Mumbai : તાજમહેલ પેલેસ અને એરપોર્ટને Bomb થી ઉડાવવાની મળી ધમકી
- મુંબઈ એરપોર્ટ અને તાજ હોટેલને બોમ્બની ધમકી
- મુંબઈમાં ફરી આતંક ફેલાવવાનો પ્રયત્ન
- એરપોર્ટ અને તાજ પેલેસ ટાર્ગેટ પર?
- બોમ્બ વિસ્ફોટના ઈમેલથી ચકચાર
- મુંબઈ પોલીસ એલર્ટ, આતંકની આશંકા
Mumbai Airport : મુંબઈ શહેર ફરી એકવાર ગંભીર સુરક્ષા ચિંતાનો સામનો કરી રહ્યું છે, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (Mumbai Airport) અને તાજમહેલ પેલેસ હોટલ (Taj Mahal Palace Hotel) ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ ચકચાર મચી ગઈ છે. આ ધમકી ઈમેલ દ્વારા મુંબઈ એરપોર્ટ પોલીસના અધિકારી (Mumbai Airport Police officer) ના અધિકૃત ઈમેલ આઈડી પર મોકલવામાં આવી છે. ઈમેલમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે મુંબઈના બે મહત્ત્વના સ્થળો પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે.
એકવાર ફરી મુંબઈમાં આતંક ફેલાવવાનો પ્રયત્ન
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને જાણીતા તાજમહેલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ છે. આ ધમકીનો ઈમેલ મુંબઈ એરપોર્ટ પોલીસને મોકલાયો છે, જેમાં આતંકવાદી અફઝલ ગુરુ અને શૈવક્કુ શંકરની "અન્યાયી ફાંસી"નો ઉલ્લેખ કરીને હુમલાની ચેતવણી અપાઈ છે. મુંબઈ પોલીસની ટીમે આ મામલાની નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. હજુ સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી. મેઇલ મોકલનાર આરોપીઓને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
Mumbai’s Chhatrapati Shivaji Maharaj International Airport and the Taj Mahal Palace Hotel received a bomb threat via email, citing the 'unjust' execution of terrorists Afzal Guru and Sevakku Shankar. The threat was sent to the Mumbai Airport Police’s official email ID. Security… pic.twitter.com/5Ed5KE2rCz
— IANS (@ians_india) May 17, 2025
પહેલગામ આતંકવાદી હુમલો
આ ધમકી એવા સમય પર મળી છે જ્યારે દેશ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની પીડામાંથી બહાર આવી રહ્યો છે. 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ભયાનક આતંકવાદી હુમલો થયો હતો જેમાં 26 લોકોના જીવ ગયા હતા. આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં રોષ અને દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. પહેલગામ હુમલા પછી ભારતે આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું હતું. પાકિસ્તાનમાં સ્થિત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને ભારતે હવા મારફતે આકરી કાર્યવાહી કરી હતી. આ પગલાંથી પાકિસ્તાન નારાજ થયું હતું અને તેના પરિણામે બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો. જોકે, ભારતે પાકિસ્તાનના દરેક પ્રયાસોનો મજબૂત જવાબ આપ્યો અને આખરે યુદ્ધવિરામ સુધી સ્થિતિ પહોંચી.
આ પણ વાંચો : Operation Sindoor વચ્ચે નેતાઓનો બફાટ યથાવત! હવે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પર SP નેતાએ કરી વિવાદાસ્પદ ટિપ્પણી