Mumbai : ભાષા વિવાદમાં નિશિકાંત દૂબેના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેએ કર્યો પલટવાર, જાનવર સાથે કરી સરખામણી
- જો રાજ ઠાકરેમાં આટલી હિંમત હોય તો તેમણે બિહાર આવીને બતાવવું જોઈએ - Nishikant Dubey
- ભાષા વિવાદમાં Nishikant Dubey પર ઉદ્ધવ ઠાકરેનો પલટવાર
- ઉદ્ધવે Nishikant Dubey ની સરખામણી ઝરખ (લક્કડબઘ્ઘા) સાથે કરી દીધી છે
Mumbai : મહારાષ્ટ્રમાં ઊભા થયેલા ભાષા વિવાદે હવે બીજા રાજ્યોમાં અતિક્રમણ કર્યુ છે. ભાષા વિવાદમાં હવે ભાજપના સાંસદ નિશિકાંત દૂબે (Nishikant Dubey) કુદી પડ્યા છે. નિશિકાંત દુબેએ મનસે પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray) ને બિહાર આવવાનો ખુલ્લો પડકાર આપ્યો હતો અને કહ્યું હતું કે જો રાજ ઠાકરેમાં આટલી હિંમત હોય તો તેમણે બિહાર આવીને બતાવવું જોઈએ. તેમને પટકી પટકીને મારવામાં આવશે. નિશિકાંત દુબેએ રાજ ઠાકરે વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ચકચાર મચી ગઈ હતી. રાજ ઠાકરે વિશે અપાયેલ નિવેદન પર ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ પલટવાર કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, છોડી દો આ બધા દુબે બૂબેને...આ કોઈ ઝરખ (લકડબઘ્ઘા) છે જે વિવાદ ઊભો કરી રહ્યો છે.
ઉદ્ધવ ઠાકરે એ કરી સ્પષ્ટતા
નિશિકાંત દુબેના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું, અહીં બધા ખુશ છે અને કોઈના કહેવા પર ધ્યાન આપવાની જરૂર નથી. મહારાષ્ટ્રના લોકો બધું જાણે છે. આ પછી ઉદ્ધવે આશિષ શેલારના નિવેદન પર કહ્યું કે, આ લોકો મરાઠીના દુશ્મન છે. અમે કોઈ ભાષાનો વિરોધ નથી કરી રહ્યા. જૂઓ, હું હિન્દીમાં વાત કરી રહ્યો છું. અમારા સાંસદો પણ હિન્દીમાં વાત કરે છે. અમારો વિરોધ હિન્દીનો વિરોધ નથી, પરંતુ હિન્દીની આવશ્યકતા વિશે છે.
આ પણ વાંચોઃ POLITICS : 'તમે બિહાર આવો..!', BJP MP નિશિકાંત દૂબેની રાજ ઠાકરેને ચેલેન્જ
શું કહ્યું હતું નિશિકાંત દુબેએ ?
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, તમે કોની રોટલી ખાઓ છો? ટાટા, બિરલા, રિલાયન્સ પાસે મહારાષ્ટ્રમાં યુનિટ પણ નથી. ટાટાએ બિહારમાં પોતાની પહેલી ફેક્ટરી પણ બનાવી જ્યારે ઝારખંડ તેની સાથે હતું. તમે અમારા પૈસા પર જીવી રહ્યા છો, તમે કયા ટેક્સ ચૂકવો છો? તમારી પાસે કયો ઉદ્યોગ છે, શું અમારી પાસે બધી ખાણો છે કે ઝારખંડ અને છત્તીસગઢ પાસે છે. મધ્યપ્રદેશ પાસે છે, ઓડિશા પાસે છે પણ તમારી પાસે કઈ ખાણો છે ? જો મુંબઈમાં હિન્દીભાષી લોકોને મારનારાઓમાં હિંમત હોય, તો મહારાષ્ટ્રમાં ઉર્દૂભાષી લોકોને મારવાનો પ્રયાસ કરો. ઘરમાં તો કૂતરો પણ સિંહ છે. તમે જ નક્કી કરો કે કોણ કૂતરો છે અને કોણ સિંહ. નિશિકાંત દુબેએ કહ્યું, તમે મહારાષ્ટ્રમાં શું છે? કે તમે અમારું શોષણ કરો છો અને અમને ધમકાવો છો. વધુમાં નિશિકાંત દુબેએ કહ્યું કે, જો તમે બિહાર આવો, યુપી આવો, તમિલનાડુ આવો, અમે તમને માર મારીશું.
આ પણ વાંચોઃ Purnia Murder: બિહારના પૂર્ણિયામાં એક જ પરિવારના 5 સભ્યોને જીવતા સળગાવ્યા