Mumbai Rain News : રાતોરાત ધોધમાર વરસાદ ખાબકતા મુંબઈના હાલ બેહાલ! રસ્તાઓ બેટમાં ફેરવાયા
Mumbai Rain News : મહારાષ્ટ્રની જીવાદોરી એવી મુંબઈ પર ફરી એકવાર મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગઈકાલે રાત્રે મુંબઈ સહિત રાજ્યના અનેક શહેરોમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેના...
Advertisement
Mumbai Rain News : મહારાષ્ટ્રની જીવાદોરી એવી મુંબઈ પર ફરી એકવાર મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગઈકાલે રાત્રે મુંબઈ સહિત રાજ્યના અનેક શહેરોમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ઘરની બહાર જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માહિતી અનુસાર, અંધેરી સબવે (અંડરપાસ) માં પાણી ભરાઈ જતા તેને બંધ કરવાની ફરજ પડી છે. મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં સરેરાશ 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.

