Murshidabad Violence :સ્થાનિકો સરકારી શાળામાં શરણ લેવા મજબૂર બન્યા!
- મુર્શિદાબાદમાં સ્થિતિ વધુ વણસી
- 500 પરિવાર સરકારી શાળામાં શરણે
- કેન્દ્રીય દળોની 17 કંપનીઓ તૈનાત
Murshidabad Violence:મુર્શિદાબાદમાં હિંસાના કારણે લગભગ 500 પરિવારે માલદા જિલ્લાની સરકારી શાળામાં શરણ લીધી છે.આ પીડિતોએ જ્યારે તેમની કહાની સંભળાવી ત્યારે કોઇપણ વ્યક્તિ ગુસ્સે થઇ શકે છે.મુર્શિદાબાદમાં સ્થિતિ વણસી છે.સ્થાનિકોનું જનજીવન ખોરવાયું છે.શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસથી દુર થયા છે.વક્ફ બોર્ડ કાયદાના વિરુદ્ધમાં (Murshidabad Violence)અહીં હિંસા ફાટી નિકળી છે.અને 3 લોકોના મોત થયા છે.અહીં કેન્દ્રીય દળોની 17 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
સ્થાનિકો શાળામાં શરણ લેવા મજબૂર
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ બોર્ડ કાયદાના વિરોધમાં હિંસક પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. આ હિંસાના કારણે સામાન્ય જીવન ખોરવાયુ છે. લૂંટ, આગ લાગવાના બનાવ, પથ્થરમારોના કારણે સ્થાનિકો અન્ય સ્થળે શરણ લેતા થયા છે. પાણીની ટાંકીમાં ઝેર નાંખવું, ઘરો તથા વાહનો સળગાવવા જેવા બનાવો અહીં વધી રહ્યા છે. આ પ્રદર્શનોમાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને અન્ય લોકો ઘાયલ થયા છે. 500 જેટલા પરિવાર સરકાર શાળામાં શરણ લેવા મજબૂર થયા છે. તેમની દયનીય સ્થિતિના કારણે તેમના પર વધુ જુલ્મ કરવામાં આવી રહ્યા છે.
અમારી પાસે કોઇ ઘર નથીઃ પીડિત
એક મહિલાએ રડતા રડતા પોતાની કહાની સંભળાવી હતી. તેણે કહ્યુ હતુ કે, તેમના ઘરો પર પેટ્રોલ છાંટીને આગ લગાવવામાં આવી હતી પાણીની ટાંકીમાં ઝેરી નાંખવામાં આવ્યુ હતુ. બાળકોને ખાવા માટે ભોજન કે પીવા માટે પાણી પણ નથી. પોલીસ અને બીએસએફ ન હોત તો તેઓનું જીવતા રહેવું મુશ્કેલ બની ગયુ હોત. હિંસક પ્રદર્શન કરનાર લોકોએ મહિલાઓ તથા બાળકી સાથે છેડતી પણ કરી હતી. તેઓ બોમ્બ, બંદુક અને ચાકુ લઇને આવ્યા હતા. તેઓ ઘરમાં આવીને સામાન લૂંટી જતા હતા. અને સિલેન્ડરમાં આગ લગાવતા હતા. હિંસા બાદ કલકત્તા હાઇકોર્ટના આદેશથી કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યુ છે. કેન્દ્રિય દળની 17 ટુકડીઓ મુર્શિદાબાદમાં તૈનાત કરાઇ છે. રાજ્ય પોલીસ અને અર્ધલશ્કરી દળો સંયુક્ત રીતે પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. અફવાઓને કારણે, મુર્શિદાબાદ, માલદા અને બીરભૂમના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.
ભાજપના નેતાઓ હિંસા પીડિતોને મળ્યા
રવિવારે, ભાજપના પાંચ ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ પીડિતોને મળવા માલદા પહોંચ્યું હતુ. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે પીડિતોને મળ્યા અને કહ્યું, 'બંગાળના હિન્દુઓ હવે સમજી ગયા છે કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળને હળવું બાંગ્લાદેશ બનાવવામાં સફળ થયા છે.' અમે વચન આપીએ છીએ કે ભાજપ સરકાર બન્યા પછી, આવા હુમલાખોરોને સીધા બહાર કાઢવાની જવાબદારી અમારી રહેશે. તે જ સમયે, વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મમતા સરકાર પર સીધો હુમલો કરતા કહ્યું, 'હિંદુઓની હત્યા, દુકાનો લૂંટવી અને મંદિરો તોડવી - આ તુષ્ટિકરણની રાજનીતિ છે.' ચૂંટણી પહેલા અહીં રાષ્ટ્રપતિ શાસનની જરૂર છે. જોકે વહીવટીતંત્ર દાવો કરે છે કે પરિસ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે, પરંતુ શાળાઓમાં આશરો લેતા લોકોની આંખોમાં ભય, લાચારી અને લાચારી સ્પષ્ટપણે દેખાય છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 15 એપ્રિલ સુધી ઇન્ટરનેટ બંધ રહેશે અને સુરક્ષા દળો સતર્ક છે. પરંતુ જેમણે બધું ગુમાવ્યું છે, તેમના માટે આ ભયાનક દ્રશ્ય ક્યારેય ખતમ ન થતા સ્વપ્ન જેવું છે.