Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai Rains : મુંબઈમાં ધોધમાર વરસાદ,આગામી 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ

મુંબઇમાં ફરીએકવાર વાતાવરણમાં પલટો મુંબઇમાં ધોધમાર વરસાદ શરૂ આગામી 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ Mumbai Rains : મુંબઇમાં ફરીએકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. મુંબઇમાં વધુ એકવાર વરસાદી (Mumbai Rainfall)માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઇમાં ધોધમાર વરસાદ શરૂ થઇ...
mumbai rains   મુંબઈમાં ધોધમાર વરસાદ આગામી 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ
Advertisement
  • મુંબઇમાં ફરીએકવાર વાતાવરણમાં પલટો
  • મુંબઇમાં ધોધમાર વરસાદ શરૂ
  • આગામી 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ

Mumbai Rains : મુંબઇમાં ફરીએકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. મુંબઇમાં વધુ એકવાર વરસાદી (Mumbai Rainfall)માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઇમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. બપોર થઇ હોવા છતાં પણ વાતાવરણ એવુ અંધાર્યુ છેકે જાણે સાંજ પડી ગઇ હોય. આ વચ્ચે હવામાન વિભાગે (Weather Forecast)આગામી 3 કલાક દરમિયાન વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

મુંબઇમાં વરસાદી માહોલ

હવામાન વિભાગે વરસાદને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હવાઓને જવાબદાર ગણાવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ પેટર્ન સપ્તાહ સુધી રહેશે. જેમાં મધ્યમ અને ગર્જના સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. જલગાંવ, નાસિક, પુણે અને નાગપુર સહિતના અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારે હવામાન રહે તેનું પૂર્વાનુમાન છે. જ્યાં અલગ અલગ સ્થાનો પર ગર્જના સાથે વરસાદ પડી શકે છે.

Advertisement

40-50 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે

હવામાન વિભાગનું કહેવુ છે કે આજે મુંબઇમાં વરસાદની સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે હવા ચાલશે, મુંબઇમાં જો કે વરસાદ હાલ શરૂ થઇ જ ગયો છો. વિવિધ વિસ્તારોમાં જબરદસ્ત વાદળો ઘેરાયા છે અને વરસાદ જાણે કે તૂટી જ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ મુંબઇના ઘણા ભાગોમાં વરસાદ થયો હતો.

Advertisement

આ પણ  વાંચો -Missing Indore Couple : સોનમ-રાજા મામલે ગાઇડે કર્યા ખુલાસા, આવ્યુ નવુ અપડેટ

શુક્રવારે મુંબઈમાં પણ વરસાદ પડ્યો

શુક્રવારે મુંબઈમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ચોમાસાની શરૂઆતથી મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા છ દિવસમાં કોલાબામાં 30 મીમી અને સાંતાક્રુઝમાં 47.1 મીમી વરસાદ નોંધાયો હતો. કોલાબામાં તાપમાન 32.2 ડિગ્રી સેલ્સિયસ અને સાંતાક્રુઝમાં 31.7 ડિગ્રી સેલ્સિયસ સરેરાશથી થોડું ઓછું હોવા છતાં, ગરમી અનુભવાઈ.

આ પણ  વાંચો -મહારાષ્ટ્ર ચૂંટણીમાં 'મેચ ફિક્સિંગ' નો આરોપ મુકતા રાહુલ ગાંધી, ભાજપે કર્યો પલટવાર

વરસાદ માટે યલો એલર્ટ

IMD એ મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં યલો એલર્ટ જારી કર્યું છે, જેમાં કોંકણ, પાલઘર, થાણે, મુંબઈ, રાયગઢ, રત્નાગિરિ, પુણે, નાસિક, અહમદનગર, નાગપુર, બુલઢાણા, અમરાવતી, અકોલા, વાશિમ, યવતમાળ, ચંદ્રપુર, ગઢચિરોલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બીડ, છત્રપતિ સંભાજીનગર, હિંગોલી, પરભણી, નાંદેડ, લાતુર, ધારાશિવ, જાલનામાં વરસાદ જોવા મળી શકે છે.

Tags :
Advertisement

.

×