીને પકડાયો હતો. પોલીસે જણાવ્યું છે કે આરોપી નશાની હાલતમાં કામ પર ગયો હતો અને તેના બોસે તેને ઘરે જવાનું કહ્યું હતું. આ વાતથી ગુસ્સે ભરાયેલા નદીમે વડાપ્રધાનને ધમકી આપી હતી.
pm મોદીને ધમકી આપનાર આરોપીની મુંબઈ પોલીસે અજમેરથી ધરપકડ કરી
Advertisement
  • વડાપ્રધાનને ધમકી આપનાર રાજસ્થાનથી ઝડપાયો
  • મોહમ્મદ નદીમ મિર્ઝાની અજમેરમાં ધરપકડ
  • મુંબઈ પોલીસે ટેક્નિકલ સહાયથી આરોપીને ટ્રેક કર્યો
  • 2023 અને 2022માં પણ ધમકીના કિસ્સાઓ બન્યા 

PM Modi Threat Case : મુંબઈ પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર આરોપીની રાજસ્થાનના અજમેરથી ધરપકડ કરી છે. 37 વર્ષીય આરોપી મોહમ્મદ નદીમ બેગ મિર્ઝા ઝારખંડનો રહેવાસી છે. તેણે મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્પલાઈન પર ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો. આ સંદેશમાં વડાપ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેક્નિકલ સહાય દ્વારા આરોપીને ટ્રેક કરીને અજમેરથી ઝડપી પાડ્યો હતો.

કારણ અને પ્રારંભિક પૂછપરછ

પોલીસે જણાવ્યા મુજબ, નદીમ મિર્ઝા એક ખાનગી પેઢીમાં ટર્નર તરીકે કામ કરતો હતો. એક ઘટના દરમિયાન તે નશાની હાલતમાં કામ પર ગયો હતો, જ્યા તેના બોસે તેને ઘરે જવાનું કહ્યું હતું. આ વાતથી ગુસ્સે ભરાયેલા નદીમે વડાપ્રધાન વિરુદ્ધ ધમકી આપવાનો સંદેશ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર મોકલી દીધો હતો. આ મામલે મુંબઈના વરલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે નોંધ્યું હતું કે, ટેક્નિકલ સહાયની મદદથી આ આરોપીનું સ્થાન જાણી શકાયું અને તેની ધરપકડ કરવામાં આવી. મિર્ઝાને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવામાં આવશે અને તેના ઉપર તપાસ ચાલી રહી છે. કોર્ટમાં રજૂ કર્યા પછી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Advertisement

વડપ્રધાનને ધમકીનો આ પહેલા કિસ્સો નથી

વડાપ્રધાનને ધમકી આપવા આ પહેલા પણ ઘણા કિસ્સા બની ચૂક્યા છે. આ પહેલા વર્ષ 2023 માં હરિયાણામાં એક વ્યક્તિએ વડાપ્રધાનને ગોળી મારી દેવાની ધમકી આપી હતી. આ ધમકીભર્યો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આરોપી હરિયાણાના સોનીપત જિલ્લાના મોહના ગામનો રહેવાસી હતો. તે પહેલા વર્ષ 2022 માં કેરળના એક વ્યક્તિએ વડાપ્રધાન મોદીને ધમકી આપી હતી. આરોપીની ઓળખ ઝેવિયર તરીકે થઇ હતી. આ શખ્સે ભાજપ અધ્યક્ષ કે. સુરેન્દ્રનને પત્ર દ્વારા વડાપ્રધાનની જાન માટે ધમકી આપી હતી. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, "મોદીની હાલત રાજીવ ગાંધી જેવી થશે."

Advertisement

આ પણ વાંચો:  એકવાર ફરી PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી!

Tags :
Advertisement

.

×